મોદીની અમેરિકા દ્વારા પહેલાં પ્રશંસા, પછી ટીકા

અમેરિકાના વિદેશ મંત્રાલયના બ્યુરો ઑફ ડેમોક્રસીએ પોતાના જુલાઈ-ડિસેમ્બર ૨૦૧૦ના આંતરરાષ્ટ્રીય ધાર્મિક સ્વાતંત્ર્ય રિપોર્ટમાં ગુજરાત સરકાર પર માનવ અધિકારના ઉલ્લંઘન બદલ આલોચના કરવામાં આવી છે.

 

૧૩ સપ્ટેમ્બરે પ્રગટ કરવામાં આવેલા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ગુજરાત સરકાર ૨૦૦૨ના ગોધરાકાંડ પછી ફાટી નીકળેલાં રમખાણોના દોષીઓને પકડવામાં નિષ્ફળ ગઈ છે.

રમખાણોને મુદ્દે અમેરિકાએ મોદી સરકાર પર ફિટકાર વરસાવ્યો


એક બાજુ અમેરિકાની સંસદની સમિતિએ મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીને ભાવિ વડા પ્રધાન તરીકે રજૂ કર્યા હતા અને મુખ્ય પ્રધાનના સુશાસન અને ગુજરાતના વિકાસનાં વખાણ કયાર઼્ હતાં. બીજી તરફ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ‘રમખાણોની તપાસ કરી રહેલા નાણાવટી-મહેતા પંચની મુદત ૧૫મી વખત લંબાવવામાં આવતાં રમખાણપીડિતોને ન્યાય નથી મળ્યો. રમખાણપીડિતો પર નાણાવટી પંચ સમક્ષ આપેલાં નિવેદનોમાંથી ફરી જવાનું દબાણ કરાતું હોવાનો સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ પર આક્ષેપ કરવામાં આવ્યો છે. નીચલી ર્કોટમાં ચાલેલા ઘણા કેસમાં પુરાવા કે સાક્ષીના અભાવે આરોપીઓને છોડી મૂકવાના દાખલાઓ બન્યા છે.

મોદી પાસે શા માટે શીખું? મેં કર્યો છે સારો વિકાસ


ગુવાહાટી (આસામ): સ્થાનિક સમાચાર માધ્યમોએ આસામના મુખ્ય પ્રધાન તરુણ ગોગોઈને રાજ્યનો વિકાસ કરવા માટે ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદી અને બિહારના મુખ્ય પ્રધાન નીતીશકુમાર પાસેથી શીખ લેવાની સલાહ આપી એથી નારાજ થયેલા મુખ્ય પ્રધાને ગઈ કાલે કહ્યું હતું કે ‘મારે શા માટે મોદી કે નીતીશકુમાર પાસેથી બોધપાઠ લેવો જોઈએ. મારા રાજ્યે ગુજરાત અને બિહાર કરતાં પણ સારો વિકાસ કયોર્ છે. હું આયોજન પંચના રિપોર્ટને ટાંકીને કહું છું કે નરેન્દ્ર મોદીએ તો પહેલેથી વિકસિત રાજ્યનો વિકાસ કર્યો છે, જ્યારે મેં તો અવિકસિત રાજ્યનો વિકાસ કર્યો છે. હું ઉપરાષ્ટ્રપતિપદની રેસમાં નથી. મારે રાજ્યની જ સેવા કરવી છે.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK