અટૅકરને રહેવાસીએ અટકાવ્યો ન હોત તો હજી વધુ લાશો પડત

અમેરિકામાં ટેક્સસના એક ચર્ચમાં થયેલા અંધાધૂંધ ગોળીબારમાં ૨૬ લોકોનાં મોત, એમાં એક જ ફૅમિલીના આઠ મેમ્બરનો સમાવેશ : બંદૂકધારી માનસિક રીતે અસ્વસ્થ હતો

us church


અમેરિકાના ટેક્સસમાં આવેલા એક ચર્ચમાં રવિવારે પ્રાર્થના માટે ભેગા થયેલા લોકો પર ઍરફોર્સના ભૂતપૂર્વ ઍરમૅને કરેલા ગોળીબારમાં કમસે કમ ૨૬ લોકોનાં મૃત્યુ થયાં હતાં અને વીસ લોકો ઘાયલ થયા હતા. આ ઘટનાને કારણે સમગ્ર દેશમાં શોકનું વાતાવરણ છવાઈ ગયું હતું. સધરલૅન્ડ સ્પ્રિંન્ગ્સમાં આવેલા ફર્સ્ટ બૅપ્ટિસ્ટ ચર્ચમાં પ્રાર્થના બાદ કાળા રંગના આર્મીના પોશાકમાં આવેલી આ વ્યક્તિએ ફાયરિંગ કર્યું હતું. તેની પાસે રગર મિલિટરી સ્ટાઇલની રાઇફલ હતી.

મરનારમાં પાંચથી માંડીને ૭૨ વર્ષની વ્યક્તિઓનો સમાવેશ છે. મૃત્યુ પામેલા લોકોમાં ઘણાં બાળકોનો સમાવેશ છે. ઉપરાંત એક ગર્ભવતી મહિલા અને પાદરીની ૧૪ વર્ષની દીકરી પણ છે. મરનાર ૨૬ વ્યક્તિમાંથી આઠ તો એક જ પરિવારના સભ્યો હતા. ટેક્સસ સ્ટેટના ઇતિહાસનો આ સૌથી વધુ ઘાતકી હુમલો છે. હુમલાખોર આશરે ૨૬ વર્ષનો ગોરો હતો અને તેનું નામ જાહેર કરવામાં આવ્યું નહોતું. જોકે મીડિયાએ તે વ્યક્તિની ઓળખ ડેવિન પૅટ્રિક કેલી તરીકે કરી હતી. તેને ૨૦૧૪માં US ઍરફોર્સમાંથી છૂટો કરવામાં આવ્યો હતો. પોલીસના જણાવ્યા પ્રમાણે તેણે પોતાના વાહનમાં બેસીને રસ્તો ક્રૉસ કર્યો હતો તેમ જ પોતાની રગર અસૉલ્ટ ટાઇપ રાઇફલમાંથી ફાયરિંગ કર્યું હતું. ત્યાર બાદ તે ચર્ચની જમણી તરફ આવ્યો હતો તેમ જ ફાયરિંગ કરવાનું ચાલુ રાખ્યું હતું. ત્યાર બાદ બિલ્ડિંગમાં પ્રવેશ્યો હતો.

જેવો તે બહાર નીકળીને ભાગવાનો પ્રયત્ન કરતો હતો ત્યારે એક રહેવાસીએ તેને રોક્યો હતો તેમ જ તેની રાઇફલ પણ લઈ લીધી હતી. તે ભાગવાનો પ્રયાસ કરતો હતો ત્યારે તેના પર ગોળી પણ છોડી હતી. રહેવાસીએ તેનો પીછો પણ કર્યો હતો. જોકે તે પોતાના વાહનમાં બેસીને ફરાર થઈ ગયો હતો. બાદમાં તે પોતાના વાહનમાં મૃત્યુ પામેલી હાલતમાં મળ્યોહતો. હુમલાખોરે આત્મહત્યા કરી હતી કે પછી તે રહેવાસીએ કરેલા ગોળીબારમાં મૃત્યુ પામ્યો હતો એની સ્પષ્ટતા થઈ શકી નથી. હુમલા પાછળનો તેનો હેતુ પણ જાણી શકાયો નથી.

પેન્ટાગોને એક સ્ટેટમેન્ટમાં કહ્યું હતું કે ‘શંકાસ્પદ આરોપી એક વખતે ઍરમૅન હતો, પરંતુ તેની અન્ય વિગતો હજુ ઍરફોર્સ પાસેથી મળી શકી નથી. તે સૅન ઍન્ટોનિયો સબર્બમાં રહેતો હતો અને તેની કોઈ આતંકવાદી સંગઠન સાથે સાઠગાંઠ મળી નથી.’

 રવિવારે કરેલા હુમલા પહેલાં ડેવિન કેલીએ સોશ્યલ મીડિયામાં કરેલી પોસ્ટની પણ પોલીસ તપાસ કરી રહી છે. એમાંની એકમાં તેણે ઍસોલ્ટ રાઇફલ-૧૫ સેમી-ઑટોમૅટિક વેપન સાથે ફોટો પડાવ્યો હતો.

તેને કયા કારણથી અને ક્યારે નોકરીમાંથી છૂટો કરવામાં આવ્યો હતો એ વિશે ઍરફોર્સે કોઈ માહિતી આપી નથી. કેટલાક રિપોર્ટ મુજબ તેને મે-૨૦૧૪માં ખરાબ રીતે કાઢી મુકાયો હતો અથવા તો ર્કોટમાર્શલ કરવામાં આવ્યો હતો. તેને હટાવવાનું કારણ જાણી શકાયું નથી.

૧૯૯૧માં ટેક્સસમાં એક કૅફેટેરિયામાં થયેલા ગોળીબારમાં ૨૩ લોકોનાં મોત થયાં હતાં અને ૨૭ જણ ઘાયલ થયા હતા. એ પછીનો રવિવારનો અટૅક સૌથી ઘાતક રહ્યો છે.

*****

ગન પર પ્રતિબંધ મૂકવાની જરૂર નથી. ટેક્સસનો હુમલાખોર માનસિક રીતે અસ્વસ્થ હતો. વળી તે ઘણા લાંબા સમયથી આ સમસ્યાથી પીડાતો હતો. સારું છે કે ત્યાં હાજર એક વ્યક્તિએ તેને રોક્યો હતો. અન્યથા પરિસ્થિતિ વધુ ખરાબ થઈ જાત. ગોળીબારે એક નાનકડા વિસ્તારની હાલત બગાડી નાખી હતી જ્યાં બધા જ એકબીજાને ઓળખે છે.

- ડોનલ્ડ ટ્રમ્પ, અમેરિકાના પ્રમુખ

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK