પાકિસ્તાન અમેરિકા સામે શિંગડાં ભરાવશે

આતંકવાદીઓ સામે કાર્યવાહી હાથ ધરવામાં નિષ્ફળતાના બદલામાં અમેરિકા પ્રતિબંધો લાગુ કરે અથવા આંતરરાષ્ટ્રીય સ્તરે અન્ય કોઈ જોખમો ઊભાં કરે તો એના પ્રતિકાર માટે પાકિસ્તાન સખતાઈભરી રાજદ્વારી નીતિઓ સાથે તૈયાર છે.

pakistan us

અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પે સાઉથ એશિયા અને અફઘાનિસ્તાન સંબંધી નવી નીતિઓનો આરંભ કરતી વખતે આતંકવાદને ઉછેરવા અને આશ્રય આપવા બદલ પાકિસ્તાનની ટીકા કરી હતી. ત્યાર પછી પાકિસ્તાને નવો આંતરરાષ્ટ્રીય વ્યૂહ અપનાવ્યો છે.

નવી નીતિમાં પાકિસ્તાન સરકારે આકરો અભિગમ અપનાવતાં ત્રણ વિકલ્પો ધરાવતી અત્યંત સખતાઈભરી નીતિ ઘડી છે. નવી નીતિમાં તબક્કાવાર રીતે પાકિસ્તાન સાથેના રાજદ્વારી સંબંધોને ઘટાડવા, આતંકવાદ સંબંધી મુદ્દા પર પરસ્પર સહકારનું પ્રમાણ ઘટાડવા તેમ જ અમેરિકાના અફઘાનિસ્તાન સંબંધી કાર્યક્રમમાં અસહકાર જેવા મુદ્દાનો પણ સમાવેશ છે. આ ઉપરાંત નાટોના સભ્યદેશોના સંગઠન તરફથી અફઘાનિસ્તાનને પુરવઠો મોકલવા માટે પાકિસ્તાનની ભૂમિના ઉપયોગ પર પ્રતિબંધનો આખરી વિકલ્પ પણ નક્કી કરવામાં આવ્યો છે.

પાકિસ્તાનની રાષ્ટ્રીય સલામતી સમિતિની મંજૂરી પછી આ નીતિનો અમલ કરવામાં આવશે. દરમ્યાન હાલમાં ન્યુ યૉર્કમાં શરૂ થતી સંયુક્ત રાષ્ટ્રસંઘની મહાસભાની કાર્યવાહીની સમાંતરે યોજાનારી દ્વિપક્ષી બેઠકો દરમ્યાન અમેરિકા અને પાકિસ્તાનના નેતાઓની મુલાકાતો દરમ્યાન વિવિધ મુદ્દે મતભેદોના નિવારણનો પ્રયાસ કરવાની પણ શક્યતા છે. મહાસભા દરમ્યાન પાકિસ્તાનના વડા પ્રધાન શાહિદ ખાકાન અબ્બાસી અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ માઇક પેન્સ સાથે મંત્રણા કરવા ઉપરાંત બન્ને દેશોના વિદેશપ્રધાનો પણ મંત્રણા કરે એવી શક્યતા છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK