ડોનલ્ડ ટ્રમ્પની ધમકી : નૉર્થ કોરિયા પર હુમલા માટે અમેરિકાની સેના તૈયાર

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પે નૉર્થ કોરિયા સાથે તનાતની વચ્ચે ધમકી આપી છે.

trump

તેમણે ગઈ કાલે એક ટ્વીટ કરતાં કહ્યું હતું કે ‘વૉશિંગ્ટને આ મામલે સૈનિક-ઉકેલ લાવવાની પૂરતી તૈયારી કરી લીધી છે. આશા છે કે નૉર્થ કોરિયાનો કિમ જૉન્ગ કોઈ બીજો રસ્તો શોધશે.’

ટ્રમ્પનું આ ટ્વીટ છેલ્લાં કેટલાંક સપ્તાહથી અમેરિકા અને નૉર્થ કોરિયા વચ્ચે ચાલતા વાકïયુદ્ધ વચ્ચે આવ્યું છે. થોડા દિવસ પહેલાં અન્ય ટ્વીટમાં ટ્રમ્પે કહ્યું હતું કે જો નૉર્થ કોરિયા અમેરિકાને ધમકી આપવાનું ચાલુ રાખશે તો એણે એવો વિનાશક હુમલાનો સામનો કરવો પડશે જે વિશ્વએ ક્યારેય નહીં જોયો હોય. ટ્રમ્પે પોતાના નવા ટ્વીટમાં કહ્યું હતું કે ‘સૈન્યસમાધાન માટેનું માળખું તૈયાર છે. નૉર્થ કોરિયાએ મૂર્ખતાપૂર્ણ વ્યવહાર ન કરવો જોઈએ. આશા છે કે કિમ બીજો રસ્તો શોધશે.’

જોકે ટ્રમ્પે એ સ્પક્ટતા નહોતી કરી કે સમાધાન રક્ષાત્મક હશે કે પ્રતિક્રિયાત્મક.

ટ્રમ્પની આ ઉગ્ર પ્રતિક્રિયા એવા સમાચારો બાદ આવી હતી જેમાં કહેવામાં આવ્યું હતું કે નૉર્થ કોરિયાએ એક એવું વૉરહેડ શસ્ત્ર વિકસિત કર્યું છે જે એક અંતરમહાદ્વીપ બૅલિસ્ટિક મિસાઇલમાં પણ ફિટ થઈ શકે છે. વૉરહેડ મિસાઇલનું મુખ્ય શસ્ત્ર હોય છે, જેને પરમાણુહુમલા માટે ડિઝાઇન કરવામાં આવે છે.

૭૫૫ અમેરિકન ડિપ્લોમૅટ્સને હટાવવા બદલ ટ્રમ્પે પુતિનનો માન્યો આભાર, કહ્યું પૈસા બચશે

ગયા મહિને અમેરિકન કૉન્ગ્રેસ દ્વારા લગાવેલા પ્રતિબંધોને કારણે નારાજ રશિયાએ અમેરિકાના ૭૫૫ ડિપ્લોમૅટ્સને રશિયામાંથી કાઢી મૂક્યા હતા. હવે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પે આ પગલું ઉઠાવવા બદલ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનનો આભાર માન્યો છે. ટ્રમ્પે કહ્યું હતું કે રશિયાએ અમેરિકાના ૭૫૫ ડિપ્લોમૅટ્સ અને કર્મચારીને હટાવી અમેરિકાના ઘણા પૈસા બચાવ્યા છે. અમેરિકાના આટલા પૈસા બચાવવા બદલ તેમણે પુતિનનો આભાર માન્યો હતો.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy