રાજીવ ગાંધીની જેમ નરેન્દ્ર મોદીને પણ ખતમ કરવાનું કાવતરું ઘડાઈ રહ્યું હતું

કાશ્મીરી આતંકવાદીઓની મદદ લઈને નક્સલવાદીઓ દ્વારા દેશની સરકારને પાડવાનો પ્લાન ઘડવાનો આરોપ, ભીમા-કોરેગાવમાં હિંસા ભડકાવવા માટે પાંચ લાખ રૂપિયા આપવામાં આવ્યા હોવાનો દાવો

modi1

રાજીવ ગાંધીની જેમ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની હત્યા કરવાનો તેમ જ કાશ્મીરી આતંકવાદીઓની મદદ લઈને દેશમાં અસ્થિરતા ફેલાવવાના નક્સલવાદીના ષડ્યંત્રનો પુરાવા સહિત પર્દાફાશ કરતાં પાંચ ડાબેરી ઍક્ટિવિસ્ટની ધરપકડનો ખુલાસો પ્રચાર અને પ્રસારમાધ્યમો દ્વારા ઍડિશનલ ડિરેક્ટર જનરલ (ADG) (કાયદો અને વ્યવસ્થા) પરમવીર સિંહે કર્યો હતો. દેશભરમાં વિવિધ ઠેકાણે નક્સલવાદીઓના થિન્ક ટૅન્કનાં ઘરોમાં પાડવામાં આવેલી રેઇડ દરમ્યાન હજારો દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા હતા. દેશની કાયદો-વ્યવસ્થાની યંત્રણાને ભાંગી નાખવાનો નક્સલવાદીનો મનસૂબો પૂરો કરવામાં સાથ આપનાર અને ધરપકડ કરાયેલા તેલુગુ લેખક અને કવિ વરવરા રાવ, સુધા ભારદ્વાજ, અરુણ ફરેરા, ગૌતમ નવલખા, વેરનોન ગૉન્ઝાલ્વિસ નક્સલવાદીઓ સાથે સંબંધ ધરાવતા હતા એવું સિદ્ધ કરતા પુરાવા તેમણે રજૂ કર્યા હતા.

આઠમી જાન્યુઆરીએ તપાસ શરૂ કરવામાં આવી હતી અને છઠ્ઠી માર્ચે આ કેસમાં સુરેન્દ્ર ગાડગિલ અને હ્યુમન રાઇટ ઍક્ટિવિસ્ટ રોના વિલ્સનનું નામ જોડાયું હતું. ૧૭ એપ્રિલે દિલ્હીમાં રોના વિલ્સન, નાગપુરમાં સુરેન્દ્ર ગાડગિલ અને મુંબઈમાં સુધીર ઢવળેનાં છ ઠેકાણે રેઇડ પાડવામાં આવી હતી. આ બધા પાસેથી મળેલા પુરાવાના આધારે દેશ વિરુદ્ધ કાવતરું રચવામાં આવી રહ્યું હોવાનું સ્પષ્ટ થયું હતું એમ જણાવીને ADG પરમવીર સિંહે કહ્યું હતું કે ‘એ ઉપરાંત ધરપકડ કરાયેલા પાંચેય જણ કાશ્મીર અને મણિપુરના નક્સલવાદી સાથે સંબંધ ધરાવતા હોવાની માહિતી પણ સામે આવી હતી. નક્સલવાદી કાર્યવાહી માટે તેમને અનેક ઠેકાણેથી પૈસા પૂરા પાડવામાં આવતા હતા. ફરાર નક્સલવાદી મિલિંદ તેલતુંબડે અને રોના વિલ્સન વચ્ચે થયેલા પત્રવ્યવહાર તેમ જ નક્સલવાદી કાર્યવાહીને ટેકો આપતા હજારો પત્ર પોલીસને મળ્યા હતા.’

મોદીની હત્યાનો પ્લાન


રોના વિલ્સન અને નક્સલવાદી નેતા વચ્ચે લખાયેલી ઈ-મેઇલમાં રાજીવ ગાંધીની જેમ જ નરેન્દ્ર મોદીનો અંત લાવવાની ચર્ચા કરવામાં આવી હતી અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીની હત્યા કરવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. ઓવરગ્રાઉન્ડ અને અન્ડરગ્રાઉન્ડ નક્સલવાદીઓ વચ્ચે થયેલા પત્રવ્યવહારના હજારો પત્ર પોલીસને મળ્યા હોવાનું જણાવતાં પરમવીર સિંહે કહ્યું હતું કે ‘રોના વિલ્સને કૉમરેડ પ્રકાશને પત્રમાં લખ્યું હતું કે અરુણ ફરેરા અને વેરનોન ગૉન્ઝાલ્વિસ શહેરી વિસ્તારના ઍક્ટિવિસ્ટો પર પણ એકસમાન ધ્યાન આપી રહ્યા છે. એ ઉપરાંત ગ્રેનેડ-લૉન્ચર માટે વાર્ષિક આઠ કરોડ રૂપિયાની જરૂર છે. મોદીનો અંત લાવવા માટે કૉમરેડ કિસન અને અન્ય કેટલાક કૉમરેડોએ નક્કર પગલું લેવા સંદર્ભે ભાર મૂક્યો હતો અને એ માટે રાજીવ ગાંધી સમાન મોદીનો અંત લાવવા માટેનો વિચાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.’

modi

બ્રાહ્મણ વિરુદ્ધ દલિતોને ભડકાવવાનો ઉલ્લેખ

ભીમા-કોરગાવ હિંસામાં મહત્વની ભૂમિકા બજાવતી એલ્ગાર પરિષદ સફળ થઈ હોવાનો ઉલ્લેખ રોના વિલ્સને નક્સલવાદી મિલિંદ તેલતુંબડેને લખેલા પત્રમાં કર્યો હતો. એ ઉપરાંત ભીમા-કોરેગાવ હિંસા માટે પાંચ લાખ રૂપિયા આપવામાં આવ્યા હોવાનો ઉલ્લેખ પણ એમાં હતો તેમ જ BJP અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું જે રાજ્યોમાં જોર હોય ત્યાં આંદોલન વધુ ઉગ્ર બનાવવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. BJPની તાકાત ઘટાડવા માટે બ્રાહ્મણ વિરુદ્ધ દલિતોનું આંદોલન ભડકાવવાનો ઉલ્લેખ પણ આ પત્રોમાં કરવામાં આવ્યો હતો.

કાર્યવાહીનું વિડિયો-રેકૉર્ડિંગ

ભીમા-કોરેગાવની હિંસા માટે જવાબદાર માનવામાં આવતું ભડકાવનારું ભાષણ ૨૦૧૭ની ૩૧ ડિસેમ્બરે વાઇરલ થયા બાદ ૮ જાન્યુઆરીએ કેસ નોંધવામાં આવ્યો હતો. આ ભાષણનું વિતરણ કરનારા મોટા ભાગના આરોપીઓ કબીર કલા મંચ સાથે સંકળાયેલા હતા. તપાસ દરમ્યાન મળેલા પુરાવાને આધારે દેશભરના વિવિધ ઍક્ટિવિસ્ટોની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસ દ્વારા પાર પાડવામાં આવેલી રેઇડની કાર્યવાહીનું વિડિયો-રેકૉર્ડિંગ અને પંચનામું કરવામાં આવ્યું હતું. જપ્ત કરવામાં આવેલા દરેક પુરાવા ફૉરેન્સિક લૅબમાં મોકલવામાં આવ્યા છે તેમ જ કેટલાંક કમ્પ્યુટર પણ કબજે કરીને એની માહિતી ડીકોડ કરવામાં આવી હતી.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK