૭૦૦૦ અતિધનાઢ્ય ભારતીયોએ ૨૦૧૭માં દેશ છોડ્યો

ભારતમાં ગયા વર્ષે હાઈ નેટવર્થ ધરાવતા ૭૦૦૦ લોકો બીજા દેશમાં જઈને વસવાટ કરવા જતા રહ્યા.

passport

ધનકુબેરો દ્વારા દેશ છોડનારા લોકોની સંખ્યામાં ચીન પછી ભારતનો નંબર બીજો છે. એક રિપોર્ટ મુજબ ૨૦૧૬ની સરખામણીએ ૧૬ ટકા વધુ અમીરોએ ભારતની નાગરિકતા છોડીને બીજા દેશની સિટિઝનશિપ લઈ લીધી છે. ન્યુ વર્લ્ડ વેલ્થ રિપોર્ટ મુજબ ૨૦૧૭માં ૭૦૦૦ અલ્ટ્રારિચ ભારતીયોએ બીજા દેશનું નાગરિકત્વ લીધું છે. ૨૦૧૬માં આ આંકડો ૬૦૦૦નો અને ૨૦૧૫માં ૪૦૦૦નો હતો. જોકે અમીરો ગુમાવવાની બાબતમાં ચીન સૌથી વધુ આગળ છે. ૨૦૧૭માં ચીનના ૧૦,૦૦૦ જેટલા સુપરરિચ લોકો બીજા દેશના નાગરિક બન્યા છે. શ્રીમંતો દેશ છોડીને જતા રહેવા બાબતે ચીન અને ભારત પછી ટર્કીનો નંબર છે. ટર્કીમાંથી ૬૦૦૦ લોકો, બ્રિટનમાંથી ૪૦૦૦ લોકો, ફ્રાન્સમાંથી ૪૦૦૦ અને રશિયામાંથી ૩૦૦૦ અમીરો બીજા દેશમાં વસવા લાગ્યા છે.

માઇગ્રેશનના ટ્રેન્ડની વાત કરીએ તો ભારતથી પલાયન કરનારા લોકોએ પહેલી પસંદગી અમેરિકા પર ઉતારી છે. એ પછી યુનાઇટેડ આરબ એમિરેટ્સ, કૅનેડા, ઑસ્ટ્રેલિયા અને ન્યુ ઝીલૅન્ડ જેવા દેશોને પણ અમીરોએ પસંદ કર્યા છે. જોકે રિપોર્ટનું કહેવું છે કે અમીરોના આ માઇગ્રેશનથી ભારત અને ચીન જેવા દેશોએ ચિંતા કરવા જેવું નથી, કેમ કે જેટલી સંખ્યામાં શ્રીમંતો દેશ છોડે છે એના કરતાં વધુ સંખ્યામાં અબજોપતિ બની રહ્યા છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK