ભગવાન v/s ઇસ્લામ વચ્ચે હશે ૨૦૧૯ની લોકસભાની ચૂંટણી : સુરેન્દ્ર સિંહ

ઉત્તર પ્રદેશના BJPના વિધાનસભ્ય સુરેન્દ્ર સિંહનો બફાટ, એક સભામાં કહ્યું...

surendra

૨૦૧૯ની લોકસભાની ચૂંટણી ‘ઇસ્લામ વિરુદ્ધ ભગવાન’ના મુદ્દે લડાશે અને એ ચૂંટણી પાકિસ્તાન સામે ભારતની લડાઈ સમાન બનશે એવી BJPના ઉત્તર પ્રદેશના બૈરિયાના વિધાનસભ્યની ટિપ્પણીની કૉન્ગ્રેસ અને CBIએ સખત શબ્દોમાં ટીકા કરી છે. બન્ને પક્ષોએ BJPના વિધાનસભ્ય સુરેન્દ્ર સિંહની ટિપ્પણીને વખોડતાં જણાવ્યું હતું કે એ વિધાનો ભગવા પક્ષનું ચારિત્ર્ય તેમ જ શાસક પક્ષ ચૂંટણીના લાભો માટે વાતાવરણ કેવું દૂષિત કરે છે એ દર્શાવે છે. અગાઉ સુરેન્દ્ર સિંહે ઉન્નાવ રેપકેસના આરોપી વિધાનસભ્ય કુલદીપ સિંહ સેંગરનો બચાવ પણ કર્યો હતો.

સુરેન્દ્ર સિંહે ગુરુવારે રાતે ઉત્તર પ્રદેશના બલિયામાં જાહેર સભાને સંબોધતાં ૨૦૧૯ની ચૂંટણીના સંદર્ભમાં વિવાદાસ્પદ બયાનો આપ્યાં હતાં. બલિયાની જાહેર સભામાં સુરેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે ‘૨૦૧૯ની સાર્વત્રિક ચૂંટણી પાકિસ્તાન વિરુદ્ધ ભારત અને ઇસ્લામ વિરુદ્ધ ભગવાનની લડત બનશે. એ સ્થિતિમાં ઇસ્લામ જીતશે કે ભગવાન એ જનતા નક્કી કરશે. ચૂંટણીમાં અપ્રામાણિક પરિબળો જીતશે કે મોદીની નિષ્ઠાનો વિજય થશે એ તમારે, જનતાએ નક્કી કરવાનું છે.’

ભૂતકાળમાં અનેક વખત વિવાદાસ્પદ બયાનો માટે જાણીતા બનેલા સુરેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે ‘જો BJP કેન્દ્રમાં સત્તા જાળવી રાખવામાં સફળ થશે તો જનતા માટે એ આનંદનો અવસર બનશે. જો વિરોધ પક્ષો સરકાર રચવામાં સફળ થશે તો પાકિસ્તાનમાં ઢોલ-નગારાં-વાજાં વાગશે.’

સુરેન્દ્ર સિંહે અગાઉ એક વખત કહ્યું હતું કે ભારત એક વખત હિન્દુ રાષ્ટ્ર બન્યા પછી ફક્ત હિન્દુ સંસ્કૃતિને અપનાવનારા મુસ્લિમો ભારતમાં રહી શકશે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK