સિગારેટ આપવાની ના પાડનાર ગુજરાતીની હત્યા

હત્યા કરીને ટીનેજર ભાગી છૂટ્યો

vijkay

દુનિયાભરમાં વ્યસનોથી બાળકોને દૂર રાખવા માટે કાયદામાં ૧૮થી ઓછી વયના યુવાઓને સિગારેટ તમાકુ કે શરાબ આપવા પર મનાઈ ફરમાવવામાં આવી છે. જોકે કાયદાને ધોઈને પી જનારાઓ ઘણી વખત કિશોરોને વ્યસની ચીજો આપતા હોય છે, પણ અનેક એવા પણ હોય છે જે કાયદા કરતાં વિશેષ કિશોર વયનાં બાળકોને ભટકતાં અટકાવવા માટે વ્યસની ચીજો આપવાની મનાઈ કરતા હોય છે. જોકે એના કારણે ક્યારેક તેમણે એની મોટી કિંમત પણ ચૂકવવી પડે છે.

નૉર્થ લંડનમાં ટીનેજરે સિગારેટ આપવાની ના પાડનારા ગુજરાતી દુકાનદારને માર માર્યો. શનિવારે લંડનના મિલ હિલ વિસ્તારમાં આવેલી દુકાનમાં ૪૯ વર્ષના વિજય પટેલ પર હુમલો કરવામાં આવ્યો હતો. તેમને તાત્કાલિક હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં માથામાં લાગેલી ઈજાને કારણે સોમવારે તેમનું મૃત્યુ થયું હતું. હુમલામાં સંડોવાયેલા શંકાસ્પદ લોકોને શોધવાની અપીલ સાથે પટેલના પરિવારે લાઇફ સર્પોટ મશીન સાથેનો તેમના આખરી સમયનો ફોટો બહાર પાડ્યો હતો. ગઈ કાલે ૧૬ વર્ષના એક યુવાને કોર્ટ સમક્ષ હાજર થઈ પોતાનો ગુનો કબૂલ્યો હતો. એમ માનવામાં આવે છે કે આ ઘટનામાં ત્રણ જણ સંડોવાયા છે. પટેલને છાતીમાં માર મારવામાં આવ્યો હતો, જેને કારણે તે પડી જતાં તેમને માથામાં ઈજા થઈ હતી.

લંડન ઍમ્બ્યુલન્સ સર્વિસે પટેલને તેમના સ્ટોર રોટા એક્સપ્રેસની બહારની ફુટપાથ પર ઈજાગ્રસ્ત હાલતમાં પડેલા જોતાં તેમને લંડનની સેન્ટ મૅરીઝ હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.

પટેલ ૨૦૦૬માં તેમના પરિવાર સાથે ભારતથી લંડન આવ્યા હતા. તેમના પરિવારમાં તેમની પત્ની વિભા અને બે બાળકો છે. ઘટના સમયે પટેલનાં પત્ની તેમના સંબંધીઓને મળવા ભારત આવ્યાં હતાં. પટેલના પરિવાર માટે ભંડોળ એકત્ર કરવા કરવામાં આવેલી ઑનલાઇન અપીલ દ્વારા અત્યાર સુધીમાં ૧૫,૦૦૦ પાઉન્ડ (અંદાજે ૧૨.૮૮ લાખ રૂપિયા) ઊભા કરી શકાયા છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK