ચીનની સરહદે સૈનિકો અને ઑફિસરો શીખશે ચાઇનીઝ ભાષા

સીમા પર બાજનજર રાખવા સૅટેલાઇટનો પણ હવે ઉપયોગ થશે

china

કેન્દ્રના ગૃહ પ્રધાન રાજનાથ સિંહે ગઈ કાલે કહ્યું હતું કે હોમ-મિનિસ્ટ્રી ભારત-ચીન સરહદે પચાસ વધુ બૉર્ડર-પોસ્ટ બનાવવાના પ્રસ્તાવ પર વિચાર કરી રહી છે. આ ઉપરાંત ઇન્ડો-તિબેટન બૉર્ડર પોલીસ (ITBP)ના તમામ સૈનિકો અને ઑફિસરોમાં ચીની ભાષાની પ્રાથમિક સમજ વિકસાવવાના પ્રયાસો ચાલી રહ્યા છે.

ચીન સાથેના તાજેતરમાં સરહદ પર સંઘર્ષ બાદ સરકાર આ પ્રસ્તાવો પર ગંભીરતાથી વિચાર કરી રહી છે. રાજનાથ સિંહે કહ્યું હતું કે ‘અરુણાચલ પ્રદેશ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં બૉર્ડર-પોસ્ટને જોડવા માટે ૨૫ કરતાં વધુ રસ્તાઓનું નિર્માણકાર્ય ઝડપથી ચાલી રહ્યું છે. તમામ ITBPના સૈનિકો અને ઑફિસરોને ટ્રેઇનિંગ સમયે મૅન્ડેરિન (ચીનની ભાષા)ની પ્રાથમિક જાણકારી હોય એવી વ્યવસ્થા કરવામાં આવી રહી છે, જેથી ચીનની પીપલ્સ લિબરેશન આર્મી (PLA) સાથે સરહદ પર સંઘર્ષ વખતે સમસ્યા ન પડે. લદ્દાખમાં એક મૉડલ બૉર્ડર-પોસ્ટનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. જો એ સફળ રહ્યું તો આ તમામ બૉર્ડર-પોસ્ટ પર લાગુ પાડવામાં આવશે.’

હોમ-મિનિસ્ટ્રીએ ભારતની સરહદની અવકાશમાંથી દેખરેખ રાખી શકાય એ માટે સૅટેલાઇટના ઉપયોગ માટે ITBPને નોડલ ફૉર્સ બનાવી છે. પાકિસ્તાન અને બંગલા દેશ સરહદે બૉર્ડર સિક્યૉરિટી ફૉર્સ (BSF)અને ચીન સરહદે ITBP માટે સૅટેલાઇટ બૅન્ડવિથ આપવાને મંજૂરી આપી દેવાઈ છે. તેથી અંતરિયાળ વિસ્તારમાં આવેલી પોસ્ટ સાથે સંદેશાવ્યવહાર સારી રીતે થઈ શકે. તેમ જ સરહદે સૅટેલાઇટની મદદથી કોઈ પણ શંકાસ્પદ પ્રવૃત્તિને પકડી શકાય.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK