ચીનની વગને ડામવા ભારત સાથે લશ્કરી સહકાર વધારશે અમેરિકા

અમેરિકાના વિદેશપ્રધાન રેક્સ ટિલરસન આવતા અઠવાડિયે નવી દિલ્હી આવે એ પહેલાં કરવામાં આવી જાહેરાત

rex

એશિયામાં ચીનના પ્રભાવનો ફેલાવો રોકવા માટે ભારત સાથે સહકારવૃદ્ધિ માટે અમેરિકાના વિદેશપ્રધાન રેક્સ ટિલરસને ઉત્સુકતા દાખવી છે. આવતા અઠવાડિયે ભારતની મુલાકાત પૂર્વે એક પ્રવચનમાં ટિલરસને ભારતને સંરક્ષણ અને વ્યૂહાત્મક ક્ષેત્રે ભાગીદાર ગણાવતાં જણાવ્યું હતું કે અમેરિકા સાથે સંબંધ બંધાતાં બિનલોકતાંત્રિક સમાજ એવા ચીન સાથે ભારતના સંબંધો અગાઉ હતા એવા રહેવાના નથી.  

રેક્સ ટિલરસને વૉશિંગ્ટનના સેન્ટર ફૉર સ્ટ્રૅટેજિક ઍન્ડ ઇન્ટરનૅશનલ સ્ટડીઝ ખાતે પ્રવચન આપતાં જણાવ્યું હતું કે ‘એના દક્ષિણ ભાગના સમુદ્રના પ્રદેશો વિશે વિવાદોની બાબતમાં ચીનનું વર્તન આંતરરાષ્ટ્રીય સમજૂતીઓ, કરારો અને નીતિનિયમોને ચાતરી જનારું છે. અમેરિકા ચીન સાથે રચનાત્મક સંબંધો ઇચ્છે છે, પરંતુ નીતિનિયમો પર આધારિત વ્યવસ્થાને આધારે ચીનના પડકાર સામે અમે ઝૂકવાના નથી. ચીન પાડોશી દેશોના સાર્વભૌમત્વનો ભંગ કરે અને અમેરિકા તથા એના મિત્રદેશોને પરેશાન કરે એ પણ અમે ચલાવી નથી લેવાના.’

રેક્સ ટિલરસને ભારત અને અમેરિકાને વૈશ્વિક ધોરણે વૃદ્ધિ પામતા ભાગીદાર દેશ ગણાવતાં જણાવ્યું હતું કે બન્ને રાષ્ટ્રનો લોકશાહી માટે લગાવ અને ભવિષ્ય માટે દૃષ્ટિ છે. ભારત તરફની નીતિ વિશે સ્પષ્ટતા કરતાં પ્રથમ મહત્વના પ્રવચનમાં ટિલરસને અમેરિકા અને ભારતના ૧૦૦ વર્ષના દ્વિપક્ષી સંબંધોનો ઉલ્લેખ કર્યો હતો. ટિલરસને એ દ્વિપક્ષી સંબંધોને પ્રાથમિકતા આપતાં ભારતમાં અમેરિકા માટે ઘણા અવસરો અને શક્યતાઓ હોવાનું જણાવ્યું હતું.

ચીન વૈશ્વિક સ્તરે મહત્વની ભૂમિકા માટે સજ્જ થતું હોવાના ચીનના પ્રમુખ શી જિનપિંગની ચીની સામ્યવાદી પક્ષની મહાસભામાં જાહેરાતના અનુસંધાનમાં અમેરિકાના વિદેશપ્રધાને ઉપરોક્ત ટિપ્પણી કરી હતી.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK