લૉન્ચની માત્ર ૧૬ મિનિટ બાદ સ્પેસમાં હશે ત્રણ ઍસ્ટ્રોનૉટ

ભારતીયોને અંતરિક્ષમાં મોકલવાના મિશન પર સરકાર અને ઇસરો સક્રિય

isro

પાંચથી સાત દિવસ બાદ પૃથ્વી પર હેમખેમ ઉતારવામાં આïવશે: ૧૦,૦૦૦ કરોડ રૂપિયા ફાળવશે કેન્દ્ર : ઇસરોના સાયન્ટિસ્ટો કે ઍરફોર્સના જવાનોને આ મિશન માટે પસંદ કરવામાં આવશે

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ વર્ષના સ્વાતંત્ર્યદિને લાલ કિલ્લા પરથી આપેલા પ્રવચનમાં ૨૦૨૨ સુધીમાં ભારતના અવકાશયાત્રીઓને સ્વાવલંબી રીતે ઘડવામાં આવેલા અવકાશયાનમાં સ્પેસમાં મોકલવામાં આવશે એવી જાહેરાત કરી હતી અને એને પગલે કેન્દ્ર સરકાર અને ઇસરોએ ગઈ કાલે ‘ગગનયાન’ મિશનની જાહેરાત કરી હતી.

આ વિશે ઇસરોના ચૅરમૅન કે. સિવને ગઈ કાલે દિલ્હીમાં પત્રકારપરિષદને સંબોધતાં જણાવ્યું હતું કે ‘અવકાશમાં પાંચથી સાત દિવસના માનવ સહિતના ગગનયાન મિશનમાં ત્રણ ક્રૂ-મેમ્બર રહેશે. ગગનયાન ટેક-ઑફ પછી ૧૬ મિનિટમાં ભ્રમણકક્ષામાં પહોંચી જશે. યાન પૃથ્વી પર પાછું આવે ત્યારે ક્રૂ-મેમ્બર્સ ગુજરાતના દરિયાકિનારેથી થોડા અંતરે અરબી સમુદ્રમાં, બંગાળના અખાતમાં અથવા જમીન પર ઊતરે એવી શક્યતા છે. ગગનયાન ભારતના ૭૫મા સ્વાતંત્ર્યદિનના છ મહિના પૂર્વે GSLV Mk-III લૉન્ચ વેહિકલના માધ્યમથી લૉન્ચ કરવામાં આવશે.’

મિશન ગગનયાનની વિગતો આપતાં કે. સિવને પત્રકારોને જણાવ્યું હતું કે ‘અવકાશયાનને ૩૦૦થી ૪૦૦ કિલોમીટરની પૃથ્વીની નીચલી ભ્રમણકક્ષામાં મૂકવામાં આવશે. સમગ્ર મિશનનો ખર્ચ ૧૦,૦૦૦ કરોડ રૂપિયા કરતાં ઓછો અંદાજવામાં આવ્યો છે. માનવ સહિતના અન્ય સ્પેસ મિશન્સની સરખામણીમાં આ અંદાજિત ખર્ચ ઓછો છે. ક્રૂ-મેમ્બર્સમાં સમાવેશ માટે ઇસરોના વિજ્ઞાનીઓ અને ઍરફોર્સના જવાનોમાંથી પસંદગી કરવામાં આવશે. એ લોકો માઇક્રો ગ્રૅવિટી સહિત વિવિધ વિષયો પર પ્રયોગો પણ કરશે. ૧૯૮૪ના એપ્રિલ મહિનામાં રશિયાના સોયુઝ T-૧૧ સ્પેસ મિશનમાં સામેલ થયેલા પ્રથમ અવકાશયાત્રી રાકેશ શર્માનું પણ માર્ગદર્શન લેવામાં આવશે.’

માનવ સહિતનું અવકાશ મિશન હાથ ધરવામાં રશિયા, અમેરિકા અને ચીન પછી ભારતને ચોથું સ્થાન અપાવનારા ગગનયાન મિશનની માહિતી આપતાં કે. સિવને વધુમાં જણાવ્યું હતું કે ‘આ મિશનમાં ક્રૂ મૉડ્યુલ, સર્વિસ મૉડ્યુલ અને ઑર્બિટલ મૉડ્યુલ રહેશે. ક્રૂ મૉડ્યુલની ૩.૭ મીટર પહોળાઈ અને ૭ મીટર લંબાઈ રહેશે. ૭ ટનના મિશનને રૉકેટમાં લઈ જવામાં આવશે. ઇસરોએ આ મિશનના એન્જિનિયરિંગના પાસાને સક્ષમ કર્યું છે, પરંતુ બાયો-સાયન્સ ઇસરો માટે નવું ક્ષેત્ર હોવાથી અન્ય સંસ્થાઓના સહયોગની આવશ્યકતા રહે છે. એ માટે મિત્રદેશોની સ્પેસ એજન્સીઝની સાથે સહયોગની વિચારણા કરશે.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK