જપાનમાં ફૂંકાયું વિનાશક વાવાઝોડું

૧૭૨ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો, ૬ વ્યક્તિનાં મોત, ૧૬૦ ઘાયલ

japan1

japan

છેલ્લા અઢી દાયકાના સૌથી શક્તિશાળી વંટોળિયામાંથી એક જેબી ગઈ કાલે જપાનમાં ત્રાટકતાં દસ લાખ કરતાં વધારે લોકોએ ઘર ખાલી કરવા પડ્યાં હતાં. કલાકના ૧૭૨ કિલોમીટરની ઝડપે ફૂંકાતા વંટોળિયાના પવન સાથે ભારે વરસાદ પડવા માંડ્યો હતો. ઓસાકાની ખાડીમાં ટૅન્કર બ્રિજ સાથે અથડાયું હતું અને ક્યોટોમાં એક રેલવે-સ્ટેશનનું અડધું છાપરું ઊડી ગયું હતું. આ કુદરતી આફતમાં જાનહાનિના કોઈ સમાચાર નથી, પરંતુ જપાનમાં આગળ વધતાં વધતાં વંટોળિયાનું જોર નબળું પડતું જવાની આગાહી કરવામાં આવી છે. વાવાઝોડામાં ૬ વ્યક્તિનાં મોત થયાં હતાં અને ૧૬૦ જણ ઘાયલ થયા હતા.

japan2

ગઈ કાલે સ્થાનિક સમય પ્રમાણે બપોરના સમયે જેબી જપાનમાં પહોંચ્યું હતું અને શિકોકુ ટાપુ પર વાવાઝોડાનો લૅન્ડફૉલ પૉઇન્ટ હતો. ત્યાર પછી તોફાની પવન હોન્શુના મુખ્ય ટાપુની દિશામાં આગળ વધ્યો હતો. વાવાઝોડું ત્રાટક્યા પછી દરિયાનાં ઊંચાં મોજાં ઊછળવાની, પૂર આવવાની અને ટેકરીઓ પરથી કાદવના ઢગલા ધસી પડવાની આગાહીઓ કરવામાં આવી છે. હજારો ઘર અને ઑફિસો-કારખાનાં, મૉલ્સમાં વીજપુરવઠો કપાઈ ગયો હતો. સેંકડો ફ્લાઇટ્સ, ટ્રેનો અને ફેરી-સર્વિસિસ કૅન્સલ કરવાની ફરજ પડી હતી. ઓસાકાના કાન્સાઈ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટના રનવે પર પૂરનું પાણી ફરી વળ્યું હતું. ઓસાકા પાસેનો લોકપ્રિય થીમ પાર્ક યુનિવર્સલ સ્ટુડિયોઝ બંધ કરવામાં આવ્યો હતો.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK