વિજય માલ્યા ગર્લફ્રેન્ડ પિન્કી લાલવાણી સાથે ત્રીજાં લગ્ન કરશે?

વિજય માલ્યા બ્રિટનમાં ત્રીજાં લગ્ન કરવાનાં છે અને તેમની દુલ્હન હશે જૂની ગર્લફ્રેન્ડ પિન્કી લાલવાણી.

સોતબો

ભારતીય બૅન્કો પાસેથી ૯૦૦૦ કરોડ રૂપિયાની લોન લઈ દેશ છોડીને ભાગી ગયેલા ૬૨ વર્ષના વિજય માલ્યાનું છેલછબીલાપણું હજી ઘટ્યું નથી. એવું સાંભળવા મળ્યું છે કે બ્રિટનમાં તેઓ ત્રીજાં લગ્ન કરવાનાં છે અને તેમની દુલ્હન હશે જૂની ગર્લફ્રેન્ડ પિન્કી લાલવાણી. આ કન્યા કિંગફિશર ઍરલાઇન્સમાં ઍરહૉસ્ટેસ રહી ચૂકી છે. પિન્કી અને વિજય માલ્યાની ઓળખાણ ૨૦૧૧માં થઈ હતી અને એ વખતે વિજય માલ્યાએ પિન્કીને પોતાની ઍરલાઇન્સમાં જૉબ ઑફર કરી હતી. કિંગફિશર જૉઇન કર્યા પછી બહુ જલદી જ બન્ને વચ્ચે નજદીકી વધવા લાગી હતી. બન્ને અવારનવાર સાથે ફરતાં જોવા મળતાં હતાં. એવું કહેવાય છે કે બન્ને ઘણા સમયથી લિવ-ઇન રિલેશનશિપમાં સાથે જ રહે છે. હાલમાં લંડનની કોર્ટમાં ચક્કર કાપતી વખતે પણ પિન્કી તેમની સાથે જોવા મળે છે.

વિજય માલ્યાનાં પહેલાં લગ્ન સમીરા તૈયબજી સાથે ૧૯૮૬માં થયેલાં અને બે જ વર્ષમાં તેમના ડિવૉર્સ થઈ ગયેલા. ૧૯૯૩માં તેમનાં લગ્ન રેખા માલ્યા સાથે થયાં. આ બે લગ્નથી તેમને સિદ્ધાર્થ, લીએના અને તાન્યા એમ ત્રણ સંતાનો છે. વિજય માલ્યા ગમે ત્યારે તેમની જૂની ગર્લફ્રેન્ડ પિન્કી સાથે લગ્ન કરી લે એવી જોરદાર વાતો ચાલી રહી છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK