ઇન્ફેકશન કન્ટ્રોલમાં નહીં આવે ત્યાં સુધી વાજપેયીને રજા આપવામાં નહીં આવે

ભૂતપૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીની તબિયત સ્થિર હોવાનું હૉસ્પિટલે ગઈ કાલે જણાવ્યું હતું.

vajpayee

યુરિનરી ટ્રૅક્ટ ઈન્ફેક્શન, શ્વાસનળીમાં ઇન્ફેક્શન અને કિડની બાબતની વ્યાધિને લઈ સોમવારે દિલ્હીની એઇમ્સમાં ઍડ્મિટ કરવામાં આવેલા ભૂતપૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીની તબિયત સ્થિર હોવાનું હૉસ્પિટલે ગઈ કાલે જણાવ્યું હતું.

એક નિવેદનમાં એઇમ્સે કહ્યું હતું કે ‘તેમની તબિયત સ્થિર છે અને તેમના પર સારવારની અસર થઈ રહી છે. તેમને ઈન્જેક્ટેબલ ઍન્ટિબાયોટિક્સ આપવામાં આવી રહ્યાં છે. ઇન્ફેક્શન જ્યાં સુધી ક્ન્ટ્રોલમાં નહીં આવે ત્યાં સુધી તેમને હૉસ્પિટલમાં રાખવામાં આવશે. તેમને કાર્ડિયો-થૉરૅસિક ICUમાં રાખવામાં આવ્યા છે.’

vajpayee1

વાજપેયીને ગઈ કાલે ડાયાલિલિસ પર મૂકવામાં આવ્યા હતા. તેમને જે ICUમાં રાખવામાં આવ્યા છે એ પહેલે માળે છે અને એ માળ સિક્યૉરિટી એજન્સીએ કૉર્ડન કરી લીધો છે. આ માળ પરના અન્ય પેશન્ટોનાં રિલેટિવ્સની તપાસ કર્યા બાદ જ તેમને એન્ટ્રી આપવામાં આવી રહી છે.

દિલ્હી BJP યુવા મોરચાએ વાજપેયીની તબિયત જલદી સારી થાય અને તેમને લાંબી ઉંમર મળે એ માટે એઇમ્સના ગેટ પાસે હવન પણ કર્યો હતો.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy