ઉર્દૂ અખબારે હાફિઝ સઈદના ફોટોવાળું કૅલેન્ડર બહાર પાડ્યું

પાકિસ્તાન સરકારની ચેતવણીની ઐસીતૈસી

calendar

ઉત્તર પ્રદેશની અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતો કાશ્મીરનો યુવાન મન્નાન વાની આતંકવાદી સંગઠન હિઝબુલ મુઝાહિદ્દીનમાં જોડાયો હોવાની આશંકાના પગલે યુનિવર્સિટીએ તેને સસ્પેન્ડ કરી દીધો છે. મન્નાન યુનિવર્સિટીમાં ડૉક્ટરેટ કરી રહ્યો હતો અને બીજી જાન્યુઆરીથી લાપતા છે. તેને શોધી કાઢવા માટે ઉત્તર પ્રદેશ પોલીસે અનેક સ્થળે દરોડા પાડવાની શરૂઆત કરી છે. પાકિસ્તાન સરકારે હિઝબુલને ફન્ડ ન આપવાની ચેતવણી આપ્યાના બીજા દિવસે એક સ્થાનિક અખબારે આતંકવાદી સંગઠન લશ્કર-એ-તય્યબા અને જમાત-ઉદ-દાવાના ત્રાસવાદી નેતા કહેવાતા હાફિઝ સઈદના ફોટો સાથેનું કૅલેન્ડર બહાર પાડ્યું હતું.

મન્નાન યુનિવર્સિટીની હૉસ્ટેલમાં રહેતો હતો. તેની સાથે રહેતો સ્ટુડન્ટ પણ છેલ્લા ચાર મહિનાથી ગુમ છે. એવું માનવામાં આવી રહ્યું છે કે તે જમ્મુ અને કાશ્મીરમાં સક્રિય આતંકવાદી ગ્રુપ હિઝબુલ મુઝાહિદ્દીનમાં જોડાઈ ગયો છે. તેના પિતાનું નામ બશીર અહમદ વાની છે અને તે કુપવાડા જિલ્લામાં તાકિપોરા ગામનો રહેવાસી છે.

હિઝબુલ મુઝાહિદ્દીનની ધમકી : પંચાયતની ચૂંટણી લડશો તો આંખમાં ઍસિડ ફેંકીશું


જમ્મુ અને કાશ્મીરમાં સક્રિય આતંકવાદી ગ્રુપ હિઝબુલ મુઝાહિદ્દીને કાશ્મીરમાં થનારી પંચાયતની ચૂંટણીથી લોકોને દૂર રહેવા માટે ચેતવણી આપી છે. ગઈ કાલે એક ઑડિયોમાં કહેવામાં આવ્યું હતું કે જે લોકો આ ચૂંટણીમાં ઊતરશે તેમની આંખમાં ઍસિડ ફેંકવામાં આવશે. આ ઑડિયો-ક્લિપ સોશ્યલ મીડિયામાં પણ વાઇરલ થઈ છે.

હિઝબુલના ઑપરેશન્સ કમાન્ડર રિયાઝ નાઇકોના નામથી વાઇરલ થયેલી ઑડિયો-ક્લિપમાં કહેવામાં આવ્યું છે કે ૨૦૧૬માં કાશ્મીરમાં પેલેટ ગનના ઉપયોગના કારણે ઘણા કાશ્મીરી યુવકોને આંખો ગુમાવવાનો વારો આવ્યો હતો તેથી જે કોઈ પંચાયતની ચૂંટણી લડશે તેમની આંખમાં ઍસિડ ફેંકવામાં આવશે.

૨૦૧૧માં થયેલી પંચાયતની ચૂંટણીમાં ૮૦ ટકા મતદાન થયું હતું.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK