22 ગજની પીચથી પાક.ના 22મા વડાપ્રધાન સુધી, ગજબ છે આ 22 સંયોગ

એક સફળ ક્રિકેટરથી સફળ રાજકારણી સુધી, ઈમરાન ખાનના જીવનમાં 22ના આંકનો ગાઢ સંબંધ છે. પછી તે 22 ગજની ક્રિકેટ પીચ હોય કે 22 વર્ષની રાજકીય સફર. એક ગજબ સંયોગ એ પણ છે કે તેઓ પાકિસ્તાનના 22મા વડાપ્રધાન બન્યા છે.

imran



ક્રિકેટની 22 ગજની પીચ પર કમાલ

ક્રિકેટની મેચમાં 22 ગજની પીચ પર ઈમરાનના કરિશ્મા જોવાલાયક હતા. ક્રિકેટ પીચ પર તેમના ફાસ્ટ બોલનો સામનો કરવો દિગ્ગજોને પણ મુશ્કેલ લાગતો હતો. હવાની ગતિને પાછળ છોડતી સ્પીડથી આવતા બોલનો સામનો કરતા બેટ્સમેનોનો પરસેવો છૂટી જતો હતો. 1992નું વર્ષ પાકિસ્તાની ક્રિકેટ માટે સ્વર્ણકાળ હતો. આ વર્ષે પાકિસ્તાનને ક્રિકેટ વર્લ્ડકપ જીત્યો. ઈમરાનની કેપ્ટનસીમાં જ પાકિસ્તાને પહેલો અને એક માત્ર વર્લ્ડ કપ જીત્યો હતો.

રાજકારણમાં 22 વર્ષ

ક્રિકેટની ઈનિંગ પૂરી થયા બાદ ઈમરાન ખાને 1996માં રાજકીય બેટિંગ શરી કરી. તેમની આ રાજકીય બેટિંગને પણ લગભગ 22 વર્ષ થયા છે. 22 વર્ષ બાદ તેમણે પાકિસ્તાનના રાજકારણમાં નવો ઈતિહાસ રચ્યો. 2018માં પાકિસ્તાનની સામાન્ય ચૂંટણીમાં તેમના પક્ષ પીટીઆઈએ અન્ય રાજકીય પક્ષોને માત આપી સત્તા મેળવી. ચાલો જાણીએ ક્રિકેટરથી રાજકારણી બનેલા ઈમરાન ખાન અંગેની કેટલીક રસપ્રદ બાબતો

ક્રિકેટ બાદ કરી સમાજ સેવા


65 વર્ષના ઈમરાન ખાનનો જન્મ પાકિસ્તાનના પૂર્વીય શહેર લાહોર, પંજાબમાં એક સમૃદ્ધ પશ્તુન પરિવારમાં થયો હતો. 1975માં ઓક્સફોર્ડ યુનિવર્સિટીથી ગ્રેજ્યુએટ થયા પહેલા તે લાહોરની પ્રતિષ્ઠિત એચિસન કોલેજથી ફિલોસોફિ, પોલિટિક્સ અને ઈકોનોમિક્સની બેચલર ડિગ્રી લઈ ચૂક્યા હતા. 1992માં તેમણે પાકિસ્તાનને પહેલો વર્લ્ડકપ જીતાડ્યો. અને ક્રિકેટમાંથી નિવૃત્ત થયા બાદ મોટાભાગે સમાજસેવાનું કામક ર્યું. પોતાની માતના નામ પર પાકિસ્તાનના પહેલા કેન્સર હોસ્પિટલ 'શૌકર ખાનમ'ની શરૂઆત કરી. 2008માં તેમણે પાકિસ્તાનના પંજાબના મિયાંવાલી જિલ્લામાં પ્રાઈવેટ ટેક્નિકલ કોલેજ શરૂ કરી.

1996માં રાજકીય ઈનિંગની શરૂઆત

ઈમરાન ખાને 1996માં રાજકારણમાં પ્રવેશ કર્યો. 'સૌની સાથે ન્યાય'ના સૂત્ર સાથે પાકિસ્તાન તહરીક એ ઈન્સાફ પાર્ટી સ્થાપી. ઈમરાનની રાજકીય ઈનિંગની સાચી શરૂઆત 2002માં થઈ. 2002માં પહેલીવાર તેઓ મિયાંવાલીથી ચૂંટણી લડ્યા અને જીત્યા. 2008માં ઈમરાને પાકિસ્તાનમાં ભ્રષ્ટાચારને મુદ્દો બનાવ્યો. ભ્રષ્ટાચાર વિરુદ્ધ રણશિંગું ફૂંકીને તેમણે પાકિસ્તાનની સામાન્ય ચૂંટણીનો બહિષ્કાર કર્યો. 2011માં ભ્રષ્ટાચારને લઈ ઈમરાને લાહોર અને કરાચીમાં સાર્વજનિક રેલી કરી. ભ્રષ્ટાચારથી ત્રાસેલી પાકિસ્તાનની જનતાએ ઈમરાન ખાનને જબરજસ્ત સમર્થન આપ્યું. આ રેલીઓમાં હજારોની સંખ્યામાં સમર્થકો આવ્યા. અને પાકિસ્તાનના રાજકારણમાં ઈમરાન ખાનનું કદ વધતું ગયું.

આ પણ વાંચોઃઈમરાનના હાથમાં પાક.ની કમાન, બન્યા 22મા વડાપ્રધાન


વર્ષ 2013ની સામાન્ય ચૂંટણીમાં ઈમરાના ખાનના પક્ષે ઉત્તર-પશ્ચિન પખ્તૂન્ખ્વામાં જીત મેળવી. પાંચ વર્ષ રાજ કર્યું. ઈમરાન પાકિસ્તાનના પૂર્વ પીએમ નવાઝ શરીફના કટ્ટર ટીકાકાર હ્યા છે. ઈમરાને ભ્રષ્ટાચાર વિરુદ્ધ અવાજ ઉઠાવ્યા બાદ જ નવાઝ શરીફને ભ્રષ્ટાચાર મામલે સજા થઈ. 2014માં તેમણે શરીફ સરકાર વિરુદ્ધ મોરચો માંડ્યો. પનામા પેપર લીકમાં શરીફનું નામ સામે આવ્યા બાદ તેઓ સુપ્રીમ કોર્ટમાં કેસ પણ લડ્યા.

વિવાદો સાથે ખાસ નાતો

ઈમરાન ખાનને વિવાદો સાથે ખાસ પ્રેમ રહ્યો છે. ક્રિકેટના મેદાન પર ઈમરાન વિરોધી ખેલાડીઓ સાથે ઝઘડા, અગ્રેસિવ નેચરને કારણે વિવાદોમાં રહ્યા. ક્રિકેટના મેદાન ઉપરાંત તેમની જીવન શૈલીને લઈને પણ ઘણી બાબતો સામે આવી. ફિલ્મસ્ટાર્સની સાથે સંબંધોને લઈને પણ તેઓ ચર્ચામાં રહ્યા. ઈમરાન ખાન પર ડ્રગ્સ લેવાનો પણ આરોપ લાગ્યો. 1987માં પાકિ્સતાની ટીમના ખેલાડી કાસિમ ઉમરે ઈમરાન ખાન અને ટીમના અન્ય ખેલાડીઓ ડ્રગ્સ લેતા હોવાનો આરોપ લગાવ્યો હતો. 1993માં ટીમમાંથી હકાલ પટ્ટી બાદ મિયાંદાદે પણ ઈમરાન પર ગંભીર આરોપ લગાવ્યા હતા.

અંગત જિંદગીમાં ઈમરાન


ઈમરાન ખાન કોલેજ ટાઈમથી જ યુવતીઓમાં લોકપ્રિય હતા. કેટલીક યુવતીઓ અને ફિલ્મ એક્ટ્રેસિસ સાથે તેમના અફેરની વાતો પણ આવતી રહી. ભારતીય એક્ટ્રેસ જિનત અમાન અને પાકિસ્તાનના પૂર્વ પીએમ બેનઝીર ભૂટ્ટોનું નામ પણ તેમાં સામેલ છે. ઈમરાને 16 મે, 1995ના રોજ પહેલા લગ્ન જેમિમા ગોલ્ડસ્મિથ સાથે કર્યા. 9 વર્ષ બાદ સમજૂતીથી બંને છૂટા પડ્યા. 2015માં બ્રિટિશ પાકિસ્તાની પત્રકાર રેહમ ખાન સાથે ઈમરાને બીજા લગ્ન કર્યા. પરંતુ 10 જ મહિનામાં બંનેના ડિવોર્સ થયા. છેલ્લે ઈમરાન ખાને 2018માં બુશરા સાથે ત્રીજા લગ્ન કર્યા.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK