રાજસ્થાનમાં સાત વર્ષની બાળકી પર રેપ કર્યા બાદ હત્યા

રાજસ્થાનના ઝાલાવાડ જિલ્લામાં સાત વર્ષની વયની બાળકી પર બળાત્કાર કરીને તેની હત્યા કરવામાં આવી છે.

rape

પોલીસે જણાવ્યા મુજબ ઝાલાવાડના કામખેડામાં શુક્રવારે ગુરુપૂર્ણિમાના એક કાર્યક્રમમાંથી પાછા ફરતી વખતે આ બાળકી ખોવાઈ ગઈ હતી. ત્યાર બાદ બીજા દિવસે એટલે કે શનિવારે સાંજે તેના ઘરથી ૨૦૦ મીટરના અંતરે તેનો મૃતદેહ મળ્યો હતો. બાળકી પર બળાત્કાર કરી તેની હત્યા કર્યા બાદ આરોપી તેના મૃતદેહને ઘરથી થોડા અંતરે ફેંકીને પલાયન થઈ ગયો હતો.

ઝાલાવાડમાં પાંચ મહિનામાં સગીર બાળકી પર બળાત્કારની આ બીજી ઘટના છે. આ અગાઉ ફેબ્રુઆરી મહિનામાં એક બાળકીનું તેના ઘરની બહારથી જ અપહરણ કરીને તેના પર બળાત્કાર કરવામાં આવ્યો હતો અને પછી તેની હત્યા કરીને શબને ખેતરમાં ફેંકી દેવામાં આવ્યું હતું.

બિહારના શેલ્ટર હોમમાં બળાત્કાર કેસમાં CBIએ નોંધ્યો કેસ

બિહારના મુઝફ્ફરપુરના શેલ્ટર હોમમાં છોકરીઓ પર બળાત્કારની ઘટનામાં CBIએ કેસ દાખલ કરીને બાલિકાગૃહ, સાહુ રોડના અધિકારીઓ અને કર્મચારીઓને પણ આરોપી બનાવ્યા છે. FIR લખયાના બે મહિના પછી ડૉક્ટરોની એક ટુકડીએ શેલ્ટર હોમ પહોંચીને એક રૂમની તપાસ કરી હતી. આ ટુકડીએ ત્યાં ઉપયોગમાં લેવામાં આવેલી ૬૩ દવાઓ અને ડ્રગ્સનાં રૅપરની એક યાદી બનાવી છે જેનું પરીક્ષણ કરવામાં આવશે. નિષ્ણાતોએ શેલ્ટર હોમમાંથી બાળકીઓનાં કપડાં અને એક કમ્પ્યુટર પણ જપ્ત કર્યાં હતાં. મેડિકલ તપાસમાં લગભગ ૩૪ છોકરીઓ પર બળાત્કાર થયો હોવાનું સમર્થન કરવામાં આવ્યું છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK