૭ કલાક સુધી રાહુલ ગાંધીનો ૩૪ કિલોમીટર પગપાળા પ્રવાસ

કૉન્ગ્રેસપ્રમુખની કૈલાશ-માનસરોવરની યાત્રાના પુરાવા આપ્યા પાર્ટીએ

rahul

કૉન્ગ્રેસપ્રમુખ રાહુલ ગાંધીની કૈલાશયાત્રાના પુરાવા ગઈ કાલે કૉન્ગ્રેસે જાહેર કર્યા હતા. પાર્ટીએ રાહુલ ગાંધીનો કૈલાશ-માનસરોવરના પર્વત સામેનો એક ફોટો તેમ જ તેમની ફિટનેસ-વૉચના આંકડાઓ જાહેર કર્યા છે, જેમાં જણાવાયું છે કે કૈલાશ-માનસરોવર યાત્રા દરમ્યાન રાહુલ ગાંધી ૩૪.૩૧ કિલોમીટર ચાલ્યા હતા. થોડા દિવસ પહેલાં રાહુલ ગાંધીએ કૈલાશ-માનસરોવરના જે ફોટો શૅર કર્યા હતા એ સોશ્યલ મીડિયા પર બનાવટી ગણાવતા ટ્રેન્ડ થવા લાગ્યા હતા. રાહુલ ગાંધીના કૈલાશયાત્રાએ ગયા બાદ શુક્રવારે તેમનો પહેલો ફોટો જાહેર કરવામાં આવ્યો હતો, જેમાં તેઓ અન્ય યાત્રાળુઓ સાથે ફોટો ખેંચાવી રહ્યા હતા. રાહુલ ગાંધીની યાત્રાનો એક વિડિયો પણ જાહેર થયો હતો.

BJPના કેટલાક નેતાઓ દ્વારા રાહુલ ગાંધીની કૈલાશયાત્રા પર પ્રશ્ન ઉઠાવાતાં કૉન્ગ્રેસે એના ટ્વિટર-હૅન્ડલ પર રાહુલ ગાંધીના ફોટો સાથે તેમના પ્રવાસની વિગતો જાહેર કરી હતી.

રાહુલ ગાંધીએ પોતાના ટ્વિટર-હૅન્ડલ પર કૈલાશયાત્રાના ફોટો બાદ એક વિડિયો પણ શૅર કરતાં શિવ બ્રહ્માંડ છે એમ લખ્યું હતું. આ અગાઉ પ્રવાસના પોતાના આધ્યાત્મિક અનુભવો શૅર કરતાં તેમણે કહ્યું હતું કે ‘કૈલાશ-માનસરોવર તે જ વ્યક્તિ આવી શકે છે જેને એડું આવે છે. આ સૌભાગ્ય મેળવીને હું ખુશ છું.’

માનસરોવરની દિવ્યતાને વ્યક્ત કરતાં તેમણે સરકારને પણ ઇશારાઓમાં શિખામણ આપતાં લખ્યું હતું કે ‘માનસરોવરનું પાણી અત્યંત શાંત, સ્થિર અને કોમળ છે. એ માત્ર આપે જ છે, કંઈ લેતું નથી. આ પાણી કોઈ પણ પી શકે છે. અહીં નફરતને કોઈ સ્થાન નથી એટલે જ કદાચ ભારતમાં પાણીની પૂજા કરવામાં આવે છે.’

ઘરે-ઘરે ફરીને ભંડોળ એકઠું કરશે કૉન્ગ્રેસ

૨૦૧૯ની લોકસભાની ચૂંટણી અને ચાર રાજયોમાં આગામી વિધાનસભાની ચૂંટણીઓ માટે જરૂરી ભંડોળની વ્યવસ્થા કરવા કૉન્ગ્રેસે ઘરે-ઘરે પહોંચવાની યોજના ઘડી છે. આગામી દિવસોમાં પક્ષના કાર્યકર્તાઓ ઘરે-ઘરે જઈને મત અને દાનની માગણી કરશે. કૉન્ગ્રેસના વ્યૂહરચનાકારોનું માનવું છે કે પાર્ટીએ એ સ્વીકારવામાં નાનમ ન અનુભવવી જોઈએ કે એને કૉર્પોરેટ ગ્રુપકસ તરફથી સહાય નથી મળી રહી અને તેઓ સામાન્ય જનતાની મદદથી ચૂંટણી લડવા માગે છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK