પૅસિવ યુથેનેસિયા વિશે શું કહે છે ડૉક્ટરો અને ઍડ્વોકેટ્સ

સુપ્રીમ કોર્ટે ગઈ કાલે સવારે આપેલો ઐતિહાસિક ચુકાદો કાબિલેદાદ છે. આપણા દેશમાં કેટલાય એવા દરદીઓ છે જેઓ નાઇલાજ બીમારીથી પીડાઈ રહ્યા છે અને સજાનું જીવન જીવી રહ્યા છે.


મમતા પડિયા

aabha


પૅસિવ યુથેનેસિયા બાબતે સુપ્રીમ કોર્ટનો નિર્ણય ઐતિહાસિક
- આભા સિંહ, ઍડ્વોકેટ

હૉસ્પિટલમાં વેન્ટિલેટર પર કે સિરિયસ કન્ડિશનમાં સારવાર લઈ રહેલા દરદીનું હૃદય ધબકતું રહે એ માટે તેના સ્નેહીજનની જમા પૂંજી ખર્ચાઈ જાય છે અને તેઓ પાયમાલ થઈ જાય છે. અંતમાં વ્યક્તિ તો રહેતી નથી અને મિલકત પણ ગુમાવી દેતા હોય છે. આજના યુગમાં સુપ્રીમ કોર્ટે આપેલા નિર્ણયની હકીકતમાં જરૂર હતી. આપણા સંવિધાનમાં જે રીતે ઇજ્જતથી જીવવાનો અધિકાર આપવામાં આવ્યો છે એ રીતે ઇજ્જતથી મૃત્યુ મેળવવાની રહી ગયેલી કચાશ સુપ્રીમ કોર્ટે આ નિર્ણય વડે પૂરી કરી છે. વ્યક્તિ લિવિંગ વિલ કરીને ભવિષ્યમાં ગંભીર મેડિકલ સ્થિતિમાંથી પસાર થાય તો ઇચ્છામૃત્યુ મેળવી શકે છે. જો આ વિલ ન હોય તો મેડિકલ બોર્ડ નિર્ણય લેશે. સુપ્રીમ કોર્ટે આપેલી માર્ગદર્શિકા અને શરતોના પગલે ઇચ્છામૃત્યુમાં કોઈ પ્રકારની છેતરપિંડીને અવકાશ નથી.

ujjwal

સુપ્રીમ કોર્ટના નિર્ણયનો દુરુપયોગ થવાની સંભાવના છે - ઉજ્જવલ નિકમ, ઍડ્વોકેટ

ઇચ્છામૃત્યુ માટે સુપ્રીમ કોર્ટે લીધેલો નિર્ણય ઠીક છે. ઇચ્છામૃત્યુ માટે આપવામાં આવેલા અધિકારનો દુરુપયોગ પણ થઈ શકે છે એ બાબતને નકારી શકાય નહીં. ઘણી વખત મિલકત માટે ખોટી રમતનો ભોગ કોઈ ન બને એ માટે સાવધાની રાખવી પડશે. બીજી તરફ તબીબી ક્ષેત્રે ઇચ્છામૃત્યુનો નિર્ણય ઘણો મહત્વનો છે. હું એક જ બાબત કહીશ કે સુપ્રીમ કોર્ટે આપેલા અધિકારને અમલમાં મૂકતાં પહેલાં સાવચેતી રાખવી પડશે.

majid


ઇજ્જત સાથે મૃત્યુને સુપ્રીમ કોર્ટે અધિકાર ગણ્યો એ મહત્વનું
- માજિદ મેમણ, ઍડ્વોકેટ

આપણા સંવિધાનનો રાઇટ ટુ લાઇફનો અધિકાર છેલ્લાં પચાસ વર્ષમાં કોર્ટે ઘણો વિસ્તૃત કર્યો છે. જેમ કે શ્રેષ્ઠ જીવન જીવવું, ખુશીથી અને ઇજ્જત સાથે જીવવું જેવાં પાસાંઓને આ અધિકારમાં સમાવી લેવામાં આવ્યાં છે.

એ જ રીતે ઇજ્જત સાથે મૃત્યુને સુપ્રીમ કોર્ટે અધિકાર તરીકેનું સ્થાન આપ્યું એ નિર્ણય ખરેખર સરાહનીય છે. આ અધિકારનો દુરુપયોગ ન થાય એ માટે ગાઇડલાઇન આપવામાં આવી છે. જોકે ધાર્મિક અને સૈદ્ધાંતિક માર્ગે ચાલનારા સમાજનો અમુક હિસ્સો સુપ્રીમ કોર્ટના નિર્ણયથી સંમત નથી. ભવિષ્યમાં આ નિર્ણયને પડકારવામાં આવે તો નવાઈ નહીં. આ ઐતિહાસિક નિર્ણયને આવકારવો જોઈએ.

preeti

નાઇલાજ દરદીને સન્માન સાથે વિદાય આપી શકાશે - પ્રીતિ ગડા, ઍડ્વોકેટ

મેડિકલની દૃષ્ટિએ જોતાં ડૉક્ટર કરતાં વધુ નાઇલાજ દરદીની ફૅમિલીને સુïપ્રીમ કોર્ટનો નિર્ણય આર્શીવાદ સમાન બનશે. ફૅમિલી તેમના સ્નેહીજનને સન્માન સાથે વિદાય આપી શકશે. વેજિટેટિવ સ્ટેટમાં હૉસ્પિટલમાં રહેલો દરદી મેડિકલી ડેડ હોય છે. આ સત્ય જાણવા છતાં ડૉક્ટર કે ફૅમિલી કંઈ કરી શકતા નહોતા, કારણ કે કોઈ વિકલ્પ જ નહોતો. અગાઉ કોર્ટ પ્રેગ્નન્સી ટર્મિનેટ કરવાની પરવાનગી આપતી નહોતી, પરંતુ સમય જતાં મહિલાની અને તેના ગર્ભમાં રહેલા બાળકની તબીબી પરિસ્થિતિને જાણીને ગર્ભપાત કરવાની પરવાનગી આપે છે. એ જ રીતે સુપ્રીમ કોર્ટે ઇચ્છામૃત્યુ માટે ખૂબ જ સારો નિર્ણય લીધો છે.

paresh

પરોક્ષ ઇચ્છામૃત્યુનો નિર્ણય સંપૂર્ણપણે સાચો છે - ડૉ. પરેશ દોશી, ન્યુરોસજ્ર્યન

સુપ્રીમ કોર્ટનો આ નિર્ણય સંપૂર્ણપણે સાચો છે. એક વ્યક્તિને પોતાનું લિવિંગ વિલ કરીને મૃત્યુની ઇચ્છા વ્યક્ત કરવાની છૂટ કોર્ટે આપી છે. અમે દરદીઓના એવા કિસ્સા જોયા છે જ્યાં તેઓ ફરી પાછા સ્વસ્થ નહીં થઈ શકે અને પરિવાર પણ આ બાબતથી અજાણ હોતો નથી. દરદી પાછો નહીં આવી શકે અને પરિણામ શૂન્ય મળવાનું છે એની જાણકારી હોવા છતાં સ્નેહીજનો પોતાનું બધું દાવ પર લગાવી દે છે. આ સ્થિતિમાં ડૉક્ટર અને પરિવાર બન્ને અટકી જતા હોય છે. સુપ્રીમ કોર્ટના નિર્ણય મુજબ આ પરિસ્થિતિને પહોંચી વળવા મેડિકલ બોર્ડની પરવાનગી લેવાની રહેશે.

avinash

ઇચ્છા મૃત્યુ અને લિવિંગ વિલ બાબતે સમાજમાં જાગૃતિ આવતાં વર્ષો વીતી જશે - ડૉ. અવિનાશ સૂપે, KEMના ડીન

સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવકાર્ય છે. છેલ્લાં કેટલાંક વર્ષોથી આ મુદ્દા પર ચર્ચા ચાલી રહી હતી. લિવિંગ વિલની આપણા સમાજમાં ખરેખર જરૂર હતી. સુપ્રીમ કોર્ટે ઇચ્છામૃત્યુ બાબતે કેટલીક શરતો લાદી છે જે ખરેખર વાજબી છે, નહીં તો આર્થિક કે મિલકતના ગેરવ્યવહાર માટે આ અધિકારનો દુરુપયોગ થઈ શકે છે. જોકે શરતોને પગલે ગેરવ્યવહારને અવકાશ નથી. આ નિર્ણય ઐતિહાસિક છે. અત્યારે હજી દેશનો મોટો હિસ્સો ઇચ્છામૃત્યુના મુદ્દાને સુપ્રીમ કોર્ટની શરતો સાથે સમજી નહીં શકે. લોકોમાં સમજ આવશે, પણ એના માટે આઠથી દસ વર્ષ વીતી જશે. અન્ય બાબતોની જેમ પૅસિવ યુથેનેસિયા બાબતે જાગૃતિ લાવવી પડશે.


Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK