બજેટ 2012 થીગડાછાપ : બજેટગુરુનું મિડ-ડે માટે ખાસ વિશ્લેષણ

બજેટગુરુ દિનેશ વ્યાસનું મિડ-ડે માટે ખાસ વિશ્લેષણ : સચિને જેટલી ખુશી આપી એટલું જ દુઃખ પ્રણવદાએ આપ્યું

 

 

(જયેશ ચિતલિયા)

 

મુંબઈ, તા. ૧૭

 

ગઈ કાલે ૧૦૦મી ઇન્ટરનૅશનલ સેન્ચુરી કરીને ભારતના માસ્ટર બ્લાસ્ટર સચિન તેન્ડુલકરે જેટલી અનહદ ખુશી ભારતવાસીઓને આપી હતી એટલું જ અઢળક દુ:ખ નાણાપ્રધાને બજેટ રજૂ કરીને આપ્યું છે. ગયા વરસે નાણાપ્રધાને તદ્દન બોલબચ્ચન બજેટ જાહેર કર્યું હતું, જ્યારે આ વખતના બજેટમાં તેમણે આમઆદમી માટે કાંઈ જ નથી કર્યું. આ બજેટ પૉલિટિકલ સર્વાઇવલનું બજેટ લાગે છે, જેમાં ફાઇનૅન્સ મિનિસ્ટરે માત્ર વધુ નુકસાન ન થાય એ માટે થીગડાં જ માયાર઼્ છે એવો અભિપ્રાય સુપ્રીમ ર્કોટના સિનિયર ઍડ્વોકેટ અને કરવેરાનિષ્ણાત દિનેશ વ્યાસે વ્યક્ત કર્યો હતો. નાણાપ્રધાને દેશના અર્થતંત્રના કોઈ પણ ગંભીર પ્રશ્નોને હાથમાં લઈને એનો ઉપાય કરવાનો પ્રયાસ પણ નથી કર્યો.

 

વિવિધ રાજ્યોની ચૂંટણીને લીધે પરંપરા મુજબ ફેબ્રુઆરીના અંતે રજૂ થતું બજેટ આ વખતે ૧૬ માર્ચે જાહેર થયું હતું. આ બજેટ વિશે પોતાની આગવી, ધારદાર અને નિખાલસ શૈલીમાં મંતવ્યો જણાવતાં દિનેશ વ્યાસે કહ્યું હતું કે ‘બજેટ દિશાહીન છે. ઇન્ડસ્ટ્રિયલ તેમ જ કૉર્પોરેટ ગ્રોથ માટે બજેટમાં કાંઈ કરતાં કાંઈ નથી. આમઆદમીને બજેટમાં ઉલ્લુ બનાવવામાં આવ્યા છે. આવકવેરાની મુક્તિમર્યાદા માત્ર ૨૦,૦૦૦ રૂપિયા વધારીને જાણે નાણાપ્રધાને મશ્કરી કરી હોય એવો ભાવ જાગે છે. કારણ કે જે હિસાબે મોંઘવારીને કારણે ભાવો વધ્યા છે એની સામે આવકવેરાની રાહત દમ વિનાની છે. હજી તો આ બજેટથી ભાવો વધવાની સંભાવના છે. એની અસર આમઆદમીના ખિસ્સા પર પડવાની છે, જેની સામે કોઈ રાહત નથી. ઉપરથી મોંઘવારી વધે એવાં અનેક કારણો મોજૂદ છે. નાણાપ્રધાને એ વાતની ઉપેક્ષા કરી છે કે ખુદ સ્ટૅન્ડિંગ કમિટીએ આઇટી (ઇન્કમ-ટૅક્સ)ની મુક્તિમર્યાદા વધારીને ૩ લાખ રૂપિયા કરવાની ભલામણ કરી હતી એમ છતાં નાણાપ્રધાને તેમનું માન નથી રાખ્યું. આ સ્ટૅન્ડિંગ કમિટીમાં તમામ પક્ષોના પ્રતિનિધિઓ આવી જાય છે, જે મિની પાર્લમેન્ટ સમાન ગણાય છે.’

 

નાણાપ્રધાને સર્વિસ-ટૅક્સ મારફત લાદી દીધેલા બોજની અસર પણ ભારે થશે, કેમ કે સર્વિસ-ટૅક્સનો દર ૧૦ ટકાથી વધારીને ૧૨ ટકા કરવામાં આવતાં આમઆદમી પરનું બર્ડન મોટે પાયે વધશે એટલું જ નહીં, આ મામલે નેગેટિવ લિસ્ટ તૈયાર કરવામાં આવતાં હવે પછી અનેક નવી સર્વિસ કરજાળમાં સમાઈ જશે અને એને લીધે સામાન્ય માણસ પર સતત ભાર વધશે. આ ઉપરાંત સર્વિસની વ્યાખ્યા બાબતે પણ વિવાદ થવાની સંભાવના વધી શકે. ખાસ કરીને આ વિષયમાં સરકારી અધિકારીઓને અપાયેલી સત્તા કરપ્શન વધારવામાં નિમિત્ત બનશે એવો ભય છે.

 

આ ઓછું હોય એમ નાણાપ્રધાને જીએએઆર (જનરલ ઍન્ટિ અવૉઇડન્સ રેગ્યુલેશન) હેઠળ સરકારી અધિકારીઓને વ્યાપક સત્તા આપી છે. એને લીધે પણ કરપ્શનને છૂટોદોર મળે એવી આશંકા છે, કારણ કે આ સત્તા વધુપડતી હોવાનું જણાય છે, જે ખરેખર જોખમી બની શકે છે. આ મામલે કરદાતાઓને ભારે ફટકો પડશે.

 

બ્લૅક મની બાબતે નાણાપ્રધાને વાઇટ પેપર્સ બહાર પાડવાની કરેલી જાહેરાતને લોકોને મૂર્ખ બનાવવાની તરકીબ ગણાવતાં દિનેશ વ્યાસે વ્યંગ્યમાં ઉમેર્યું હતું કે ‘હવે સરકાર વાઇટ મની પર બ્લૅક પેપર્સ બહાર પાડશે કે શું? રાજકારણીઓ સમાન સ્થાપિત હિતો પાસે જે મહત્તમ કાળાં નાણાં હોય ત્યારે આ મામલે પ્રજાને ગેરમાર્ગે દોરવા સિવાય થાય પણ શું?’

 

શૅરબજારમાં સામાન્ય માણસોનું રોકાણ વધે એ માટે ફાઇનૅન્સ મિનિસ્ટરે રાજીવ ગાંધીના નામે સ્કીમ શરૂ કરી છે અને કર રાહતની ઑફર કરી છે, પરંતુ આમાં ઝાઝું રાજી થવા જેવું કાંઈ નથી. લોકો ૩ વરસના લૉક-ઇન પિરિયડ સાથે કેટલું રોકાણ કરવા તૈયાર થશે એ સવાલ છે.

 

વોડાફોનના કિસ્સામાં સરકારે રિટ્રોસ્પેક્ટિવ ડેટથી (પાછલી તારીખથી અસર) એનો ઑર્ડર રિવર્સ કરતાં વિદેશી રોકાણ પર ગંભીર વિપરીત અસર થશે એમ જણાવતાં ઍડ્વોકેટ વ્યાસે કહ્યું હતું કે હવે આ ઑર્ડર ૧-૪-’૬૨થી (પચાસ વરસ પૂર્વેથી) લાગુ પડશે એવું જાહેર કરવામાં આવતાં હવે પછી વિદેશી રોકાણકારોનો વિશ્વાસ તૂટી શકે છે. આમ વરસો બાદ નીતિઓ બદલાઈ જાય એવો ઘાટ સર્જાતાં વિદેશી ઇન્વેસ્ટરો ભારતમાં રોકાણ કરવા પર કઈ રીતે ભરોસો કરશે એવો સવાલ પણ તેમણે ઉઠાવ્યો હતો.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK