હૅપી બૉમ્બને કારણે કોચીન ઍરપોર્ટ પર હાઇજૅકિંગનો હાઉ ઊભો થયો

જાણીતી મ્યુઝિક-ચૅનલના ઍન્કરને ગતકડું ભારે પડ્યું, પોલીસે તેની અટક કરી


jet airways



એક જાણીતી મ્યુઝિક-ચૅનલના ઍન્કરે કોચીન ઍરપોર્ટ પર ગઈ કાલે જેટ ઍરવેઝના પ્લેનનો હાઇજૅકિંગનો હાઉ ઊભો કરતાં તેને અને તેના મિત્રને તાબામાં લેવામાં આવ્યા હતા.

૧૭૦ પૅસેન્જરોને લઈને આ પ્લેન રવાના થાય એ પહેલાં મ્યુઝિક-ચૅનલનો ૨૬ વર્ષનો ઍન્કર ક્લિન્સ વર્ગીઝ મોબાઇલથી જેટ ઍરવેઝના પ્લેનનો વિડિયો ઉતારી રહ્યો હતો અને એવો મેસેજ લખ્યો હતો કે હું આ પ્લેનને ‘હૅપી બૉમ્બ’થી હાઇજૅક કરવાનો છું. આ મેસેજ તેણે પ્લેનની સીડીની પાસે લખ્યો હતો અને જેટ ઍરવેઝનો કર્મચારી આ જોઈ ગયો હતો. તેણે લાગતાવળગતા અધિકારીઓને એની જાણ કરી હતા. એને પગલે ઍન્કર અને તેના મિત્રને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. આ ઍન્કર ત્રિચી જિલ્લાનો વતની છે અને મુંબઈમાં રહે છે. તે એક મૅરેજમાં હાજરી આપવા કોચીન આવ્યો હતો. તરત જ તેને અને તેના મિત્રને પ્લેનમાંથી ઉતારી દેવામાં આવ્યા હતા. બન્નેના સામાનને ઝીણવટથી તપાસીને તેમને પોલીસને સોંપવામાં આવ્યા હતા.

પોલીસની પૂછપરછ દરમ્યાન ઍન્કરે કહ્યું હતું કે હું મુંબઈમાં મારા એક મિત્ર સાથે ફેસબુક-ચૅટ પર ખુશી વ્યક્ત કરી રહ્યો હતો.

ઍરપોર્ટના પ્રવક્તાએ જણાવ્યું હતું કે આ બનાવ બાદ તમામ ૧૭૦ મુસાફરો અને ક્રૂના સભ્યોને ઉતારીને પ્લેનની તપાસ કરવામાં આવી હતી. એને પગલે બપોરે ૧૨.૦૫ વાગ્યે ઉપડનારી ફ્લાઇટ સુરક્ષાનાં કારણોસર બે કલાક મોડી છેક ૨.૦૨ વાગ્યે ઊપડી હતી.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy