ઈરાન સાથેની અણુ સમજૂતીમાંથી અમેરિકા ખસી ગયું

ડોનલ્ડ ટ્રમ્પ કહે છે, ઈ સમજૂતી મૂળભૂત રીતે ખામી ભરેલી છે એટલે મેં એને રદ કરી છે

trump

પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પે ઈરાન સાથેની પરમાણુ સમજૂતીમાંથી અમેરિકા છૂટું થતું હોવાની જાહેરાત કરી હતી. ઓબામા સરકારે કરેલી સમજૂતીને  કહોવાઈ ગયેલી અને પ્રભાવહીન ગણાવી હતી.

ઈરાનને પ્રતિબંધો અને નિયંત્રણોમાંથી રાહત આપતી સમજૂતી અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ, ચીન, રશિયા અને જર્મની વચ્ચે કરવામાં આવી હતી. એ સમજૂતીના અનુસંધાનમાં પરમાણુ કાર્યક્રમો પર નિયંત્રણો અને ઇન્ટરનૅશનલ ઇન્સ્પેક્શન્સની છૂટ બદલ ઈરાનની સ્થગિત-જપ્ત કરવામાં આવેલી મિલકતો મુક્ત કરવામાં આવી હતી.

ડોનલ્ડ ટ્રમ્પે સમજૂતીથી મુક્ત થવાની જાહેરાત કરતાં જણાવ્યું હતું કે ‘ઈરાનને પરમાણુ બૉમ્બ બનાવતાં રોકી શકવાના નથી એ સ્પષ્ટ થઈ ગયું છે. ઈરાન સાથેની સમજૂતી મૂળભૂત રીતે ખામી ભરેલી છે. એથી હું ઈરાન સાથેની પરમાણુ સમજૂતીમાંથી અમેરિકાની મુક્તિ જાહેર કરું છું.’

એ જાહેરાત પછી ટ્રમ્પે ઈરાન પર નવા પ્રતિબંધોના દસ્તાવેજો પર સહી કરી હતી અને વિશ્વના અન્ય દેશોને ઈરાન સાથે એના વિવાદાસ્પદ પરમાણુ શસ્ત્ર કાર્યક્રમ વિશે સહકાર સામે ચેતવ્યા હતા. સમજૂતીમાંથી છૂટા થવા બાબતે સહયોગી દેશો સાથે સલાહ-મસલત બાબતે ટ્રમ્પે જણાવ્યું હતું કે કરારનું હાલનું ખામીભર્યું અને પ્રભાવહીન માળખું ઈરાનને પરમાણુ શસ્ત્રો બનાવતાં રોકી શકે એમ નથી.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK