બ્રિટનમાં મોદીના વિરોધમાં આક્રમક દેખાવો : તિરંગો ફાડી નાખવામાં આવ્યો

દેખાવકારોમાં ખાલિસ્તાની અને કાશ્મીરી ભાગલાવાદીઓ પણ હતા

modi

ભારતમાં થતા અત્યાચાર સામે વિરોધ દર્શાવવા વડા પ્રધાન નરેન્દ્ર મોદીની બ્રિટનની મુલાકાત વખતે એકઠા થયેલા દેખાવકારો ઉગ્ર બનતાં કાયદો અને વ્યવસ્થા જાળવવા સ્કૉટલૅન્ડ યાર્ડ પોલીસે સક્રિયતા દાખવી હતી. ૫૩ કૉમનવેલ્થ દેશોના રાષ્ટ્રધ્વજો માટેના સત્તાવાર સ્તંભો પરનો ભારતનો રાષ્ટ્રધ્વજ સ્તંભ પરથી ઉતારીને ફાડી નાખ્યા બાદ દેખાવકારો ઉગ્ર બન્યા હતા.

બ્રિટિશ સત્તાધીશો અને બહુસ્તરીય કૉમનવેલ્થ હેડ્સ ઑફ ગવર્નમેન્ટ મીટિંગ માટે લંડન ગયેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદી બ્રિટિશ વડા પ્રધાનને મળવા ગયા એ પહેલાં પાર્લમેન્ટ સ્ક્વેર પર વિરોધ-પ્રદર્શકોએ દેખાવો કર્યા હતા. એ વખતે ફ્લૅગ-પોલ પર ભારતનો તિરંગો ફાડવામાં દેખાવકારો ઉગ્ર બન્યા હતા.

વિરોધ-પ્રદર્શનના કવરેજ માટે હાજર થયેલો લીડિંગ ઇન્ડિયન મીડિયા ચૅનલ્સનો જર્નલિસ્ટ હિંસાના માહોલમાં ઘેરાઈ ગયો હતો. ખાલિસ્તાનતરફી દેખાવકારોની ઉગ્રતાની મુસીબતથી જર્નલિસ્ટને બચાવવા માટે સ્કૉટલૅન્ડ યાર્ડના ઑફિસરો સક્રિય બન્યા હતા.

બ્રિટનના સિખ ફેડરેશનના ખાલિસ્તાનતરફી દેખાવકારો અને બ્રિટિશ સંસદના સભ્ય લૉર્ડ અહમદના વડપણ હેઠળના સંગઠન ‘માઇનૉરિટીઝ અગેઇન્સ્ટ મોદી’ના  કાર્યકરો તેમ જ કાશ્મીરના ભાગલાવાદીઓ સહિત ૫૦૦ જેટલા દેખાવકારોએ પાર્લમેન્ટ સ્ક્વેરમાં મોદી વિરુદ્ધ જોરદાર દેખાવ કર્યા હતા. બૅનર્સ અને ઝંડા હાથમાં લઈને સૂત્રોચ્ચાર કરતાં એ દેખાવકારોએ એક તબક્કે સ્ક્વેર પરના મહાત્મા ગાંધીના પૂતળાને પણ ઘેરી લીધું હતું.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK