વર્લ્ડના મોસ્ટ પાવરફુલ લીડરોમાં મોદી નવમા નંબરે

મુકેશ અંબાણી ૩૨મા તો સત્ય નાદેલા ૪૦મા ક્રમે

m odi1

‘ફૉર્બ્સ’ની મોસ્ટ પાવરફુલ ૭૫ વ્યક્તિઓની યાદીના ટૉપ ટેનમાં આ વખતે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીને સ્થાન મળ્યું છે. ‘ફૉર્બ્સ’ની યાદીમાં પહેલી વખત ચીનના પ્રમુખ શી જિનપિંગ પ્રથમ ક્રમે છે. અગાઉ રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન પ્રથમ ક્રમે હતા. યાદીમાં નરેન્દ્ર મોદી નવમા અને ઉદ્યોગપતિ મુકેશ અંબાણી બત્રીસમા ક્રમે છે.

દુનિયાને ઘુમાવતા ૭૫ મોસ્ટ પાવરફુલ પીપલની વર્ષ ૨૦૧૮ની યાદી વિશે ‘ફૉર્બ્સ’ તરફથી જણાવવામાં આવ્યું છે કે પૃથ્વી પર ૭.૫ અબજ લોકો વસે છે, પરંતુ ૭૫ પુરુષો અને સ્ત્રીઓ દુનિયાને ઘુમાવે છે. જેની હિલચાલો ખૂબ મહત્વની હોય એવી દર દસ કરોડદીઠ એક વ્યક્તિને ‘ફૉર્બ્સ’ના વલ્ડ્ર્સ મોસ્ટ પાવરફુલ પીપલના ઍન્યુઅલ રૅન્કિંગ માટે પસંદ કરવામાં આવે છે.

૬૭ વર્ષના નરેન્દ્ર મોદી ફેસબુકના CEO માર્ક ઝકરબર્ગ (૧૩મો ક્રમ), બ્રિટનનાં વડાં પ્રધાન થેરેસા મે (૧૪મો ક્રમ) અને ચીનના વડા પ્રધાન  લી કેકિયાંગ (૧૫મો ક્રમ) અને ઍપલના ટિમ કુક (૨૪મો ક્રમ) કરતાં આગળ છે.

‘ફૉર્બ્સ’ના લિસ્ટમાં સ્થાન મેળવનારાઓમાં નરેન્દ્ર મોદી ઉપરાંત બીજા ભારતીય ૪૧.૨ અબજ ડૉલર (અંદાજે ૨૭૭૨ અબજ રૂપિયા)ની નેટવર્થ ધરાવતા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચૅરમૅન મુકેશ અંબાણી ૩૨મા ક્રમે છે. ભારતમાં જન્મેલા માઇક્રોસૉફ્ટના CEO સત્યા નાદેલા ‘ફૉર્બ્સ’ના લિસ્ટમાં ૪૦મા ક્રમે છે.

વિશ્વમાં સૌથી વધારે વસ્તીમાં બીજા ક્રમના દેશમાં નરેન્દ્ર મોદી જબરદસ્ત લોકપ્રિયતા ધરાવે છે. મની-લૉન્ડરિંગ તથા ભ્રષ્ટચાર નાબૂદ કરવાના ઉદ્દેશથી ૫૦૦ અને ૧૦૦૦ રૂપિયાની ચલણી નોટો રદ કરવાના મોદી સરકારના ૨૦૧૬ના નવેમ્બર મહિનાના નિર્ણયની ‘ફૉર્બ્સ’ના લિસ્ટે નોંધ લીધી છે.

મુકેશ અંબાણીના સંદર્ભમાં ‘ફૉર્બ્સ’ના લિસ્ટે નોંધ્યું છે કે  અબજોપતિ ઉદ્યોગપતિની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે ૨૦૧૬માં ૪G ફોન-સર્વિસ જીઓ લૉન્ચ કરીને ભારતની હાઇપર કમ્પેટિટિવ ટેલિકૉમ માર્કેટમાં પ્રાઇસ-વૉર શરૂ કરી હતી. ફ્રી ડોમેસ્ટિક વૉઇસ કૉલ્સ, સસ્તી ડેટા સર્વિસ અને સાવ સસ્તા સ્માર્ટફોન્સ ઑફર કરીને જીઓએ ૧૬ કરોડ ગ્રાહકો મેળïવ્યા હતા.

ટૉપ ટેનમાં બીજા ક્રમે રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન, ત્રીજા ક્રમે અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પ, ચોથા ક્રમે જર્મનીનાં ચાન્સેલર અન્ગેલા ર્મેકલ, પાંચમા ક્રમે ઍમેઝૉનના CEO અને સ્થાપક જેફ બેઝોસ, છઠ્ઠા ક્રમે રોમન કૅથલિક ચર્ચના વડા બિશપ ઑફ રોમ પોપ ફ્રાન્સિસ, સાતમા ક્રમે બિલ ઍન્ડ મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશનના કો-ફાઉન્ડર બિલ ગેટ્સ, આઠમા ક્રમે સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન અલ સઉદ, નવમા ક્રમે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને દસમા ક્રમે ગૂગલના CEO લૅરી પેજ છે.

માઇક્રોસૉફ્ટના CEO સત્યા નાદેલા વિશે ‘ફૉર્બ્સ’ની યાદીમાં નોંધવામાં આવ્યું છે કે તેમણે કંપનીને નિષ્ફળ જતી મોબાઇલ સ્ટ્રૅટેજીથી દૂર લઈ જઈને ક્લાઉડ કમ્પ્યુટિંગ અને ઑગ્મેન્ટેડ રિયલિટી જેવા અન્ય સેગમેન્ટ્સ પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. સત્યા નાદેલાએ CEO હોદ્દાનો અખત્યાર સંભાળ્યો ત્યારથી માઇક્રોસૉફ્ટના શૅરનો ભાવ ૧૫૦ ટકા વધ્યો છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK