બિહારના કન્યાશ્રમ રેપકાંડમાં સુપ્રીમ કોર્ટે પત્રકારો પર મૂક્યા પ્રતિબંધ

રેપનો ભોગ બનેલી છોકરીઓના ઇન્ટરવ્યુ લેવા પર તથા તેમના સાચા-ખોટા ફોટો છાપવા પર બૅન

rape

સુપ્રીમ કોર્ટે ગઈ કાલે બિહારના મુઝફ્ફરપુરમાં સરકારી આર્થિક સહાયથી ચાલતા NGOના આશ્રયગૃહમાં બળાત્કારનો ભોગ બનેલી મહિલાઓ સંબંધી મીડિયા કવરેજ પર નિયંત્રણો મૂક્યાં હતાં. કોર્ટે મીડિયાને બળાત્કાર અને જાતીય સતામણીનો ભોગ બનેલી સ્ત્રીઓની મૉર્ફિંગ કરેલી તસવીરો પણ પ્રદર્શિત ન કરવાનો અને એ સ્ત્રીઓના ઇન્ટરવ્યુ પણ ન લેવાનો આદેશ આપ્યો હતો. કોર્ટે જણાવ્યું હતું કે એ પ્રકારના કવરેજથી મહિલાઓ દુ:ખી થાય છે અને તેમને વારંવાર દુ:ખી થવાની ફરજ પાડી ન શકાય.

આશ્રયગૃહમાં કહેવાતા જાતીય અત્યાચારના વિરોધમાં ડાબેરી પક્ષોએ આપેલા રાજ્યવ્યાપી બંધના એલાનના દિવસે પીડિત મહિલાઓના ઇન્ટરવ્યુ ન લેવાની સૂચના પણ પ્રસારમાધ્યમોને પ્રતિબંધક આદેશમાં આપવામાં આવી છે. સુપ્રીમ કોર્ટની બેન્ચે આઘાતજનક ઘટના વિશે પટનાના રહેવાસી રણવિજય કુમારના પત્રની નોંધ લેતાં બળાત્કારનો ભોગ બનેલી મનાતી યુવતીઓને મીડિયા ઇન્ટરવ્યુનો મુકાબલો કરવાની ફરજ પડવા વિશે ચિંતા વ્યક્ત કરી હતી.

કોર્ટે એ બાબતમાં બિહાર સરકાર અને કેન્દ્ર સરકારને નોટિસો મોકલીને જવાબ માગ્યો હતો. ઇન્વેસ્ટિગેશન એજન્સી જાતીય અત્યાચારનો ભોગ બનેલી સ્ત્રીઓને પૂછપરછમાં પ્રોફેશનલ કાઉન્સેલર્સ અને ક્વૉલિફાઇડ ચાઇલ્ડ સાઇકિયાટ્રિસ્ટ્સની મદદ લશે. અદાલતે અરજીની વધુ સુનાવણી ૭ ઑગસ્ટ પર મુલતવી રાખી છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK