શ્રીલંકામાં કોમી દંગલ પછી આખા દેશમાં ઇમર્જન્સી લાદવામાં આવી

કેન્ડીમાં બૌદ્ધો અને મુસ્લિમો વચ્ચેની કોમી હિંસા પ્રસરવાનો સરકારને ભય

kandy

શ્રીલંકાના મધ્યવર્તી કેન્ડી પ્રાંતમાં બૌદ્ધો અને મુસ્લિમો વચ્ચે હિંસક અથડામણો પછી ગઈ કાલે દસ દિવસ માટે આખા દેશમાં ઇમર્જન્સી જાહેર કરવામાં આવી હતી. કેન્ડીના થેલ્ડેનિયા વિસ્તારમાં સોમવારે હિંસક બનાવોમાં બે જણ મૃત્યુ પામ્યા હતા અને એ રમખાણો બાદ પોલીસે કરફ્યુ લાદ્યો હતો. ગઈ કાલે શ્રીલંકાના પ્રમુખ અને પ્રધાનમંડળે ઇમર્જન્સી જાહેર કરવાનો નિર્ણય લીધો હતો.

કેન્ડીની હિંસામાં લઘુમતી સમુદાયનાં ઘરો અને દુકાનોની તોડફોડ કરવામાં આવી હતી. ત્યાર પછી કરફ્યુ લાદવામાં આવતાં સ્પેશ્યલ ટાસ્ક ફોર્સના કમાન્ડો ગોઠવાઈ ગયા છે. લઘુમતી સમુદાયના હુમલામાં સિંહાલા સમુદાયની વ્યક્તિના મૃત્યુ બાદ રમખાણો શરૂ થયાં હતાં. દંગલમાં ચાર મસ્જિદો પણ બાળી નાખવામાં આવી છે. ઘણા લોકો આ દંગલને મ્યાનમારમાં બૌદ્ધો અને રોહિંગ્યા મુસ્લિમો વચ્ચેની હિંસા સાથે સરખાવી રહ્યા છે.

હાલની હિંસા પૂર્વે ૨૬-૨૭ ફેબ્રુઆરીએ શ્રીલંકાના અંપારા પ્રાંતમાં કોમી અથડામણો થઈ હતી. તાજેતરમાં મુખ્યત્વે કેન્ડીમાં થયેલી હિંસા અન્ય પ્રાંતોમાં ન ફેલાય એ માટે ઇમર્જન્સી જાહેર કરવામાં આવી હતી.

હિંસાનાં મૂળ ક્યાં છે?


મ્યાનમારની માફક શ્રીલંકામાં મુસ્લિમો અને બૌદ્ધો વચ્ચે અવારનવાર તંગદિલી ઊભી થતી રહે છે. સ્થાનિક સિંહાલા સમુદાય મુસ્લિમોને જોખમરૂપે ગણે છે. શ્રીલંકામાં બૌદ્ધોની વસ્તી ૭૫ ટકા છે, પરંતુ ત્યાંના વેપારધંધામાં મુસ્લિમોની સ્થિતિ મજબૂત છે.

શ્રીલંકામાં લિબરેશન ટાઇગર ઑફ તામિલ ઇલમ (LTTE)ને ખતમ કરવામાં ભલે સફળતા મળી હોય, હજી સિંહાલા સમુદાયનો મોટો વર્ગ તામિલ સહિત બિનસિંહાલા વર્ગો અને ખાસ કરીને મુસ્લિમોને જોખમરૂપ માને છે.

૨૦૧૪માં શ્રીલંકામાં થયેલાં વ્યાપક રમખાણોમાં ૮૦૦૦ મુસ્લિમો અને ૨૦૦૦ સિંહાલા વિસ્થાપિત થયા હતા.

શ્રીલંકામાં આ પ્રકારના હિંસક બનાવો માટે કટ્ટર બૌદ્ધ સંગઠન બોદુ બાલા સેનાને પણ જવાબદાર ગણવામાં આવે છે. એ સંગઠનના નેતાઓ મુસ્લિમોની વધતી વસ્તી મૂળ સિંહાલા પ્રજા માટે જોખમી હોવાનં  કહેતા રહ્યા છે.

ઘણા સિંહાલીઓ રોહિંગ્યા મુસ્લિમોને આપવામાં આવેલા આશ્રયનો પણ વિરોધ કરી રહ્યા છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK