કુલભૂષણ જાધવનાં પત્નીનાં જૂતાં ફૉરેન્સિક તપાસ માટે મોકલ્યાં

પગરખાંની અંદર રેકૉર્ડિંગ ચિપ હોવાની બેબુનિયાદ શંકા કરી

kulbhushan

ગયા સોમવારે પાકિસ્તાનના કેદી કુલભૂષણ જાધવ સાથે તેમની ફૅમિલી-મેમ્બર્સની ઇસ્લામાબાદમાં મુલાકાત વખતે જપ્ત કરવામાં આવેલાં કુલભૂષણ જાધવની પત્નીનાં જૂતાં ફૉરેન્સિક ટેસ્ટ માટે મોકલવામાં આવ્યાં છે. જૂતાંમાં ધાતુનો પદાર્થ કૅમેરા કે રેકૉર્ડિંગ ચિપ હોવાની શંકાના નિવારણ માટે પાકિસ્તાન સરકારના અધિકારીઓએ જૂતાં ફૉરેન્સિક ટેસ્ટ માટે મોકલવાનો નિર્ણય લીધો હતો. પાકિસ્તાનની મિલિટરી કોર્ટે કુલભૂષણ જાધવને જાસૂસીના આરોપસર ફરમાવેલી ફાંસીની સજાના અમલ પર ઇન્ટરનૅશનલ કોર્ટ ઑફ જસ્ટિસે સ્ટે આપ્યો છે.

ઇસ્લામાબાદમાં પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના બિલ્ડિંગમાં કુલભૂષણ જાધવને મળવા તેમનાં પત્ની અને મમ્મી ગયાં ત્યારે સિક્યૉરિટી ચેકિંગમાં પત્નીનાં જૂતાંમાં ધાતુના પદાર્થો જણાયા હતા. એથી બન્ને મહિલાઓને પાછા વળતી વખતે ઝવેરાત તથા અન્ય વસ્તુઓ પાછી આપવામાં આવી હતી, પરંતુ અસલ જૂતાંની જગ્યાએ વૈકલ્પિક ચંપલ પહેરવા આપવામાં આવ્યાં હતાં.

પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે મંગળવારે રાતે બહાર પાડેલા નિવેદનમાં કુલભૂષણની પત્નીનાં જૂતાંમાં ધાતુનો પદાર્થ હોવાનો ઉલ્લેખ કરવાને બદલે એમ જણાવ્યું હતું કે એ જૂતાંમાં કંઈક હતું. નિવેદનમાં પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે કુલભૂષણ જાધવનાં પત્ની અને મમ્મીને પરેશાન કરવામાં આવ્યાં હોવાનો આરોપ આધારહીન છે અને તેમનાં પત્નીનાં જૂતાંમાં કંઈક હતું એટલે સલામતીનાં કારણોસર એ જૂતાં જપ્ત કરવામાં આવ્યાં હતાં.

પાકિસ્તાની મીડિયાએ પણ ગેરવર્તન કર્યું

પાકિસ્તાનમાં કુલભૂષણ જાધવનાં પત્ની અને મમ્મીની સાથે સ્થાનિક મીડિયાના ગેરવર્તનનો નવો વિડિયો પ્રસારિત થયો છે. એમાં કુલભૂષણને મળીને વિદેશ મંત્રાલયના બિલ્ડિંગમાંથી બહાર આવતાં તેમનાં મમ્મી અને પત્નીનો પીછો કરતાં-કરતાં પાકિસ્તાની મીડિયાના પ્રતિનિધિઓ તેમને તકલીફ આપતા સવાલો પૂછતા દેખાય છે. વિડિયોમાં પાકિસ્તાની મીડિયાના પ્રતિનિધિઓ ભારતના ડેપ્યુટી હાઈ કમિશનર જે. પી. સિંહને એમ પણ પૂછતા સંભળાય છે કે તમે કુલભૂષણ જાધવની દયાની અરજીને સમર્થન આપો છો? ત્યાર પછી મીડિયાના એક પ્રતિનિધિએ પૂછ્યું હતું કે કમાન્ડર જાધવ સાથે તમારી મુલાકાત કેવી હતી?

સંસદમાં આજે બયાન આપશે સુષમા સ્વરાજ

પાકિસ્તાનની જેલમાં કેદ ભારતીય નૌકાદળના ભૂતપૂર્વ અધિકારી કુલભૂષણ જાધવના કુટુંબીજનો સાથે પાકિસ્તાનના ગેરવર્તન વિશે આજે ભારતનાં વિદેશપ્રધાન સુષમા સ્વરાજ સંસદમાં બયાન આપશે. પાકિસ્તાનના સંવેદનાહીન વર્તનની ટીકા કરવામાં આવ્યા બાદ સરકારે આ નિર્ણય લીધો છે. પાકિસ્તાનના વર્તન તરફ નારાજગી દર્શાવતાં સરકારે જણાવ્યું હતું કે કુલભૂષણ પર મૂકવામાં આવેલા આધારહીન આરોપોને છુપાવવા માટે પાકિસ્તાને આવું કર્યું છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK