પતિ સાથેની બધી જવાબદારીઓ નિભાવીને હું સ્કૂલના જૂના ફ્રેન્ડ સાથે સંબંધો રાખું તો એ ખોટું કેમ ગણાય?

 

 

મારી ઉંમર ૩૯ વરસ છે. તેર વરસની એક દીકરી છે. હું જસ્ટ ૨૧ વરસની હતી ત્યારે મારાં અરેન્જ્ડ મૅરેજ થઈ ચૂકેલાં. સગાઈ તો એ પહેલેથી થઈ ચૂકેલી. કૉલેજમાં મને એક છોકરો પસંદ આવેલો

women-reliation(સવાલ સેજલને - સેજલ પટેલ)

સવાલ : મારી ઉંમર ૩૯ વરસ છે. તેર વરસની એક દીકરી છે. હું જસ્ટ ૨૧ વરસની હતી ત્યારે મારાં અરેન્જ્ડ મૅરેજ થઈ ચૂકેલાં. સગાઈ તો એ પહેલેથી થઈ ચૂકેલી. કૉલેજમાં મને એક છોકરો પસંદ આવેલો, પણ ઑલરેડી ગોળધાણા ખવાઈ ચૂકેલા એટલે વાત આગળ ન વધી. તે પણ મને પસંદ કરતો હતો એવી પાછળથી ખબર પડી. તે છોકરો તો ભણીગણીને મોટો વકીલ બની ગયો ને અત્યારે તે ખૂબ અમીર પણ છે. મારા હસબન્ડ પણ સારું કમાય છે, પણ નોકરિયાત માણસ હંમેશાં આર્થિક રીતે થોડીક તંગી અને અસલામતીમાં જ રહે.

મારો એ સ્કૂલનો વકીલ ફ્રેન્ડ છેલ્લાં પાંચ વરસથી મને મળ્યો છે. પહેલાં તો એક કેસ માટે થઈને મળવાનું થયેલું, પણ પછીથી એમ જ મળવાનું શરૂ થયું. હસબન્ડને થોડીક હેલ્પના નામે મેં નોકરી કરવાનું શરૂ કરેલું. એ પણ આ વકીલને ત્યાં જ. એનાથી રોજ મળવાનું થતું ને જોઈએ ત્યારે પ્રાઇવસી પણ મળી જતી. ખબર નહીં કેમ પણ લગ્નનાં આટલાં વષોર્માં ક્યારેય નહોતું મળ્યું એ સુખ મને મારા આ મિત્ર તરફથી મળ્યું છે. તન, મન અને ધન ત્રણેયથી હું સુખી છું. મારા જેઠને આ વિશે ખબર પડી ગઈ છે ને એટલે તેઓ મને ધમકાવે છે કે નોકરી છોડીને ઘરભેગી થઈ જા, નહીંતર ઘરમાં બધાને કહી દઈશ.

મેં ઘણી વાર વિચાર્યું કે જો ઘરમાં બધાને ખબર પડી જશે તો શું થશે? સાચું કહું બહેન, દિલને પૂછું તો એવો જવાબ મળે છે કે ઘરવાળાઓને ખબર પડી જાય ને મને ઘરથી કાઢી મૂકે તો પણ હું ફ્રેન્ડને તો નહીં જ છોડું. છતાં મારા જેઠ કહે છે કે પારકા પુરુષને પોતાનો કરવાની ભૂલ કરનારી સ્ત્રી કદી સુખી નથી થતી. આ વાત મને ડંખે છે, શું બે વ્યક્તિઓ કોઈ જ અપેક્ષા વિના એકમેકને સુખ આપતી હોય તો એવા સંબંધોને સમાજ શા માટે ખોટો ગણતી હશે? હું મારા પતિ અને પરિવારની તમામ જવાબદારીઓ નિભાવું છું તો મને ખોટી કેમ ગણવામાં આવે? મને ખબર છે તમે પણ કદાચ મને ખોટી જ કહેશો, પણ ન્યાય શું છે?

- ગિરગામ

જવાબ : જીવનમાં કેટલીક બાબતોમાં બ્લૅક ઍન્ડ વાઇટની જેમ સાચું કે ખોટું જુદું તારવી શકાતું નથી. માણસની ઇચ્છાઓ, મન કંઈક બીજું કહે ને સમાજનાં મૂલ્યો, બુદ્ધિ અને તર્ક કંઈક અલગ કહેતાં હોય એવું ઘણી વાર બને છે.

હું માનું છું કે કોઈ પણ વ્યક્તિ એવું જ વર્તન કરે છે જેને તે પોતે સાચું માનતી હોય. ચોર ચોરી કરે છે, કેમ કે ચોરી કરવાને તે ખોટું નથી માનતો. એમ તમે તમારા જૂના મિત્ર સાથે સંબંધો રાખો છો, કેમ કે એમ કરવાને તમે ખોટું નથી માનતા. સમસ્યા ત્યાં આવે છે કે ક્યારેક આપણે જેને ખોટું નથી માનતા એને સમાજ, નૈતિકતા સાચી નથી માનતી. આને કારણે આંતરિક અને બાહ્ય ટકરાવો ઊભા થાય છે અને આ વિરોધાભાસને કારણે માનસિક શાંતિ જોખમાય છે. તમને લગ્નેતર સંબંધો રાખવામાં કંઈ ખોટું નથી લાગતું, કેમ કે તમે લગ્નની જવાબદારીઓને પણ સારી રીતે નિભાવો છો, પરંતુ એ છતાં તમને માનસિક શાંતિ નથી મળતી. પોતાની માનસિક શાંતિ માટે દરેક વ્યક્તિએ બેમાંથી એક ચીજ કરવી રહે છે. કાં તો સમાજ સાચો છે એમ માનીને પોતાના મનને સમજાવવું પડે ને કાં પોતે સાચા છે એમ માનીને પોતાની મનમાની કરવી પડે. મનમાની કરવાથી તમને ભાવતું મળી જશે, પણ એને કારણે સમાજરૂપી તળાવમાં જે વમળો ઊભાં થાય એનો સામનો કરવાથી બચી નહીં શકાય. સમાજને સાચો માનીને એને સ્વીકાર્ય કરશો તો પછી દિલને કાબૂમાં રાખવું પડશે.

ચૉઇસ ઇઝ યૉર્સ.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK