અમેરિકા કદાચ સિરિયા પર મિસાઇલ-અટૅક કરશે

રશિયાએ કહ્યું કે હુમલો થશે તો એનો વળતો જવાબ આપવામાં આવશે

trumo

સિરિયામાં કહેવાતા રાસાયણિક હુમલા પછી આ સપ્તાહના અંતમાં ત્યાં મિસાઇલ્સના પ્રહારોની તૈયારી રાખવા રશિયાને જણાવતી પોસ્ટ અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પે સોશ્યલ નેટવર્કિંગ સાઇટ ટ્વિટર પર લખી છે.

અમેરિકાના કોઈ પણ હુમલાનો યોગ્ય જવાબ આપવાની ધમકી રશિયાના નેતાઓએ આપી છે. શંકાસ્પદ હુમલાનો જડબાંતોડ જવાબ આપવાનો નિર્ધાર ડોનલ્ડ ટ્રમ્પે દર્શાવ્યો હતો.

રશિયાનું લશ્કરી પીઠબળ ધરાવતી સિરિયાના પ્રમુખ બશર-અલ-અસદની સરકારે કોઈ પણ પ્રકારના રાસાયણિક હુમલામાં સંડોવણીનો ઇનકાર કર્યો હતો. ડોનલ્ડ ટ્રમ્પે ટ્વિટર પર લખેલી પોસ્ટમાં બશર-અલ-અસદને ‘ગૅસ કિલિંગ ઍનિમલ’ ગણાવ્યા હતા.

ગયા શનિવારે સિરિયાના વિરોધ પક્ષોના કાર્યકરો, રેસ્ક્યુ વર્કર્સ તથા ડૉક્ટરો સહિતના તબીબી કાર્યકરોએ ઈસ્ટર્ન ઘૌટા પ્રાન્તના દૌમા શહેર પર સરકારી દળોએ ઝેરી રસાયણો ભરેલા અનેક બૉમ્બ વડે હુમલો કર્યો હોવાનું જણાવ્યું હતું. લગભગ ૫૦૦ જણમાં રાસાયણિક તત્વના સંપર્કમાં આવ્યાનાં લક્ષણો નોંધાયાં હોવાનું સિરિયન-અમેરિકન મેડિકલ સોસાયટીએ જણાવ્યું હતું. રાસાયણિક હુમલામાં ૭૦ જણ માર્યા ગયા હોવાના સહયોગી સંસ્થાઓના અહેવાલો ચકાસવા માટે સંબંધિત ક્ષેત્રમાં પ્રવેશની પરવાનગી વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશન (WHO)ના અધિકારીઓએ ગઈ કાલે માગી હતી.

હવે શું થશે?

અમેરિકા અને એના સાથી દેશો ફ્રાન્સ અને બ્રિટન લશ્કરી હુમલાની તૈયારી કરે છે.

સિરિયાના બનાવો પર નજર રાખવા માટે અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પે લેટિન અમેરિકાનો પ્રવાસ રદ કર્યો છે. એ સંજોગોમાં અમેરિકા મર્યાદિત હુમલાને બદલે જોરદાર તૈયારી સાથે ત્રાટકે એવી શક્યતા છે.

ફ્રાન્સના પ્રમુખ ઇમૅન્યુઅલ મૅક્રોને સિરિયાની સરકારનાં રાસાયણિક શસ્ત્ર મથકોને લક્ષ્ય બનાવીને જ હુમલા કરવામાં આવનાર હોવાનું જણાવ્યું હતું.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK