વિપુલ અંબાણી સબ જાનતા હૈ

તેમની લોઅર પરેલની ઑફિસમાંથી મહત્વના ડૉક્યુમેન્ટ્સ જપ્ત કરીને દાવો કર્યો CBIએ: ફ્રૉડમાં ડાયરેક્ટ ઇન્વૉલ્વમેન્ટ અને નીરવ મોદી સાથેની સાઠગાંઠ સાબિત થતી હોવાની રજૂઆત

vipul

રાહુલ મહાજની

CBIએ નીરવ મોદીની ફાયરસ્ટાર ઇન્ટરનૅશનલ કંપનીના પ્રેસિડન્ટ (ફાઇનૅન્સ) વિપુલ અંબાણીની ઑફિસમાંથી મહત્વના દસ્તાવેજો જપ્ત કર્યા છે જેના આધારે PNB ફ્રૉડમાં તેની સંડોવણી પુરવાર થઈ છે. CBIના અધિકારીઓએ જણાવ્યું હતું કે ૧૧,૪૦૦ કરોડના મની-લૉન્ડરિંગ કૌભાંડની તપાસ હવે વિદેશમાં એટલે કે હૉન્ગકૉન્ગ, બેલ્જિયમ અને દુબઈમાં કરવામાં આવશે.

CBIના અધિકારીઓએ કહ્યું હતું કે ‘વિપુલ અંબાણીએ શરૂઆતમાં આ કેસમાં સંડોવણી ન હોવાની તેમ જ તેને આ વિશે કોઈ જાણકારી ન હોવાની રજૂઆત કરી હતી. અમને તેની વિરુદ્ધ નક્કર પુરાવાઓ ન સાંપડતાં તેની ધરપકડ કરવામાં નહોતી આવી.’

જોકે વિપુલ અંબાણીની લોઅર પરેલમાં પેનિન્સુલા બિઝનેસ પાર્કની ઑફિસની ઝડતી દરમ્યાન PNB દ્વારા ઇશ્યુ કરવામાં આવેલા LoUની અરજીઓ અને પહોંચ (રસીદ) મળી હતી. આ દસ્તાવેજો કૌભાંડમાં વિપુલ અંબાણીની સીધી સંડોવણી અને નીરવ મોદી સાથેની તેની સાઠગાંઠ પ્રતિ નિર્દેશ કરે છે. CBIના અધિકારીઓ આ દસ્તાવેજોના આધારે નીરવ મોદી અને બીજા આરોપીઓ સામે મજબૂત કેસ ઊભો કરવા માગે છે.

અધિકારીઓએ જણાવ્યું હતું કે ‘વિપુલ અંબાણી મે-૨૦૧૩થી નવેમ્બર-૨૦૧૭ દરમ્યાન નીરવ મોદીની કંપનીમાં ફાઇનૅન્સ ડિપાર્ટમેન્ટનો ચીફ હતો. વિપુલ અંબાણી PNBની બ્રૅડી હાઉસ બ્રાન્ચ તથા એની ઝોનલ, સર્કલ અને હેડઑફિસના તમામ બૅન્ક-અધિકારીઓ સાથે સંપર્કમાં હતો.’

CBIએ કહ્યું હતું કે ‘અમારી પ્રથમિકતા ભારતમાં દસ્તાવેજો એકઠા કરવાની છે. ત્યાર બાદ અમે હૉન્ગકૉન્ગ, બેલ્જિયમ અને દુબઈમાં તપાસ માટે ટીમ તૈયાર કરીશું. કોર્ટ અને ઉચ્ચ અધિકારીઓની પરવાનગી મળ્યા બાદ વિદેશની બૅન્કો અને અન્ય સંસ્થાઓમાંથી દસ્તાવેજો મેળવવા અમે કોર્ટમાંથી રોગેટરી લેટર (વિનંતી પત્ર) મેળવીશું. અત્યાર સુધીની અમારી તપાસ મુજબ નક્ષત્ર અને ગીતાંજલિ ગ્રુપના CFO કપિલ ખંડેલવાલ અને ત્રણ દોષી કંપનીઓના એક્ઝિક્યુટિવ અસિસ્ટન્ટ અને ઑથોરાઇઝ્ડ સિગ્નેટરી કવિતા મંકીકર આ કેસ સાથે સીધાં સંકળાયેલાં છે. કપિલ ખંડેલવાલ તો નીરવ મોદીના મામા અને પાર્ટનર મેહુલ ચોકસી સાથે સીધા સંપર્કમાં હતા અને તેઓ આ ફ્રૉડ કઈ રીતે થયો એની મહત્વની વિગતો પર પ્રકાશ પાડી શકે એમ છે. કવિતા મંકીકરની પૂછપરછમાં તે કોની પાસેથી સૂચનાઓ તેમ જ દસ્તાવેજો મેળવતી હતી એની માહિતી મળી શકે છે.’

આરોપીની પત્નીનો આક્રોશ : સામે આવશે તો નીરવ મોદીને ચંપલથી મારીશ

 ધરપકડ કરવામાં આવેલા આરોપી અર્જુન પાટીલની પત્ની સુજાતા પાટીલે મંગળવારે કોર્ટની બહાર પોતાનો આક્રોશ વ્યક્ત કરતાં કહ્યું હતું કે ‘નીરવ મોદી જો ભારત આવશે તો હું તેને ચંપલથી મારીશ. LoU માટે અરજી તૈયાર કરતો હોવાથી ફાયરસ્ટાર ગ્રુપના સિનિયર એક્ઝિક્યુટિવ અર્જુન પાટીલની ધરપકડ કરવામાં આવી હતી. અર્જુન પાટીલની પત્ની સુજાતાએ કહ્યું હતું કે ‘મારા પતિ માત્ર મહિને ૩૦,૦૦૦ રૂપિયાના પગારદાર હતા. તેમણે વેતન ઉપરાંત એક પૈસો વધારાનો નથી લીધો. માત્ર એ જ કર્યું છે જે કરવા તેમને કહેવામાં આવ્યું હતું. તેમણે કોઈ ગેરકાનૂની કામ નથી કર્યું. મેં તપાસકર્તા એજન્સીઓને કહ્યું હતું કે કૌભાંડમાં સંડોવાયેલાં મોટાં માથાંઓની ધરપકડ કરો, બળાત્કારીઓ અને હત્યારાઓ સમાજમાં ખુલ્લા ફરે છે અને મારા નિર્દોષ પતિની ધરપકડ કરવામાં આવી છે. CBIની ટીમે અમારા ઘરની તલાશી લીધી, પણ તેમને કંઈ નથી મળ્યું, કેમ કે અમારે કશું છુપાવવાનું નથી.’

અત્યારની ઘટનાઓને ટીવી-સિરિયલ સાથે સરખાવતાં સુજાતાએ CBI, નીરવ મોદી અને મીડિયાને આ માટે દોષી ઠરાવ્યાં હતાં.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK