મિશન ઇમ્પૉસિબલ બન્યું પૉસિબલ વિજ્ઞાન, નસીબનો સાથ અને ચમત્કાર

થાઇલૅન્ડની ગુફામાંથી ૧૨ બાળકો અને કોચને બહાર લાવવાના દુનિયાના સૌથી મોટા ૭૨ કલાકના રેસ્ક્યુ ઑપરેશનનો અંત

thailand

થાઇલૅન્ડની ટૅમ લૂંગ ગુફામાંથી ચાર બાળકો અને ફુટબૉલ-ટીમના કોચને બહાર કાઢવાની કામગીરી સાથે છેલ્લા ૧૮ દિવસથી ફસાયેલા તમામને બહાર લાવવામાં સફળતા મળી છે અને મિશન ઈમ્પૉસિબલ ગણવામાં આવતા આ ૭૨ કલાકના રેસ્ક્યુ ઑપરેશનનો ગઈ કાલે સુખદ અંત આવ્યો હતો. ગુફામાં પાણી ભરાઈ ગયું હોવાથી તેમને બહાર લાવવા માટે રેસ્ક્યુ ટીમે ૭૨ કલાકના મિશન માટે જબરદસ્ત પ્લાનિંગ કર્યું હતું અને એમાં વિજ્ઞાન અને નસીબનો પણ સાથ મળ્યો હતો. આમ એક ચમત્કાર જેવા ઑપરેશનનો અંત આવ્યો છે.

ગુફામાં ડાઇવિંગની ટ્રેઇનિંગ


ગુફામાં ફસાયેલા બાળકો ૧૧થી ૧૬ વર્ષના હતા અને તેમને સ્વિમિંગ આવડતું નહોતું. તેઓ ડાઇવિંગ પણ કરી શકે એમ નહોતા. એથી થાઇલૅન્ડના નેવી સીલે તેમને આ માટે જરૂરી પ્રશિક્ષણ ગુફામાં જ ગંદા પાણીમાં આપ્યું હતું. આટલા નાના બાળકોને કોઈ ડાઇવિંગ સ્કૂલમાં પ્રવેશ પણ મળે નહીં, છતાં આ બાળકોએ ભારે હિંમત બતાવીને તેમને બચાવવાની કામગીરીમાં સાથ આપ્યો હતો.

ટ્રૅન્ક્વીલાઇઝર્સ આપ્યાં


આ બાળકો ગુફામાંથી બહાર નીકળવાની ચાર કિલોમીટર લાંબી મુસાફરીમાં શાંત રહે એ માટે તેમને ટ્રૅન્ક્વીલાઇઝર્સના નાઇલ્ડ ડોઝ પણ આપવામાં આવ્યા હતા. બે નેવી સીલ એક-એક બાળકની સાથે હતા. એક સીલ આગળ અને એક સીલ પાછળ એમ કરીને તેમને બહાર લાવવામાં આવ્યા હતા. ૧૩ પૈકી ૮ ડાઇવર્સ બાળકો સાથે રહેતા હતા અને પાંચ ડાઇવર્સ ગુફામાં ખતરનાક વળાંકો પર ગાઇડ કરતા હતા.

અનેક સાધનોનો ઉપયોગ

ગુફામાંથી બહાર નીકળવા માટે ખાસ સાધનોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ગુફાના પ્રવેશદ્વારથી બાળકો હતા ત્યાં સુધીના ચાર કિલોમીટરમાં માર્કિંગ રોપ ફિટ કરવામાં આવ્યો હતો, જેના સહારે બાળકોને બહાર લાવવામાં આવ્યા હતા. ગુફામાં સંકડાશ હોવાને કારણે ખાસ પ્રકારની ઑક્સિજન-ટૅન્ક વાપરવામાં આવી હતી. અંધારા કૉરિડોર્સમાંથી બહાર નીકળવા માટે ખાસ પ્રકારની ટૉર્ચનો પણ ઉપયોગ થયો હતો. આમ બાળકોને બહાર લાવવા માટે એક-એક નાની બાબતનું ધ્યાન રાખવામાં આવ્યું હતું અને એમાં આધુનિક ટૅકનૉલૉજીનો સાથ મળ્યો હતો.

બાળકોની તબિયતનું ધ્યાન


આ બાળકો ગુફામાં ૯ દિવસ સુધી અંધારામાં રહ્યા હતા. તેમને શોધવામાં આવ્યા ત્યાં સુધીમાં તેમની પાસે હતો એ ખોરાક તેમણે ખાધો હતો. એ પછી તેમને પ્રોટીનથી ભરપૂર ખોરાક આપવામાં આવ્યો હતો. એક જ બાળકને અંગ્રેજી આવડતું હોવાથી એ બ્રિટિશ ડાઈવર્સ સાથે વાતચીત કરીને ટીમને મદદરૂપ થતો હતો. ડૉક્ટરની ટીમ પણ અંદર ગઈ હતી. તેમને રેબીઝ અને ટિટનસની રસી આપી દેવામાં આવી છે અને બે જણને ન્યુમોનિયાની અસર હોવાથી ઍન્ટિબાયોટિક્સનાં ઇન્જેક્શન આપવામાં આવ્યાં હતાં. બહાર આવ્યા બાદ કેટલાકે ચૉકલેટ માગી હતી, પણ હાલમાં તેમને ખાસ ડાયટ પર રાખવામાં આવ્યા છે અને પછીથી જ તેમને નૉર્મલ ખોરાક આપવામાં આવશે.

૧૮ દિવસની યાતના


૨૩ જૂને ૧૧થી ૧૬ વર્ષની ઉંમરના ૧૨ બાળકો તેમના એક સાથીનો બર્થ-ડે મનાાવવા ફુટબૉલ-કોચ સાથે ફરવા નીકળ્યા હતા. રસ્તામાં વરસાદ પડતાં તેમણે એક ગુફામાં આશ્રય લીધો. પાણી એટલાં ભરાયાં કે તેઓ ગુફાના મુખથી આશરે ચાર કિલોમીટર અંદર જતા રહ્યા.

આ બાળકો અને તેમના કોચને શોધવાનું ઑપરેશન શરૂ કરવામાં આવ્યું. નવ દિવસ પછી એક બ્રિટિશ ડાઇવરે શોધી કાઢ્યા. એક બાળકને અંગ્રેજી આવડતું હોવાથી એ દુભાષિયા તરીકે ડાઇવરો સાથે સંવાદ કરતો હતો.

બાળકો બર્થ-ડે મનાવવા નીકળેલા એટલે તેમની પાસે ખાવાની સામગ્રી હતી અને એના લીધે તેમના નવ દિવસ નીકળી ગયા.

તેમનું રેસ્ક્યુ ઑપરેશન શરૂ કરવામાં આવ્યું. વિદેશથી ડાઇવરોને બોલાવવામાં આવ્યા. થાઇલૅન્ડના ૪૦ અને વિદેશના ૫૦ એમ કુલ ૯૦ ડાઇવરોની મદદ લેવામાં આવી. ગુફામાંથી પાણી કાઢવા પમ્પ લગાડવામાં આવ્યા.

ગુફા એટલી ખતરનાક છે કે થાઇલૅન્ડના એક ડાઇવરનું ઑપરેશન દરમ્યાન મોત થઈ ગયું.

ગુફામાં પાણીનું સ્તર ઘટતું ન હોવાથી રેસ્ક્યુ મિશન શરૂ કરવામાં ન આવ્યું. ડાઇવરોએ અંદર જઈ બાળકોને હાઈ-પ્રોટીનયુક્ત ખાદ્ય સામગ્રી પહોંચાડી. એક ઑસ્ટ્રેલિયન ડૉક્ટરે પણ અંદર જઈ બાળકોની તબિયત તપાસી. બધા શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ હોવાની ખબર પડી.

બાળકોએ ગુફામાંથી પોતાના પેરન્ટ્સને લાગણીસભર પત્રો લખ્યા અને પેરન્ટ્સે પણ પોતાનાં બાળકોને લેટર મોકલ્યા. આ સંકટભરી સ્થિતિ માટે પોતે જવાબદાર હોવાનું કોચે લખ્યું અને માફી માગી. જોકે પેરન્ટ્સે કોચ જવાબદાર હોવાની વાત ન માની.

૮ જુલાઈએ ગુફામાં પાણીનું સ્તર સહેજ ઘટતાં અને વરસાદ ફરીથી શરૂ થાય એ પહેલાં રેસ્ક્યુ ઑપરેશન શરૂ કરવામાં આવ્યું. ચાર બાળકોને બહાર કાઢવામાં આવ્યા.

૯ જુલાઈએ બીજા ચાર અને ૧૦ જુલાઈએ બીજા ચાર બાળકોને અટપટી ગુફામાંથી રેસ્ક્યુ કરવામાં આવ્યા. બાકીનાને ગઈ કાલે બચાવી લેવામાં આવ્યા.

હૉસ્પિટલમાં પરિસ્થિતિ શું છે?


બાળકો અને કોચને ગુફામાંથી કાઢ્યા બાદ પહેલાં સ્પૉટ પર તેમને ડૉક્ટરો તપાસતા અને ત્યાંથી હેલિકૉપ્ટરથી પાસેની હૉસ્પિલમાં લઈ જવામાં આવતા. આ હૉસ્પિટલમાં એક આખો માળ બાળકો અને કોચ માટે રિઝર્વ રાખવામાં આવેલો. બાળકોને ઇન્ફેક્શન ન લાગે એ માટે તેમના પેરન્ટ્સને પણ મળવાની છૂટ નથી. અત્યારે માત્ર કાચમાંથી તેઓ પોતાના દીકરાને જોઈ શકે છે. તેમને જ્યારે પણ મળવાની છૂટ આપવામાં આવશે ત્યારે તેઓ છ ફુટ દૂર જ ઊભા રહીને બાળકને જોઈ શકશે. ત્યારે તેમણે પ્રોટેક્ટિવ કપડાં પહેરવાનું ફરજિયાત છે. માત્ર થાઇલૅન્ડના વડા પ્રધાન બાળકોને હૉસ્પિટલમાં મળ્યા છે અને તેમની આ મુલાકાતે વિવાદ જગાવ્યો છે.

બાળકોની તબિયત કેવી છે?

તમામ બાળકો અને કોચ શારીરિક અને માનસિક રીતે ફિટ છે. તેમને હૉસ્પિટલમાં લાવવામાં આવ્યા ત્યારે પહેલાં બધાના એક્સ-રે અને બ્લડ-સૅમ્પલ લેવામાં આવ્યાં હતાં. અમુકના હાર્ટ-રેટ લો હતા, પણ પછી એ સામાન્ય થઈ ગયા હતા. એકાદ-બે બાળકોને ફેફસાનું ઇન્ફેક્શન હતું. બાળકો ઘણા દિવસથી ગુફામાં હતા એટલે ચામાચીડિયાની વિષ્ટાને કારણે કોઈને ખાસ પ્રકારનું ઇન્ફેક્શન તો નથી થયું એની પણ તપાસ કરવામાં આવશે. બાળકો-કોચ હૉસ્પિટલમાં દાખલ થયા ત્યારે તેમને પહેલાં એનર્જી ફૂડ આપવામાં આવેલું અને હવે તેઓ પાચન કરી શકે એવું ફૂડ આપવામાં આવે છે. બધાને હજી સાત દિવસ ઑબ્ઝર્વેશનમાં રાખવામાં આવશે. ખાસ વાત તો એ છે કે બાળકો-કોચ આટલા દિવસ અંધારામાં રહ્યા હોવાથી થોડા દિવસ તેમણે ફરજિયાત ગૉગલ્સ પહેરવાં પડશે.

ક્યાંથી મળ્યાં ઇન્વિટેશન્સ?

બાળકો ફુટબૉલના રસિયા હોવાથી તેમને ફુટબૉલ વલ્ર્ડ કપની ફાઇનલ મૅચ જોવાનું ફિફાએ આમંત્રણ આપ્યું છે. બાળકો-કોચ માટે અલગ સીટ્સ રાખવામાં આવશે એવી જાહેરાત ફિફાએ કરી છે. જોકે બાળકો-કોચ રવિવારની ફાઈનલ મૅચ જોવા જઈ શકે એની શક્યતા ઓછી છે.

બાળકો મૅન્ચેસ્ટર યુનાઇટેડ ફુટબૉલ ક્લબના ફૅન છે. આ ક્લબે પણ બાળકો અને કોચને ઓલ્ડ ટ્રેફર્ડ સ્ટેડિયમની મુલાકાતે આવવાનું આમંત્રણ આપ્યું છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK