નાસાનું યાન કરશે સૂરજને સ્પર્શ

પ્રકાશ અને ગરમી કઈ રીતે સૂર્યની આસપાસ ઘેરો બનાવી રાખે છે એ જાણવાનો આ મિશનનો ઉદ્દેશ

nasa

અમેરિકાની સ્પેસ એજન્સી નાસાએ ગઈ કાલે સૂરજ પર એનું પહેલું મિશન ‘પાર્કર સોલર પ્રોબ’ રવાના કર્યું હતું. ગાડીના આકારનું આ અવકાશયાન સૂરજની સપાટીની સૌથી નજીક એટલે કે લગભગ ૪૦ લાખ માઇલના અંતરથી પસાર થશે. આ પહેલાં કોઈ પણ અવકાશયાને આટલી ગરમી કે પ્રકાશનો સામનો નહીં કર્યો હોય. પ્રકાશ અને ગરમી કઈ રીતે સૂરજની આસપાસ ઘેરો બનાવી રાખે છે એ જાણવાનો જ આ મિશનનો ઉદ્દેશ છે.

અગાઉ પાર્કર સોલર પ્રોબ શનિવારે લૉન્ચ કરવાનું હતું, પરંતુ ટેક્નિકલ ક્ષતિને કારણે લૉન્ચિંગ પાછળ ઠેલવામાં આવ્યું હતું. કેપ કેનેવરલસ્થિત લૉન્ચ-સ્ટેશન પરથી ડેલ્ટા-૪ રૉકેટ દ્વારા આ યાનને સ્પેસમાં રવાના કરવામાં આવ્યું હતું. આ અવકાશયાન આગામી સાત વર્ષમાં સૂરજની આસપાસ સાત ચક્કર લગાવશે. ધરતી અને સૂરજ વચ્ચેનું અંતર લગભગ ૯ કરોડ ૩૦ લાખ માઇલ છે. આ મિશન કોરોના નામે ઓળખાતા સૂરજના વાયુમંડળનો વિસ્તૃત અભ્યાસ કરશે.

આ અવકાશયાન મોકલવાનો મૂળ હેતુ સૂરજની નજીકનું વાતાવરણ, એના સ્વભાવ અને કાર્યપ્રણાલીને સમજવાનું છે. સાત વર્ષ સુધી આ મિશન સૂરજને સમજવાની કોશિશ કરશે. આ પ્રોજેક્ટ પર નાસાએ ૧૦૩ અબજ રૂપિયા ખર્ચ કર્યા છે. ૯ ફીટ ૧૦ ઇંચ લાંબા આ યાનનું વજન ૬૧૨ કિલો છે. પાર્કર ઇતિહાસનું પ્રથમ તેજ ગતિએ પ્રવાસ કરતું માનવસર્જિત અવકાશયાન છે. એની સ્પીડ પ્રતિ કલાકની ૬,૯૦,૦૦૦ કિલોમીટરની હશે. ટૂંકમાં, આ ગતિએ ન્યુ યૉર્કથી ટોક્યો માત્ર એક મિનિટમાં પહોંચી શકાય. આ મિશન દ્વારા એકત્ર કરાયેલા ડેટાથી સૂરજ માટેની લાંબા સમયથી ચાલી આવતી અનેક માન્યતાઓ દૂર થશે.

સૂરજના તાપ તેમ જ ધરતીની તુલનાએ ૫૦૦ ગણું વધુ રેડિયેશન જીરવી શકે એ માટે આ યાનને અત્યંત શક્તિશાળી ૧૧.૪૩ સેન્ટિમીટર જાડા કાર્બનના હીટ શિલ્ડથી સુરક્ષિત કરવામાં આવ્યું છે. આ યાનને ગઈ કાલે અમેરિકાના સમય મુજબ વહેલી સવારે ૩.૩૧ વાગ્યે લૉન્ચ કરવામાં આવ્યું હતું. પ્રથમ છ સપ્તાહમાં આ યાન શુક્રના ગ્રહની નજીકથી તેજ ગતિએ પસાર થશે અને ત્યાર બાદનાં છ સપ્તાહમાં સૂરજની નજીક પહોંચશે.

પહેલાં ૧૯૫૮માં સોલર વિન્ડનું અનુમાન રજૂ કરનારા ૯૧ વર્ષની વયના અમેરિકી સૌર ખગોળશાસ્ત્રી યુજીન નેવનૈન પાર્કરના નામ પર આ અવકાશયાનનું નામ રાખવામાં આવ્યું છે. કોઈ જીવંત વ્યક્તિનું નામ અવકાશયાનને આપવામાં આવ્યું હોય એવી આ પ્રથમ ઘટના છે. યાન સૂરજની એકદમ નજીકથી પસાર થશે એ સમયે ત્યાંનું તાપમાન ૨૫૦૦ ડિગ્રી સેલ્શિયસ જેટલું હશે. નાસાના જણાવ્યા મુજબ જો બધું જ બરાબર રહ્યું તો યાનની અંદરનું તાપમાન ૮૫ ડિગ્રી સેલ્શિયસ જેટલું રહેશે. આ અવકાશયાન સૂરજના વાયુમંડળ કોરોનામાંથી ૨૪ વાર પસાર થશે.

આ યાન સાથે ૧૧ લાખ લોકોનાં નામ પણ સૂરજ સુધી પહોંચશે. આ વર્ષે માર્ચમાં નાસાએ એના ઐતિહાસિક મિશનમાં ભાગીદાર બનવા માટે લોકો પાસેથી નામ મગાવ્યાં હતાં. મે મહિના સુધીમાં લગભગ ૧૧,૩૭,૨૦૨ નામ મળ્યાં હતાં, જેને મેમરી કાર્ડ દ્વારા યાન સાથે મોકલવામાં આવ્યાં છે.

આ અગાઉ ૧૯૭૬માં હેલિયોસ-૨ યાન સૂરજની સૌથી નજીકથી લગભગ ૪ કરોડ ૩૦ લાખ કિલોમીટરના અંતરેથી પસાર થયું હતું.

આ અવકાશયાન આગામી સાત વર્ષમાં સૂરજની આસપાસ સાત ચક્કર લગાવશે

યાન સૂરજની એકદમ નજીકથી પસાર થશે એ સમયે ત્યાંનું તાપમાન ૨૫૦૦ ડિગ્રી સેલ્શિયસ જેટલું હશે

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK