મેં કૉન્ગ્રેસની ટિકિટ માગી હતી એટલે મને ફસાવવામાં આવ્યો છે : બ્રજેશ ઠાકુર

બિહારના બાલિકાગૃહ રેપકેસના આરોપી બ્રજેશ ઠાકુરનો બચાવ, કહ્યું...

brajesh

બિહારના મુઝફ્ફરપુર બાલિકાગૃહ રેપકેસના મુખ્ય આરોપી બ્રજેશ ઠાકુરને ગઈ કાલે મુઝફ્ફરપુરની પૉક્સો કોર્ટમાં હાજર કરવામાં આવ્યો ત્યારે તેના પર શાહી ફેંકવામાં આવી હતી તેમ જ તેની વિરુદ્ધ નારાબાજી પણ કરવામાં આવી હતી. કોર્ટમાં હાજર થયેલા બ્રજેશે પોતાનો જીવ જોખમમાં હોવાનું જણાવતાં આગળની સુનાવણી વિડિયો-કૉન્ફરન્સિંગ દ્વારા કરવાની માગણી કરી હતી. મુઝફ્ફરપુર બાલિકાગૃહમાં ૩૪ છોકરીઓના બળાત્કારની પુષ્ટિ થઈ ગઈ છે અને આ કેસનો મુખ્ય આરોપી અને બાલિકાગૃહનો સંચાલક બ્રજેશ ઠાકુર જ છે.

કોર્ટમાં પોતાની તકલીફો જણાવતાં બ્રજેશ ઠાકુરે કહ્યું હતું કે ‘મને જેલમાં સવારે ચાર વાગ્યે ઉઠાડી દેવામાં આવે છે તથા ખૂબ ટૉર્ચર કરવામાં આવે છે. મારી મેડિકલ ર્બોડ બેસાડવાની માગણી છે તેમ જ મને બેસવામાં તકલીફ હોવાથી મારા માટે જેલમાં કમોડની વ્યવસ્થા કરવામાં આવે.’

કેસના અન્ય નવ આરોપીઓ સાથે સ્પેશ્યલ કોર્ટમાં લાવવામાં આવેલા બ્રજેશ ઠાકુરે કોર્ટની બહાર પત્રકારોને જણાવ્યું હતું કે ‘આગામી ચૂંટણીમાં મને કૉન્ગ્રેસની ટિકિટ મળવાની હોવાથી આ કેસમાં મને બલિનો બકરો બનાવવામાં આવી રહ્યો છે. કોઈ પણ છોકરીએ તેમના નિવેદનમાં મારું નામ લીધું નથી.’

બ્રજેશ ઠાકુરે પોતે કૉન્ગ્રેસના કેન્દ્રીય નેતાઓના સંપર્કમાં હોવાનો દાવો કર્યો હતો. જોકે કૉન્ગ્રેસે આ દાવાને હાસ્યસ્પદ ગણાવતાં કહ્યું હતું કે તે પક્ષનો પ્રાઇમરી સભ્ય પણ નથી.

બિહારના સોશ્યલ વેલ્ફેર ખાતાનાં પ્રધાન મંજુ વર્માના પતિને જાન્યુઆરી અને જૂન દરમ્યાન લગભગ ૧૭ જેટલા ફોન કરવા બાબતે પુછાતાં બ્રજેશ ઠાકુરે જણાવ્યું હતું કે ‘હું રાજકીય મુદ્દાઓને લઈને ક્યારેક જ તેમને ફોન કરતો હતો. મારે તે બન્ને સાથે ઔપચારિક સંબંધો છે.’

બિહારનાં પ્રધાને રાજીનામું આપ્યું

મુઝફ્ફરપુરમાં રાજ્ય સરકારના ભંડોળથી ચાલતું મહિલાઓનું આશ્રયગૃહ વ્યભિચારનો અડ્ડો હોવાનું પ્રકાશમાં આવ્યા પછી વિવાદ વકરતાં બિહારના સમાજકલ્યાણ વિભાગનાં પ્રધાન મંજુ વર્માએ હોદ્દા પરથી રાજીનામું આપ્યું હતું. તેમણે ગઈ કાલે તેમનું રાજીનામું મુખ્ય પ્રધાન નીતીશકુમારને મોકલ્યું હતું. મંજુ વર્માના પતિ મુઝફ્ફરપુરના આશ્રયગૃહની વારંવાર મુલાકાત લેતા હોવાનો આરોપ ધરપકડ કરવામાં આવેલા આરોપીની પત્નીએ મૂક્યા પછી વિપક્ષો સતત મંજુ વર્માનું રાજીનામું માગતા હતા.

મુઝફ્ફરપુરમાં બ્રજેશ ઠાકુર દ્વારા સંચાલિત આશ્રયગૃહમાં લાંબા વખતથી ૩૪ યુવતીઓનું જાતીય શોષણ કરવામાં આવતું હતું. મુખ્ય આરોપી બ્રજેશ ઠાકુરના ફોનની તપાસમાં બ્રજેશ અને મંજુ વર્માના પતિએ આ વર્ષના જાન્યુઆરી મહિનાથી જૂન મહિના સુધીમાં ૧૭ વખત વાતચીત કર્યાના અહેવાલો મીડિયામાં પ્રસારિત થવાને પગલે મંજુ વર્માને રાજીનામું આપવાની ફરજ પડી હોવાનું જણાય છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK