અમિત શાહની ધમકી સામે મમતાએ ઝૂકવું પડ્યું

આસામમાં નૅશનલ રજિસ્ટર ઑફ સિટિઝન્સ (NRC)નો ફાઇનલ ડ્રાફ્ટ બહાર પાડવામાં આવ્યા પછી પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન અને TMCનાં પ્રમુખ મમતા બૅનરજી તેમ જ BJPના પ્રમુખ અમિત શાહ બન્ને સક્રિય થઈ ગયાં છે.

amit shah

TMCનાં પ્રમુખ મમતા બૅનરજી BJP વિરોધી વિપક્ષી મોરચો બનાવવા દિલ્હીમાં પહોંચ્યાં છે અને BJPએ પશ્ચિમ બંગાળમાં પક્ષની પકડ મજબૂત બનાવવાની ઝુંબેશ શરૂ કરી છે. ૧૧ ઑગસ્ટે અમિત શાહના પ્રવાસ ઉપરાંત ગૃહપ્રધાન રાજનાથ સિંહ પણ રાજ્યનો પ્રવાસ કરવાના છે. જોકે ૧૧ ઑગસ્ટે અમિત શાહ ત્યાં જાહેર સભા યોજશે અને અને એ માટે પોલીસની પરવાનગી પણ મળી ગઈ છે.

અમિત શાહે પશ્ચિમ બંગાળમાં ધરપકડ વહોરી લેવાની ધમકી આપતા ત્યાંની પોલીસે અંતે રૅલી માટે પરમિશન આપી હતી.

હું વડા પ્રધાનપદની સ્પર્ધામાં નથી : મમતા

પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન કહે છે કે NRC બાબતે આંતરવિગ્રહની વાત મેં કહી જ નથી : દિલ્હીમાં તેઓે રાજનાથ સિંહ, સોનિયા, રાહુલ, અડવાણી, અહમદ પટેલ, કીર્તિ આઝાદ અને રામગોપાલ યાદવને મળ્યાં

પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન અને TMCનાં પ્રમુખ મમતા બૅનરજી ગઈ કાલે દિલ્હીમાં ગૃહપ્રધાન રાજનાથ સિંહ, કૉન્ગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધી, સોનિયા ગાંધી, અહમદ પટેલ, ગુલામ નબી આઝાદ, સમાજવાદી પાર્ટીના નેતા રામ ગોપાલ યાદવ, BJPના નેતા લાલ કૃષ્ણ અડવાણી. અરવિંદ કેજરીવાલ તેમ જ BJPમાંથી સસ્પેન્ડ કરવામાં આવેલા કીર્તિ આઝાદને મળ્યાં હતાં. ગઈ કાલે મમતા બૅનરજીએ કૉન્ગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધી અને UPAનાં અધ્યક્ષા સોનિયા ગાંધીને તેમના ઘરે મળીને આસામમાં નૅશનલ રજિસ્ટર ઑફ સિટિઝન્સ (NRC) સંબંધી પ્રશ્નો અને ૨૦૧૯ની લોકસભાની ચૂંટણી વિશે ચર્ચા કરી હતી.

એ મુલાકાત વિશે મમતા બૅનરજીએ જણાવ્યું હતું કે ‘સોનિયા ગાંધી સાથે મારા જૂના સંબંધો છે. અમે ૨૦૧૯ની લોકસભાની ચૂંટણી સાથે લડવા વિશે ચર્ચા કરી હતી. હાલની રાજકીય સ્થિતિ, ભવિષ્યના ગઠબંધન અને NRCના વિષયો પર ચર્ચા કરી હતી. NRC બાબતે આંતરવિગ્રહની વાત મેં કહી જ નથી. મને NRCમાંથી બાકાત રાખવામાં આવેલા ૪૦ લાખ લોકોની ચિંતા છે. ૨૦૧૯માં સત્તા પર ન આવવાની ખાતરી હોવાથી NRC રાજકીય ભવિષ્ય બાબતે ચિંતિત છે.’

મમતા બૅનરજીએ સંસદભવનમાં BJPના કાર્યાલયમાં પક્ષના નેતા લાલ કૃષ્ણ અડવાણી સાથે ૨૦ મિનિટ ચર્ચા કરી હતી. મમતાએ એ મુલાકાતને શિષ્ટાચાર મુલાકાત ગણાવી હતી. BJPમાંથી સસ્પેન્ડ કરવામાં આવેલા નેતા કીર્તિ આઝાદ સંસદભવનના TMCના કાર્યાલયમાં મમતા બૅનરજીને મળ્યા હતા. મમતા બૅનરજી કૉન્ગ્રેસના નેતાઓ ગુલામ નબી આઝાદ અને અહમદ પટેલ તથા સમાજવાદી પાર્ટીના નેતા રામ ગોપાલ યાદવને પણ મળ્યાં હતાં. કીર્તિ આઝાદે વિપક્ષને એકજૂટ બનાવવાના મમતા બૅનરજીના પ્રયાસો પ્રશંસનીય હોવાનું જણાવ્યું હતું. દિલ્હીની મુલાકાત દરમ્યાન તેઓ ૧૪ વિરોધ પક્ષોને મળે એવી શક્યતા છે.

શનિવારે કૉન્ગ્રેસ કારોબારીની બેઠક


શનિવારે કૉન્ગ્રેસની કારોબારીની બેઠકમાં નૅશનલ રજિસ્ટર ઑફ સિટિઝન્સ (NRC) અને રાફેલ ફાઇટર જેટ સોદા વિશે પક્ષનો ભાવિ વ્યૂહ નિર્ધારિત કરવામાં આવશે. કૉન્ગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધીએ શનિવારે પક્ષની કારોબારીની બેઠક યોજી છે. કૉન્ગ્રેસની કારોબારી પક્ષનું સર્વોચ્ચ નીતિનિર્ણાયક તંત્ર છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK