BJP રાષ્ટ્રપતિપદના ઉમેદવારનું નામ આવતી કાલે જાહેર કરે એવી શક્યતા

૨૪ જૂને વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિદેશયાત્રાએ જાય એ પહેલાં નામ ઘોષિત કરી દેવામાં આવશે
રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ગરમાટો આવી રહ્યો હોય એવું લાગે છે, કારણ કે કેન્દ્રીય નાણાપ્રધાન અરુણ જેટલીએ તૃણમૂલ કૉન્ગ્રેસ અને બિજુ જનતા દલના ટોચના નેતાઓ સાથે ગઈ કાલે વાતચીત કરી હતી.

BJP સંસદીય બોર્ડની બેઠક ૨૦ જૂને યોજાવાની અને એમાં રાષ્ટ્રપતિપદના ઉમેદવારનું નામ જાહેર થવાની શક્યતા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી ૨૪ જૂને અમેરિકા જવા રવાના થાય એ પહેલાં રાષ્ટ્રપતિપદ માટે NDAએ પસંદ કરેલા ઉમેદવાર ૨૩ જૂને ઉમેદવારી નોંધાવી શકે છે.

સમાજવાદી પાર્ટીના નેતાઓ રામગોપાલ યાદવ તથા નરેશ અગરવાલ કેન્દ્રીય પ્રધાન વેન્કૈયા નાયડુને મળ્યા હતા. નવા રાષ્ટ્રપતિ તરીકે કોઈ રાજકીય વ્યક્તિની પસંદગી કરવામાં આવે એવું તેમણે વેન્કૈયા નાયડુને જણાવી દીધું હોવાનું માનવામાં આવે છે. કેન્દ્રીય પ્રધાનો રાજનાથ સિંહ અને વેન્કૈયા નાયડુ કૉન્ગ્રેસનાં પ્રમુખ સોનિયા ગાંધી તથા ડાબેરી નેતાઓ સીતારામ યેચુરી, એસ. સુધાકર રેડ્ડી અને ડી. રાજાને ગયા સપ્તાહે મળ્યા હતા. વેન્કૈયા નાયડુએ શરદ પવાર સાથે શનિવારે ફોન પર વિગતવાર વાત કરી હતી. ગ્થ્ભ્ના પ્રમુખ અમિત શાહ શિવસેનાના વડા ઉદ્ધવ ઠાકરેને ગઈ કાલે મળ્યા હતા.

જોકે સરકારમાંનાં સૂત્રોના જણાવ્યા અનુસાર કોઈ એક નામ નક્કી કર્યા વિના વિરોધ પક્ષોનો સંપર્ક કરવો એ યોગ્ય નહીં ગણાય.

રાષ્ટ્રપતિ તરીકે પ્રણવ મુખરજીના અનુગામી બનવાની રેસમાં વિદેશપ્રધાન સુષમા સ્વરાજ મોખરે છે. અલબત્ત, પોતે રાષ્ટ્રપતિપદનાં ઉમેદવાર હોવાની વાતને સુષમા સ્વરાજે શનિવારે રદિયો આપ્યો હતો. લોકસભાનાં સ્પીકર સુમિત્રા મહાજન અને ઝારખંડનાં રાજ્યપાલ દ્રૌપદી મુર્મુને પણ રાષ્ટ્રપતિપદનાં દાવેદાર ગણવામાં આવી રહ્યાં છે.

ડિજિટલ ઇન્ડિયાની પોકળ વાતો, રાષ્ટ્રપતિપદના ઉમેદવારોએ રોકડમાં જ ડિપોઝિટ આપવી પડે છે

નોટબંધી પછી કેન્દ્ર સરકાર ડિજિટલ પેમેન્ટને વેગ આપી રહી હોવા છતાં રાષ્ટ્રપતિપદની ચૂંટણી લડવા ઇચ્છતા ઉમેદવારે એની ડિપોઝિટના ૧૫,૦૦૦ રૂપિયા રોકડ સ્વરૂપે જ ચૂકવવાના રહેશે.

નિયમાનુસાર રાષ્ટ્રપતિપદની ચૂંટણી લડવા ઇચ્છતા ઉમેદવારે તેનું ઉમેદવારીપત્ર દાખલ કરતી વખતે જ રિટર્નિંગ ઑફિસર પાસે ડિપોઝિટ તરીકે ૧૫,૦૦૦ રૂપિયા જમા કરાવવાના હોય છે. એ વખતે એક બૅન્ક-અધિકારી ત્યાં બેઠેલો હોય છે જે રોકડની ગણતરી અને નોટ ચેક કરે છે.

ઉમેદવારો ડિપોઝિટનાં નાણાં ઉમેદવારીપત્રની રિસીટ સાથે રિઝર્વ બૅન્કમાં પણ જમા કરાવી શકે છે. ઉમેદવારોને ડિજિટલ પેમેન્ટ કે ચેક મારફત નાણાં જમા કરાવવાની છૂટ નથી.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy