વિપક્ષી ભારત બંધ મિશ્ર, પણ હિંસક અને જીવલેણ

તોડફોડના અને આગ ચાંપવાના બનાવો ઉપરાંત બિહારમાં બે વર્ષની એક બાળકીનો જીવ ગયો

vipaxi

દેશભરમાં પેટ્રોલ-ડીઝલની સતત વધતી જતી કિંમતને લઈને વિરોધ પક્ષો ગઈ કાલે સરકાર વિરુદ્ધ આંદોલન કરવા સડક પર ઊતરી આવ્યા હતા. આ દરમ્યાન દેશમાં વિવિધ સ્થળોએ હિંસક પ્રદર્શનના, તોડફોડના અને આગ ચાંપવાના બનાવો બન્યા હતા. વિરોધની સૌથી વધુ માઠી અસર બિહારમાં જોવા મળી હતી. બિહારમાં ભારત બંધને કારણે એક બાળકીનું મૃત્યુ થયું હતું. BJPના અનેક નેતાઓએ આ વિરોધ-પ્રદર્શન પર સવાલ ઉઠાવ્યા હતા, જ્યારે BJPના જ એક નેતાએ જનતાને ખર્ચમાં કાપ મૂકવાની સલાહ પણ આપી હતી.

રાજસ્થાનના પ્રધાનની સલાહ : ખર્ચ પર કાપ મૂકો

રાજસ્થાનમાં BJPના પ્રધાન રાજકુમાર રિનવાએ વિવાદાસ્પદ નિવેદન આપતાં કહ્યું હતું કે ‘વૈશ્વિક બજારમાં કાચા તેલની કિંમતના આધારે જ પેટ્રોલ-ડીઝલની કિંમતમાં વધઘટ થતી હોય છે. સરકાર કોશિશ કરી રહી છે, પણ સરકાર પાસે પોતાની અનેક સમસ્યાઓ છે. ચારે તરફ પૂર આવ્યાં છે. આવી સ્થિતિમાં જનતાએ જ પેટ્રોલની વધતી જતી કિંમતને ધ્યાનમાં રાખીને પોતાના ખર્ચ પર કાપ મૂકવો જોઈએ.’

બિહારમાં બાળકીનું મૃત્યુ

બિહારના જહાનાબાદમાં ભારત બંધને કારણે ટ્રાફિકમાં અટવાઈ જવાને પગલે બે વર્ષની બાળકીને સમયસર સારવાર ન મળી શકતાં તેનું મૃત્યુ થયું હતું. ડાયરિયાને લીધે શરીરનું પાણી ઓછું થઈ ગયું હોવાને કારણે બાળકીના પિતા તેને પોતાના ગામથી જહાનાબાદ લઈ જવા નીકળ્યા હતા, પણ હૉસ્પિટલ પહોંચે એ પહેલાં બાળકી અવસાન પામી હતી. સબ ડિવિઝનલ ઑફિસરે જણાવ્યું હતું કે બાળકીના પરિવારજનોએ જ સારવાર અપાવવાનો નિર્ણય લેવામાં ખાસ્સો વિલંબ કર્યો હતો. ભારત બંધ સાથે આ બાળકીના મૃત્યુનો કોઈ સંબંધ નથી.

BJPના મિનિસ્ટરે કાઢી ઝાટકણી

BJPના કેન્દ્રીય પ્રધાન રવિશંકર પ્રસાદે ભારત બંધ વિશે વિપક્ષની ઝાટકણી કાઢતાં કહ્યું હતું કે ‘દેશમાં ચારે તરફ આગજની અને તોફાનો થઈ રહ્યાં છે. આવા વર્તન માટે કોને જવાબદાર ઠેરવવા? બિહારમાં માસૂમ બાળકીના મૃત્યુ માટે કોણ જવાબદાર ગણાશે? ’

ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે કહ્યું હતું કે ‘નેતૃત્વવિહીન વિરોધ પક્ષો પાસેથી સમજદારીની આશા રાખવી વ્યર્થ છે. ભગવાન તેમને સદ્બુદ્ધિ આપે.’

બિહારમાં બાઇક ઊંચકીને કર્યું વિરોધ-પ્રદર્શન

બિહારના પટના શહેરમાં વિરોધ-પ્રદર્શન કરી રહેલા RJDના કાર્યકર્તાઓએ બાઇક પોતાના ખભા પર ઉઠાવી લીધી હતી. બિહારમાં પણ જનઅધિકાર પાર્ટીના કાર્યકર્તાઓએ પ્રદર્શન દરમ્યાન અનેક વાહનોની તોડફોડ કરી હતી. આ ઉપરાંત જબલપુરમાં અનેક વાહનો સળગાવી દેવામાં આવ્યાં હતાં.

ટ્રેનવ્યવહાર પર થઈ અસર

વિરોધ પક્ષોના બંધની અસર રેલવે પર પણ જોવા મળી હતી. દેશના પૂર્વના વિસ્તારો (બિહાર-બંગાળ-ઓડિશા)ના રેલવે-ઝોનમાં ૧૨ ટ્રેનો રદ કરવામાં આવી હતી. એમાં ભુવનેશ્વર-હાવડા જનશતાબ્દી એક્સપ્રેસ અને ભુવનેશ્વર પાવડા ઇન્ટરસિટી એક્સપ્રેસ સામેલ છે.

મનમોહન સિંહે કરી મોદી સરકારની ટીકા

દિલ્હીના રામલીલા મેદાનમાં ધરણાં-પ્રદર્શન દરમ્યાન ભૂતપૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહે કહ્યું હતું કે ‘મોદી સરકારે એવાં અનેક કાર્યો કર્યાં છે જે દેશના હિતમાં નહોતાં. ટૂંક સમયમાં જ આ સરકારને બદલવાનો સમય આવશે.’

ભારત બંધમાં કઈ પાર્ટીઓ હતી સામેલ?

કૉન્ગ્રેસ, SP, BSP, NCP, MNS, RLD, RJD, CPI, CPM, AIDUF, NC, JMM, JVM, DMK, TDP, AAP, KCM, RSP, IUML, લોકતાંત્રિક જનતા દળ-શરદ યાદવ, સ્વાભિમાન પાર્ટી.

ગોવામાં ભારત બંધની અસર નહીં

ગોવાની કૉન્ગ્રેસે પત્રકારપરિષદમાં જણાવ્યું હતું કે ‘વૈચારિક રીતે ભારત બંધનું સમર્થન કરતા હોવા છતાં ગઈ કાલે અમે રસ્તા પર ઊતર્યા નહોતા. ગણેશચતુર્થી પહેલાં બજારો અને રસ્તાઓ પરની ચહલપહલ જોતાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. ’

પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટાડવાનું કેન્દ્ર સરકારના હાથમાં નથી : રવિશંકર પ્રસાદ

ઇન્ટરનૅશનલ માર્કેટમાં ક્રૂડ ઑઇલના ભાવમાં સતત વધારો થતો હોવાથી ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થઈ રહ્યો છે, પેટ્રોલ-ડીઝલના ભાવમાં જે વધારો થઈ રહ્યો છે એમાં કેન્દ્ર સરકારનો કોઈ હાથ નથી તેમ જ પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટાડવાનું કેન્દ્ર સરકારના હાથમાં નથી એમ ગઈ કાલે કેન્દ્રીય પ્રધાન રવિશંકર પ્રસાદે જણાવ્યું હતું.

અમેરિકાએ ઈરાન પર મૂકેલા પ્રતિબંધને કારણે પેટ્રોલ-ડીઝલના ભાવનો પ્રfન ઉપસ્થિત થયો છે એમ જણાવતાં રવિશંકર પ્રસાદે કહ્યું હતું કે ‘ભારતને ક્રૂડ ઑઇલ આયાત કરવું પડે છે અને વર્લ્ડ માર્કેટમાં ક્રૂડ ઑઇલની હાલમાં અછત સર્જાઈ છે. તેલ-ઉત્પાદક દેશોના સમૂહ ઓપેકે ઉત્પાદનમર્યાદા ઘટાડી છે. ઑઇલના ભાવ કેન્દ્ર સરકાર નક્કી નથી કરતી તેમ જ પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો ઓછો કરવો એ સરકારના હાથમાં નથી.’

વાયદાઓ પૂરા કરી શક્યા નથી નરેન્દ્ર મોદી : રાહુલ ગાંધી

વિરોધ પક્ષના નેતાઓ સાથે પેટ્રોલ-ડીઝલ-ગૅસની વધતી જતી કિંમતો પર ધરણાં કરી રહેલા કૉન્ગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું હતું કે ૨૦૧૪માં મોદી જ્યાં પણ ગયા ત્યાં કોઈ ને કોઈ વાયદા કરતા આવ્યા છે, પરંતુ હવે તેઓ પોતાનું વચન પૂરું કરી શક્યા નથી.

૮૦ રૂપિયાની ઉપર ગયેલી પેટ્રોલની કિંમત માટે પણ તેમણે સરકારને દોષી ઠરાવી હતી.

ઈંધણની વધતી જતી કિંમત પર વડા પ્રધાન જવાબ કેમ નથી આપી રહ્યા એવો પ્રfન કરીને રાહુલ ગાંધીએ કહ્યું હતું કે વડા પ્રધાન કહે છે કે છેલ્લાં ચાર વર્ષમાં જે થયું છે એ વીતેલાં ૭૦ વર્ષોમાં નથી થયું; એ સાચી વાત છે, કેમ કે છેલ્લાં ૭૦ વર્ષમાં દેશની હાલત આટલી ખરાબ નહોતી.

વિરોધ પક્ષોની એકતા વિશે બોલતાં તેમણે કહ્યું હતું કે વિરોધ પક્ષો મળીને આગામી ચૂંટણીમાં BJP સરકારને હરાવશે.

રાજસ્થાન બાદ હવે આંધ્ર પ્રદેશે પેટ્રોલ-ડીઝલની કિંમત બે રૂપિયા ઘટાડી

રાજસ્થાન બાદ ગઈ કાલે આંધ્ર પ્રદેશ સરકારે પણ પેટ્રોલ અને ડીઝલની સતત વધતી જતી કિંમતોને ધ્યાનમાં રાખીને એના પરના વૅટમાં બે રૂપિયાનો કાપ મૂકવાની જાહેરાત કરી હતી. વૅટમાં બે રૂપિયાના કપાતને પગલે આંધ્ર પ્રદેશ સરકારની આવકમાં ૧૧૨૦ કરોડ રૂપિયાનો ઘટાડો થશે. વિરોધ પક્ષોએ પેટ્રોલ-ડીઝલની કિંમતમાં થઈ રહેલા વધારા સામે ભારત બંધનું એલાન કર્યાના માત્ર એક જ દિવસ પહેલાં રાજસ્થાન સરકારે આ પેટ્રોલ-ડીઝલ પરના વૅટમાં ચાર ટકાનો ઘટાડો કરતાં એની કિંમત પ્રતિ લીટર ૨.૨૫ રૂપિયા ઘટી હતી.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK