ટેક્નૉલૉજીનો ઉપયોગ વિકાસ માટે થવો જોઈએ, વિનાશ માટે નહીં : મોદી

દુબઈમાં વર્લ્ડ ગવર્નમેન્ટ સમિટનું મુખ્ય પ્રવચન આપતાં મોદીએ ટેક્નૉલૉજીનો ઉપયોગ વિનાશ માટે નહીં પણ વિકાસ માટે કરવાનો અનુરોધ વિશ્વનાં રાષ્ટ્રોને કર્યો હતો. 


વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જેહાદી વિચારોના પ્રચાર માટે સાઇબર સ્પેસના દુરુપયોગ બાબતે ચિંતા દર્શાવતાં વિશ્વના દેશોને ટેક્નૉલૉજીના દુરુપયોગ સામે
રક્ષણની જોગવાઈ કરવાનો અનુરોધ કર્યો હતો.

વિશ્વના ૧૪૦ દેશોના ૪૦૦૦ પ્રતિનિધિઓની હાજરી ધરાવતી વર્લ્ડ ગવર્નમેન્ટ સમિટના છઠ્ઠા સંમેલનમાં મહેમાન રાષ્ટ્ર તરીકે ભારતને અપાયેલા આમંત્રણના અનુસંધાનમાં નરેન્દ્ર મોદીએ મુખ્ય પ્રવચન આપ્યું હતું. આ પ્રસંગે UAEના ઉપરાષ્ટ્રપતિ તથા વડા પ્રધાન અને દુબઈના શાસક શેખ મોહમ્મદ બિન રાશિદ અલ મખતુમ પણ હાજર હતા.

UAEની મુલાકાતના બીજા દિવસે સમિટને સંબોધન કરતાં મોદીએ જણાવ્યું હતું કે ‘આજના વિશ્વે અનેક ક્ષેત્રોમાં વિકાસ કર્યો હોય તો પણ ગરીબી અને કુપોષણને નાબૂદ કરી શકાયાં નથી. આપણે મિસાઇલ્સ અને બૉમ્બ્સના ઉત્પાદનમાં નાણાં, સમય અને સાધનો મોટા પ્રમાણમાં ફાળવીએ છીએ ત્યારે ટેક્નૉલૉજીનો વપરાશ વિનાશ માટે નહીં પણ વિકાસ માટે કરવામાં આવે એની તકેદારી રાખવાની આપણી ફરજ છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK