નરેન્દ્ર મોદીએ દુબઈમાં બેઠાં-બેઠાં કર્યું અબુ ધાબીના મંદિરનું ભૂમિપૂજન

વડા પ્રધાને કહ્યું, મંદિરમાં પૂજા કરનારાએ બીજાને તકલીફ ન પડે એનું ધ્યાન રાખવું પડશે

સદ્ગ

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અબુધાબીમાં પ્રથમ હિન્દુ મંદિરના ભૂમિપૂજનમાં સહભાગી થતાં જણાવ્યું હતું કે આ પવિત્ર સ્થળ ભારતની ઓળખનું માધ્યમ બનતાં માનવતા અને ભાઈચારાનાં મૂલ્યોના જતન માટે કડીરૂપ બનશે. દુબઈ ઑપેરા હાઉસથી વિડિયો-કૉન્ફરન્સિંગ દ્વારા બોચાસણવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામીનારાયણ મંદિરના ભૂમિપૂજનમાં સહભાગી થવા ઉપરાંત મંદિરના મૉડલનું અનાવરણ કર્યું હતું. આ નિમિત્તે સ્થાનિક ભારતીય સમુદાયને સંબોધન કરતાં જમીનના દાન બદલ અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સનો આભાર માન્યો હતો. ટેમ્પલ કમિટીના સભ્યોએ શનિવારે સાંજે અબુ ધાબીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી તથા અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાનને મંદિર વિશેનું સાહિત્ય આપ્યું હતું. વડા પ્રધાનનો UAEનો આ બીજો પ્રવાસ છે. નરેન્દ્ર મોદીએ ૨૦૧૫માં UAEનો પ્રથમ પ્રવાસ કર્યો હતો.

બીજું શું-શું કહ્યું નરેન્દ્ર મોદીએ?

આ મંદિરના બાંધકામ સાથે સંકળાયેલા તમામને હું વિનંતી કરું છું કે આ દેશના શાસકોએ ભારત માટે જે અહોભાવ દર્શાવ્યો છે એ સન્માનનીય બાબત છે. તેમને ભારતના સાંસ્કૃતિક ઇતિહાસનો ગર્વ છે. હવે આપણા તરફથી કોઈ ભૂલ ન થાય એની તકેદારી રાખવાની આપણી ફરજ છે.

મંદિરમાં પૂજા-પ્રાર્થના કરનારાઓ અન્યોને તકલીફ ન આપે એવી મારી તમારી પાસેથી અપેક્ષા છે.

મંદિર બાંધવા વિશેની વાટાઘાટો અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સે આગળ વધારી ત્યારે લોકોને આર્ય થયું હતું. એ માટે હું ૧૨૫ કરોડ ભારતીયો તરફથી હિઝ હાઇનેસ ક્રાઉન પ્રિન્સનો આભાર માનું છું.

આ મંદિર ભારતની ઓïળખનું માધ્યમ બનશે. આ મંદિર ફક્ત સ્થાપત્ય અને ભવ્યતામાં નહીં પણ વસુધૈવ કુટુંબકમની ભાવનાના પ્રસાર માટે પણ વિશિષ્ટ સાબિત થશે.

મંદિરની વિશેષતાઓ


અબુ ધાબીના  - ૫૫,૦૦૦ ચોરસ મીટરના ક્ષેત્રમાં મંદિર બંધાશે.

નવી દિલ્હીના બૅપ્સના અક્ષરધામ મંદિર અને અમેરિકાના ન્યુ જર્સીમાં બંધાતા મંદિરની પ્રતિકૃતિરૂપ બાંધકામ અબુ ધાબીમાં કરવામાં આવશે.

ભારતનાં મંદિરોના નકશીકામના નિષ્ણાત હસ્તકલાકારીગરોને નવા મંદિરના બાંધકામ અને સજાવટના કામ માટે UAEમાં બોલાવવામાં આવ્યા છે.

બાંધકામ અને નકશીકામ સહિતની કાર્યવાહી ૨૦૨૦ સુધીમાં પૂરી થતાં તમામ ધર્મો અને સંપ્રદાયોના લોકો માટે મંદિર ખુલ્લું મૂકવામાં આવશે.

૧૯૦૭માં સ્થાપવામાં આવેલી સંસ્થા બૅપ્સનાં સમગ્ર વિશ્વમાં ૧૧૦૦ મંદિરો અને સાંસ્કૃતિક કેન્દ્રો છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK