જપાનમાં ખતરનાક વંટોળિયાએ લીધો ૧૧ જણનો ભોગ

જપાનમાં ખતરનાક વંટોળિયાએ લીધો ૧૧ જણનો ભોગ, ક્યોટો અને ઓસાકામાં ચોફેર વિનાશ

japan

જપાનમાં ત્રાટકેલા વાવાઝોડા જેબીએ ક્યોટો અને ઓસાકા શહેરોમાં ભારે વિનાશ વેર્યો છે. જેબી વંટોળિયાને કારણે ૧૧ જણ મૃત્યુ પામ્યા છે અને ૪૭૦ જણ ઘાયલ થયા છે. અગાઉ વાવાઝોડાના પવનનો વેગ કલાકના ૧૭૨ કિલોમીટરથી વધીને ૨૧૬ કિલોમીટર પર પહોંચ્યો હતો. વાવાઝોડાને કારણે ૧૨ લાખ લોકોને તેમનાં ઘર ખાલી કરવાની સૂચનાઓ આપવામાં આવી હતી.

વેગવાન પવનથી દોરવાઈને કાન્સાઇ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ તરફ જતા દરિયા પરના કૃત્રિમ ટાપુ પર બંધવામાં આવેલા બ્રિજ સાથે ૨૫૦૦ ટનનું ફ્યુઅલ ટૅન્કર જહાજ ટકરાતાં બ્રિજને મોટું નુકસાન થયું હતું. દરિયાનાં રાક્ષસી મોજાંનું પાણી ફરી વળતાં અનેક હાઉસિંગ કૉલોનીઝ, રસ્તા અને ઍરપોર્ટના રનવે જળબંબાકાર થયાં હતાં. કાન્સાઇ ઍરપોર્ટ પર આખી રાત ૩૦૦૦ પ્રવાસીઓ રઝળી પડ્યા હતા અને સ્ટાફર્સ ફસાઈ ગયા હતા. રઝળેલા મુસાફરોને અન્ય સ્થાનિક ઍરપોર્ટ સુધી બોટમાં લઈ જવામાં આવ્યા હતા. એ ઉપરાંત ચાર લાખ કરતાં વધારે ઘરોમાં વીજપુરવઠો ખોરવાયો છે. પ્રાચીન મંદિરો અને પગોડાના ધામ અને પર્યટકોના આકર્ષણ ક્યોટો શહેરના રેલવે-સ્ટેશનનાં છાપરાં સહિત અનેક બાંધકામોની ઉપરનાં છાપરાં વંટોળિયાના વેગવાન પવનમાં ઊડી ગયાં હતાં. ઠેર-ઠેર કારોના ઢગલા જોવા મળ્યા હતા. ઓસાકા અને ક્યોટો જેવાં શહેરો તથા અન્ય પ્રાંતોના લોકોને ભેખડો પડવાની તથા પૂર જેવી કુદરતી આફતો સામે સજાગ રહેવાની ચેતવણી આપવામાં આવી છે. ૧૬,૦૦૦ જેટલા લોકોએ મંગળવારની રાત રાહતછાવણીમાં પસાર કરી હતી.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK