કાશ્મીરમાં ટ્રેઇનિંગ લઈ રહેલા ઍર ફોર્સના 2 કમાન્ડો ટેરરિસ્ટ સાથેના એન્કાઉન્ટરમાં શહીદ

લશ્કર-એ-તય્યબાના બે આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા
જમ્મુ-કાશ્મીરના બાંદીપોરા જિલ્લામાં સલામતી દળો સાથે આતંકવાદીઓના એન્કાઉન્ટરમાં ઍર ફોર્સના બે ગરુડ કમાન્ડો અને લશ્કર-એ-તય્યબાના બે આતંકવાદીઓ માર્યા ગયા હતા. ગઈ કાલે સલામતી દળોએ બાંદીપોરા જિલ્લાના હજીન વિસ્તારમાં આતંકવાદીઓની ઉપસ્થિતિની બાતમી મળતાં એ વિસ્તારમાં  કૉર્ડન અને સર્ચ-ઑપરેશન શરૂ કર્યું હતું. સર્ચ-ઑપરેશન દરમ્યાન આતંકવાદીઓએ સલામતી દળો પર ગોળીબાર કરવા માંડ્યો હતો.

તાલીમ અને અનુભવ માટે એ ઑપરેશનમાં જોડાયેલા ઍર ફોર્સના બે ગરુડ કમાન્ડો સાર્જન્ટ મિલિંદ કિશોર ખૈરનાર અને કૉર્પોરલ નીલેશકુમાર આતંકવાદીઓ સાથે ગોળીબારમાં ઘાયલ થયા હતા. ત્યાર પછી તે બન્ને હૉસ્પિટલમાં મૃત્યુ પામ્યા હતા. સાર્જન્ટ મિલિંદ મૂળ મહારાષ્ટ્રના ધુળે જિલ્લાનો રહેવાસી છે. સામસામા ગોળીબારમાં લશ્કર-એ-તય્યબાના આતંકવાદીઓ પાકિસ્તાની અલી ઉર્ફે અબુ માઝ અને કાશ્મીરનો સ્થાનિક નસરુલ્લા મીર માર્યા ગયા હતા. એ બે આતંકવાદીઓ સલામતી દળોના જવાનો અને નાગરિકોનો ભોગ લેનારા સંખ્યાબંધ આતંકવાદી હુમલાઓમાં સંડોવાયેલા હતા. પોલીસે એક પિસ્ટલ, એક હૅન્ડગ્રેનેડ, બે AK રાઇફલ, ૧૨ AK મૅગેઝિન્સ અને ૭૫ રાઉન્ડ એન્કાઉન્ટરના સ્થળેથી હસ્તગત કર્યા હતાં.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy