ટેરરિસ્ટો અને પથ્થરબાજો સામે હવે શરૂ થશે આક્રમક કાર્યવાહી

દિલ્હીમાં ઉચ્ચ સ્તરીય બેઠકોનો દોર પણ શરૂ થયો, કાશ્મીર વિશે મોટા નિર્ણયો લેવાય એવી શક્યતા

terror

જમ્મુ-કાશ્મીરમાં PDP અને BJPનું ગઠબંધન તૂટ્યા પછી એ રાજ્યમાં રાજ્યપાલનું શાસન લાદવાની તૈયારી શરૂ થઈ છે. એ તૈયારીઓ દરમ્યાન દિલ્હીમાં ઉચ્ચ સ્તરીય બેઠકોનો દોર પણ શરૂ થયો છે. જમ્મુ-કાશ્મીરના ભવિષ્ય બાબતે કેટલાક મોટા નિર્ણયો લેવાની ભૂમિકા રચાઈ છે. જાણકારોનું કહેવું છે કે કાશ્મીરમાં રાજ્યપાલનું શાસન લાદવા સાથે આતંકવાદીઓ તેમ જ પથ્થરબાજો વિરુદ્ધ કાર્યવાહી આક્રમકરૂપે હાથ ધરવામાં આવશે.

ઉચ્ચ સ્તરનાં સૂત્રોએ જણાવ્યા પ્રમાણે અમરનાથયાત્રા પૂર્વે જબરદસ્ત મોટું ઍન્ટિ-ટેરરિસ્ટ ઑપરેશન હાથ ધરવાની શક્યતા છે. એ માટે લશ્કરની રાષ્ટ્રીય રાઇફલ્સની ટુકડી અને જમ્મુ-કાશ્મીર પોલીસ દક્ષિણ કાશ્મીરના કેટલાક જિલ્લામાં મોટા પાયે અભિયાન ચલાવે એવી શક્યતા છે. સૈનિક ઔરંગઝેબ ખાન અને વરિષ્ઠ પત્રકાર શુજાત બુખારીની હત્યાની ઘટનાઓ પછી દક્ષિણ કાશ્મીરમાં આતંકવાદીઓની સફાઈનું વ્યાપક અભિયાન ચલાવવાની શક્યતા છે. એ ઉપરાંત આગામી દિવસોમાં પૅરા સ્પેશ્યલ ફોર્સિસની મદદથી ‘ઑપરેશન કિલ ટૉપ કમાન્ડર’ અને ‘ઑપરેશન ઑલઆઉટ’ હાથ ધરવાની શક્યતા છે.

ત્રણ ટેરરિસ્ટ ઠાર

કાશ્મીરના પુલવામા જિલ્લામાં ગઈ કાલે સલામતી દળોએ જૈશ-એ-મોહમ્મદના ટૉપના ત્રણ ટેરરિસ્ટને ઠાર કર્યા હતા. આ એન્કાઉન્ટર મોડી રાત સુધી ચાલ્યું હતું. એવું કહેવાય છે કે બે ટેરરિસ્ટ હજી પ્રતિકાર કરી રહ્યા છે.

ત્રાલ વિસ્તારમાં થયેલા આ એન્કાઉન્ટરમાં મૃત્યુ પામેલા ટેરરિસ્ટોમાં જૈશ-એ-મોહમ્મદના ઑપરેશનલ કમાન્ડરનો પણ સમાવેશ છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy