કાશ્મીરના પથ્થરબાજો એકાએક ગાયબ થઈ ગયા

રાજ્યના પોલીસચીફ કહે છે કે પથ્થરબાજીની ઘટનાઓમાં લગભગ ૯૦ ટકા ઘટાડો થયો છે

stone pelters


કાશ્મીરમાં પથ્થરબાજીની ઘટનામાં લગભગ ૯૦ ટકાનો ઘટાડો થયો છે. રાજ્ય પોલીસના ચીફે ગઈ કાલે જણાવ્યું હતું કે ‘આગલા વર્ષની સરખામણીએ આ વર્ષે પથ્થરબાજીની ઘટનાઓમાં ઘણો મોટો ઘટાડો નોંધાયો છે અને આનું પૂરું શ્રેય કાશ્મીરના લોકોને જાય છે, તેમના લીધે જ સ્થિતિમાં સુધારો જોવા મળ્યો છે. આ સુધારા માટે માત્ર નૅશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ના દરોડા જ નહીં, નોટબંધી અને ટોચના આતંકવાદી કમાન્ડરો વિરુદ્ધ કરવામાં આવેલી કાર્યવાહી જેવાં અન્ય કારણો પણ જવાબદાર છે.’

બીજું શું-શું કહ્યું...

ગયા વર્ષ સુધી કાશ્મીર ઘાટીમાં વર્ષના ચાલીસથી પચાસ દિવસ પથ્થરબાજીની ઘટનાઓ થવી એ સામાન્ય બાબત હતી. ગયા વર્ષની તુલનાએ આ વર્ષે પથ્થરબાજીની ઘટનામાં ૯૦ ટકાનો ઘટાડો નોંધાયો છે. આ ઘટાડો નોંધપાત્ર છે. આ વર્ષે અનેક સપ્તાહ એવાં પણ રહ્યાં છે જેમાં પથ્થરબાજીની એક પણ ઘટના નોંધાઈ નથી, જ્યારે ગયા વર્ષે એવા પણ દિવસો હતા જ્યારે એક જ દિવસમાં આવી પચાસ ઘટનાઓ નોંધાઈ હોય. આ વર્ષે લોકોના મૂડમાં ઘણો મોટો બદલાવ જોવા મળ્યો છે.

આ ઘટનાઓ પરથી સમજી શકાય છે કે કાશ્મીરમાં પરિસ્થિતિ ઘણી ઝડપથી બદલાઈ રહી છે. ઘણી વખત પૂરા દિવસમાં તો ઘણી વાર પૂરા સપ્તાહમાં પથ્થરબાજીની એક પણ ઘટના નોંધાતી નથી. કાયદો અને વ્યવસ્થા સુધરી રહ્યાં છે અને અહીં રહેનારા લોકોને આ સંદર્ભે પર્યાપ્ત જાણકારી છે.

શુક્રવારે પણ આવી ઘટનાઓમાં ઘટાડો નોંધાયો છે. આગલા વર્ષે શુક્રવારના દિવસોમાં ઘણી વખત ચાલીસથી પચાસ પથ્થરબાજીની ઘટનાઓ નોંધાતી હતી. જોકે હવે એમ નથી.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy