થાઇલૅન્ડના રાજાની અંતિમ યાત્રા હશે ૭.૪૯ અબજ રૂપિયાની

મૃત્યુના એક વર્ષ પછી આવતા અઠવાડિયે નીકળશે શાહી જનાઝો : અઢી લાખ જેટલા લોકો જેમાં હાજર રહેવાના છે એ વિધિનાં તમામ રિહર્સલ આખરે સમાપ્ત

king

સાત દાયકા સુધી થાઇલૅન્ડ પર શાસન કર્યા પછી ૨૦૧૬ની ૧૩ ઑક્ટોબરે અવસાન પામેલા થાઇલૅન્ડના રાજા ભૂમિબોલ અદુલ્યદેજના અંતિમ સંસ્કાર આવતા અઠવાડિયે ૨૬ ઑક્ટોબરે બુધવારે કરવામાં આવશે. પાંચેક કલાકની એ અંતિમ વિધિમાં લગભગ અઢી લાખ લોકોની હાજરીનો અંદાજ રાખવામાં આવે છે. થાઇલૅન્ડમાં દેવ સમાન ગણાતા રાજા ભૂમિબોલના અવસાન પછી શરૂ થયેલી અંતિમ સંસ્કારની તૈયારીનું ફાઇનલ રિહર્સલ ગયા શનિવારે કરવામાં આવ્યું હતું. આવતા બુધવારે અગ્નિ સંસ્કાર પછી પાંચ દિવસ સુધી શોક પાળવામાં આવશે. ખરેખર પ્રજાવત્સલ ગણાતા લોકહૃદયમાં બિરાજતા રાજાના અંતિમ સંસ્કારના કેટલાક મહિનાથી ચાલતાં આયોજનોની હવે પૂર્ણાહુતિ થઈ છે. ૬.૮૦ કરોડની વસ્તી ધરાવતા સમગ્ર દેશમાં રાજા ભૂમિબોલના ફોટોગ્રાફનાં પોસ્ટર્સ અને હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યાં છે. 

ભવ્ય અંતિમ વિધિ માટે ૭.૪૯ અબજ રૂપિયા જેટલી સ્થાનિક ચલણની રકમ અલગ રાખવામાં આવી છે. પરંપરાગત શાહી વિધિવિધાન અને રીતરિવાજ પ્રમાણે અંતિમ સંસ્કાર પાર પાડવા માટે શનિવારે ઉકળાટ (ઑક્ટોબર હીટ)ના વાતાવરણમાં આખરી રિહર્સલ્સ કરવામાં આવ્યાં હતાં.

જનાઝાના રિહર્સલ્સમાં પ્રાચીન કૉસ્ચ્યુમ્સ પહેરીને હજારો સરકારી અધિકારીઓ અને સૈનિકો ઘોડા જોડેલી બગીઓ અને રથમાં સામેલ થયા હતા. બૅન્ગકૉકના ઐતિહાસિક ચોકમાંથી પસાર થતા અધિકારીઓના રિહર્સલની રથયાત્રાને નિહાળવા માટે કાળાં વસ્ત્રો પહેરેલા લોકો ઊભા હતા.

king1

રિહર્સલ્સની રથયાત્રામાં બ્લુ કલરના સૈનિકો ટોપા-શિરસ્ત્રાણ, એમ્બ્રૉઇડરીવાળી લાલ ટોપીઓ, અણિયાળી સફેદ હૅટ અને શણગારેલી છત્રીઓ સાથે બૅન્ગકૉકના માર્ગો પરથી પસાર થયા ત્યારે ડ્રમ્સ અને બેન્ડવાજાં પણ વાગતાં હતાં.

રિહર્સલ્સમાં લશ્કર (જુન્ટા)ના મુખ્ય વહીવટકર્તા પ્રયુત ચૅન-ઓ-ચા અને રાજા ભૂમિબોલની દીકરી પ્રિન્સેસ સિરિન્ધોમ પણ શનિવારે રિહર્સલ્સમાં સામેલ થયાં હતાં.

રિહર્સલના જુલૂસને નિહાળીને અનેક લોકો ભાવવિભોર થઈ ગયા હતા. એ લોકો રાજા ભૂમિબોલનો ગોલ્ડન ફ્રેમનો ફોટોગ્રાફ હાથમાં લઈને ઊભા હતા.

રિહર્સલમાં રાજાના અંતિમ સંસ્કાર બાદના અવશેષો ધરાવતો સુવર્ણકુંભ લઈને કેટલાક અધિકારીઓ ચાલતા હતા. એ સુવર્ણકુંભ પ્રાચીન સમયથી પરંપરાગત રીતે રાજાઓના અંતિમ સંસ્કાર બાદ અવશેષો લઈ જવા માટે વપરાતો હતો.

king2

થાઇલૅન્ડના રાજવી બદનક્ષી કાયદા હેઠળ રાજા કે રાજવી શાસનની ટીકા અથવા સીધી કે આડતરી રીતે અપમાનને ગુનો ગણવામાં આવે છે. જોકે ટીકાકારો આ કાયદાને રાક્ષસી કાયદો પણ ગણે છે. ૨૦૧૪માં રાજવી લશ્કરે બળવો કરીને સત્તા હાંસલ કર્યા પછી એ કાયદા હેઠળ સજાનું પ્રમાણ બેહદ વધી ગયું છે. ફક્ત સોશ્યલ મીડિયા પર અપમાનજનક પોસ્ટ બદલ દાયકાઓ સુધીની કેદની સજાઓ ફરમાવવામાં આવી રહી છે.

લોકશાહી તથા અન્ય શાસનપ્રણાલીઓના યુગમાં રાજાશાહીની પ્રતિષ્ઠા ફરી સ્થાપિત કરવાનો યશ રાજા ભૂમિબોલને આપવામાં આવે છે. થાઇલૅન્ડમાં રાજાને રાષ્ટ્રનો આત્મા ગણવામાં આવે છે. ઘણા વખત સુધી થાઇલૅન્ડમાં નબળી પડેલી રાજાશાહીને ભૂમિબોલ અદુલ્યદેજના શાસનમાં નવું બળ મળ્યું હતું અને તમામ પરંપરાગત રાજવી ઉત્સવો અને રીતરિવાજોનો અમલ ફરી શરૂ કરવામાં આવ્યો હતો. અનેક થાઇલેન્ડવાસીઓ ભૂમિબાલને રાષ્ટ્રપિતા ગણે છે.

થાઇલૅન્ડમાં સર્વસામાન્ય જનતાની ભાષાની સરખામણીમાં રાજવીઓની અને રાજવીઓ માટે વપરાતી ભાષા અને ડ્રેસ-કોડ જુદાં હોય છે.

બૌદ્ધ વિધિવિધાન પ્રમાણે યોજાનારા અંતિમ સંસ્કારમાં વિશાળ શોભાયાત્રા અને સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાશે.

king3

રાજા ભૂમિબોલના અનુગામી ૬૫ વર્ષના રાજા મહા વજિરાલૉન્ગકૉમે હજી ઔપચારિક રીતે સત્તાનાં સૂત્રો સંભાYયાં નથી. તેમણે રાજા તરીકેનું પહેલું વર્ષ મોટા ભાગે  વિદેશમાં પસાર કર્યું છે. જોકે નવા રાજા માટે ભૂમિબોલ જેટલી લોકપ્રિયતા, માન અને પ્રતિષ્ઠા મેળવવાનાં કપરાં ચડાણ છે. જોકે રાજા મહા વજિરાલૉન્ગકૉમના રાજ્યાભિષેકની તારીખ હજી નક્કી થઈ નથી.

રાજાની ડેડ-બૉડી હાલમાં કૉફિનમાં રાખવામાં આવી છે. ભૂમિબોલના અવસાન પછી સામૂહિક શોક પાળતા અનેક થાઇલૅન્ડવાસીઓ ફક્ત કાળા અને ધોળા રંગનાં કપડાં પહેરે છે.

અંતિમ સંસ્કારની વ્યવસ્થા અને વિધિ નિહાળનારા લોકો માટે ભવ્ય શાહી મહેલની સામેના વિશાળ મેદાનમાં સુવર્ણરંગી પૅવિલિયન્સ બાંધવામાં આવ્યાં છે.

king4

અંતિમ સંસ્કારમાં હાજર રહેનારા સરકારી અધિકારીઓ-કર્મચારીઓ તથા જનતા માટે સ્ટિÿક્ટ ડ્રેસ-કોડ રાખવામાં આવ્યો છે.

નવી પેઢી સમક્ષ રાજાના અંતિમ સંસ્કારનો પ્રથમ અવસર હોવાથી અંતિમ સંસ્કારના કાર્યક્રમની વ્યવસ્થા જાળવવા ઇવેન્ટ મૅનેજમેન્ટની દૃષ્ટિએ સરકારી અધિકારીઓએ મહિનાઓ સુધી ઘણી મહેનત કરવી પડી હતી.

રાજા ભૂમિબોલના અંતિમ સંસ્કારના દિવસ ૨૬ ઑક્ટોબરને રાષ્ટ્રીય રજા જાહેર કરવામાં આવી છે. એ દિવસે લાખો થાઇલૅન્ડવાસીઓના સવાર-સાંજના જમવાના આધાર એવા હજારો કન્વીનિયન્સ સ્ર્ટોસ એ દિવસે બંધ રહેશે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK