ઝિમ્બાબ્વેના રાષ્ટ્રપતિ અને તેમના પત્ની સેનાની હિરાસતમાં

પાટનગર હરારેના રસ્તા પર આર્મીનાં વાહનોનો ખડકલો, ઝિમ્બાબ્વેમાં પત્નીને પ્રમુખ બનાવવા માગતા રૉબર્ટ મુગાબેને લશ્કરે નજરકેદમાં પૂરી દીધા

zimbabwe


આફ્રિકન દેશ ઝિમ્બાબ્વે પર ગઈ કાલે આર્મીનો કન્ટ્રોલ આવી ગયો હતો, પણ લશ્કરે બળવો કર્યાનો ઇનકાર કર્યો હતો. એક લશ્કરી અફસરે સરકારી ટીવી પર પ્રમુખ રૉબર્ટ મુગાબેની નિકટના અપરાધીઓને ખતમ કરવાનો નિર્ધાર જાહેર કર્યો હતો. ઝિમ્બાબ્વેની રાજધાની હરારેમાં સંસદભવનની બહારના રસ્તા લશ્કરનાં વાહનોએ અવરોધી રાખ્યાં છે. લશ્કરે અવરોધો નાખવાની શરૂઆત કરતાં જ ૯૩ વર્ષના રૉબર્ટ મુગાબેની સત્તા પરની પકડ ઢીલી પડી ગઈ હતી.

ઝિમ્બાબ્વેના સૈન્યના વડા મેજર જનરલ સિબુસિસો મોયોએ સ્ટેટમેન્ટ વાંચતાં જણાવ્યું હતું કે ‘હું દેશવાસીઓને ખાતરી આપું છું કે આપણા દેશના પ્રમુખ અને તેમનો પરિવાર સલામત છે. તેમની સુરક્ષાની અમે બાંયધરી આપીએ છીએ. અમે ફક્ત પ્રમુખની આસપાસના અપરાધીઓને નિશાન બનાવીએ છીએ. અમારું એ મિશન પૂરું થતાંની સાથે પરિસ્થિતિ રાબેતા મુજબની થવા માંડશે. લશ્કરે સત્તા હસ્તગત કરી લીધી નથી.’

ઝિમ્બાબ્વેને ૧૯૮૦માં બ્રિટનથી આઝાદી મળી ત્યારથી એ આફ્રિકન રાષ્ટ્રમાં રૉબર્ટ મુગાબે શાસન કરે છે. લશ્કરી દળો રૉબર્ટ મુગાબેને લાંબા વખતથી એકહથ્થુ-સરમુખત્યારી શાસન ચલાવવામાં મદદરૂપ રહ્યા છે, પરંતુ કેટલીક વખતથી સૈન્ય અને મુગાબે વચ્ચેની તંગદિલીની અસરરૂપે દેશની જનતામાં પણ રોષ ભભૂકી ઊઠ્યો હતો. તેમને તેમના નિવાસસ્થાને નજરકેદમાં રાખ્યા હોવાનું કહેવાય છે.


તાજેતરમાં આંતરિક અસંતોષ અને વિખવાદને પગલે ઝિમ્બાબ્વેના ઉપપ્રમુખ ઇમર્સન મનાગ્વાને બરતરફ કરવામાં આવતાં રૉબર્ટ મુગાબેની બાવન વર્ષની પત્ની ગ્રેસની ભાવિ પ્રમુખપદની દાવેદારી પ્રબળ બની હતી, પરંતુ એ કૌટુંબિક વારસાવાદ સામે લશ્કરના વરિષ્ઠ અમલદારોએ વિરોધ કર્યો હતો. વિરોધને કારણે રાતોરાત પરિસ્થિતિ વણસવા માંડી હતી. ગઈ કાલે રૉબર્ટ મુગાબેના ઘરની બહાર ગોળીબારના અવાજો સાંભળવા મળ્યા હતા.

ઝિમ્બાબ્વેમાં અશાંત વાતાવરણને કારણે એ દેશમાં રહેતા અમેરિકન નાગરિકોને રાજકીય અનિશ્ચિતતાના માહોલમાં સુરક્ષિત સ્થળે આશ્રય લેવાનો અનુરોધ કરવામાં આવ્યો હતો.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK