કાર ૫૦ ફુટ ઊંડા ખાડામાં પડી તોય કોઈને કંઈ ન થયું

મુંબઈથી કન્નૌજ તરફ ફુલ સ્પીડમાં જતી કાર આગરા પાસે સર્વિસ લેનમાંથી પસાર થતાં પચાસ ફુટ ઊંડા ખાડામાં પડી હતી.

car

આગરા-લખનઉ એક્સપ્રેસવે પર વાજિદપુર બ્રિજની નજીકની સર્વિસ લેનની નીચેની જમીન બેસી જતાં ખાડો પડ્યો હતો. જોકે કાર સહેજ પણ આડીઅવળી થયા વગર યથાવત સ્થિતિમાં સીધી નીચે જતી રહી હતી. એથી એમાં બેઠેલા ચાર જણ સુરક્ષિત રહ્યા હતા. મુંબઈથી કારખરીદીને આવતા હતા ત્યારે નેટવર્ક બંધ થતાં ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ (GPS) નિષ્ક્રિય થઈ ગઈ હતી. રસ્તાથી અજાણ્યા હોવાથી એ લોકો GPS પર આધાર રાખતા હતા. GPS નિષ્ક્રિય થવાને કારણે કાર સર્વિસ લેન પર ગઈ હતી. કાર ફુલ સ્પીડમાં હોવાથી સર્વિસ લેન પરનો ખાડો દેખાયો નહોતો, પરંતુ આગળ ખાડો હોવાની શંકા જતાં ડ્રાઇવર બ્રેક મારે એ પહેલાં કાર ખાડામાં પડી હતી. આસપાસના લોકોને ખબર મળતાં ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. પોલીસને જાણ કરવામાં આવી હતી. સ્થાનિક રહેવાસીઓની મદદથી કારના પ્રવાસીઓને બહાર કાઢવામાં આવ્યા હતા. ઘટના નજરે જોનારા લોકોનું કહેવું છે કે કાર સહેજ પણ વાંકી હોત તો એમાં બેઠેલા લોકોનું બચવું મુશ્કેલ હતું.   

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK