લંડનમાં વિજય માલ્યાની ધરપકડ, ૫.૬૪ કરોડના જામીન પર છુટકારો

ભારતની બૅન્કોનું ૯૦૦૦ કરોડ રૂપિયાનું દેવું ચૂકવવામાં નાદારી બતાવનારા યુનાઇટેડ બ્રુઅરીઝ અને કિંગફિશર ઍરલાઇન્સના સર્વેસર્વા વિજય માલ્યાની ગઈ કાલે લંડનમાં ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ થોડા વખતમાં કોર્ટે ૬.૫ લાખ પાઉન્ડ (અંદાજે ૫.૬૪ કરોડ રૂપિયા)ના બૉન્ડ સાથે જામીનઅરજી મંજૂર કરતાં છુટકારો પણ થયો હતો.

malya


EDએ નવા દસ્તાવેજો સુપરત કર્યા પછી વિજય માલ્યાની ધરપકડ કરવામાં આવી હતી.

અગાઉ આ વર્ષના એપ્રિલ મહિનામાં CBIએ ફાઇલ કરેલા FIRને આધારે વિજય માલ્યાને અટકાયતમાં લેવામાં આવ્યા હતા. ત્યાર પછી તરત તેમને જામીન પર છોડવામાં આવ્યા હતા. ગઈ કાલે ધરપકડની કાર્યવાહી પછી બન્ને કેસ બ્રિટનની કોર્ટમાં સત્તાવાર ધોરણે દાખલ થયા છે. અગાઉ ૨૦૧૬ના માર્ચ મહિનામાં EDએ વિજય માલ્યા અને કિંગફિશર ઍરલાઇન્સના એ વખતના CFO એ. રઘુનંદન સામે મની-લૉન્ડરિંગનો કેસ નોંધ્યો હતો. એ કેસ કહેવાતા ભ્રષ્ટાચાર તેમ જ IDBIના અધિકારીઓ સાથે સાઠગાંઠ દ્વારા ૯૦૦ કરોડ રૂપિયાની લોન પાછી નહીં ચૂકવવાના આરોપસર નોંધવામાં આવ્યો હતો.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK