ઈમરાનના હાથમાં પાક.ની કમાન, બન્યા 22મા વડાપ્રધાન

શપથ ગ્રહણ સમારોહમાં ક્રિકેટરમાંથી રાજકારણી બનેલા નવજોતસિંહ સિદ્ધુ, વસીમ અક્રમ, એક્ટર જાવેદ શેખ, પાકિસ્તાન પંજાબ એસેમ્બલીના સ્પીકર પરવેઝ ઈલાહી, રમીઝ રાજા અને પીટીઆઈના નેતાઓ સહિતના લોકો હાજર રહ્યા હતા.



imran


ક્રિકેટરમાંથી રાજનેતા બનેલા ઈમરાન ખાન હવે પાકિસ્તાનના વઝીર-એ-આલમ બની ચૂક્યા છે. શનિવારે ઈમરાન ખાને પાકિસ્તાનના 22મા વડાપ્રધાન તરીકે શપથગ્રહણ કર્યા. ઈસ્લામાબાદ સ્થિત રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ મમનૂન હુસૈને તેમને વડાપ્રધાન પદના શપથ લેવડાવ્યા. શુક્રવારે પાકિસ્તાનની સંસદે તેમને પોતાના વડાપ્રધાન તરીકે પસંદ કર્યા હતા.


કોણ કોણ રહ્યું હાજર ?

શપથ ગ્રહણ સમારોહમાં ક્રિકેટરમાંથી રાજકારણી બનેલા નવજોતસિંહ સિદ્ધુ, વસીમ અક્રમ, એક્ટર જાવેદ શેખ, પાકિસ્તાન પંજાબ એસેમ્બલીના સ્પીકર પરવેઝ ઈલાહી, રમીઝ રાજા અને પીટીઆઈના નેતાઓ સહિતના લોકો હાજર રહ્યા હતા. તો પાકિસ્તાની સેના પ્રમુખ જનરલ કમર જાવેદ બાજવા, જોીન્ટ ચીફ ઓફ સ્ટાફ કમિટીના ચેરમેન જુબેર હયાત, ચીફ ઓફ એર સ્ટાફ માર્શલ મુજાહિત અનવર ખાન પણ હાજર રહ્યા હતા.


બાજવાને ગળે મળ્યા સિદ્ધુ

ઈમરાન ખાનના શપથગ્રહણ સમારોહમાં પહોંચેલા સિદ્ધુ પાકિસ્તાની સૈન્ય પ્રમુખ બાજવાને ગળે મળ્યા હતા. બંને એક બીજા સાથે હાથ પણ મિલાવ્યા.

ઈમરાનના પક્ષમાં હતા 176 વોટ


નેશનલ એસેમ્બલીના સ્પીકર અસદ કૈસરે જાહેરાત કરી હતી કે પાકિસ્તાન તહરીક એ ઈન્સાફના ચેરમેન ઈમરાન ખાનને 176 વોટ મળ્યા, જ્યારે તેમના હરીફ શાહબાઝને માત્ર 96 વોટ મળ્યા હતા.

ઈમરાનને પીએમ તરીકે કરાયા પસંદ

342 સભ્યો વાળી પાકિસ્તાનની સંસદમાં સરકાર બનાવવા માટે 172 વોટની જરૂર હોય છે. પરંતુ શુક્રવારે પાકિસ્તાનમાં રાજકીય ઘમસાણ જોવા મળ્યુ. પાકિસ્તાનના પૂર્વ પીએમ નવાઝ શરીફના નાના ભાઈ અને પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝના અધ્યક્ષ શાહબાઝે પીએમ પદ માટે દાવેદારી કરી. જો કે વિપક્ષ એક ન થઈ શક્યો. બિલાવલ ભુટ્ટોની પાકિસ્તાન પીપલ્સ પાર્ટીએ મતદાનમાં ભાગ ન લીધો. તેમના 54 સાંસદ છે. જેને કારણે પીએમ પદની ચૂંટણી માત્ર ઔપચારિક્તા બની ગઈ.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK