વર્લ્ડની સૌથી ઊંચી હોટેલ બની દુબઈમાં : ૭૫ માળ અને ૧૧૬૮ ફુટની હાઇટ

વિશ્વની સૌથી ઊંચી હોટેલ દુબઈમાં બની છે.

hotel

બહારથી એનો રંગ સોના જેવો ચળકતો પીળા રંગનો છે. ૭૫ માળની ગેવોરા નામની આ હોટેલની હાઇટ ૩૫૬ મીટર એટલે કે ૧૧૬૮ ફુટ છે. એમાં ચાર રેસ્ટોરાં, ઓપન ઍર પૂલ-ડેક, હેલ્થ-ક્લબ, સ્પા બધું જ છે. રૂમોની સંખ્યા મુજબ આ હોટેલ જે. ડબ્લ્યુ. મૅરિયટ માર્કિસ હોટેલથી પાછળ છે, પરંતુ ભવ્યતા અને લક્ઝરીની દૃષ્ટિએ એ અનેકગણી વિશેષ છે. ૫૨૮ રૂમ ધરાવતી આ હોટેલની માત્ર રૂમો જ નહીં, એનો એન્ટ્રન્સ અને લૉબી પણ જબરદસ્ત જાજરમાન છે. હોટેલની સૌથી નાની રૂમ ૪૬૫ સ્ક્વેર ફુટની છે. ટૉપ ફ્લોર પર ઓપન બાર અને પૂલ છે જ્યાંથી આખા શહેરનો અદ્ભુત નજારો જોઈ શકાય છે. આ ટૉપ પરથી દુનિયાનું સૌથી ઊંચું બિલ્ડિંગ બુર્જ ખલીફા સ્પષ્ટ રીતે જોઈ શકાય છે. બુર્જ ખલીફા ટાવર આ હોટેલથી બમણા કરતાંય વધુ ઊંચું છે. એવી આશા જતાવાઈ રહી છે કે આ હોટેલમાં વર્ષે બે કરોડથી વધુ ટૂરિસ્ટો આવશે.

૬ આટલાં એલિવેટર્સ હોટેલમાં છે જેની સ્પીડ ૨૬ કિલોમીટર પ્રતિ કલાકની છે અને ૩૩ સેકન્ડમાં ગ્રાઉન્ડથી ટૉપ ફ્લોર પર પહોંચી જાય છે.

૧૦,૦૦૦ આટલા સ્ક્વેર ફુટ વિસ્તારમાં પાથરી શકાય એટલી સફેદ ચાદરો હોટેલમાં વપરાશે

૪,૨૪,૧૦૦ વિશ્વના સૌથી ઊંચા હોટેલ-પૂલમાં આટલા લીટર પાણી ભરવાની ક્ષમતા છે

૩૮૫૯ હોટેલમાં આટલા  દાદરા છે

૩ લંડનના બિગ બેન કરતાં આ હોટેલ આટલા ગણી વધુ અને પૅરિસના આઇફલ ટાવર કરતાં ૫૬ મીટર વધુ ઊંચી છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK