ભારતે UNમાં ખોંખારો ખાઈને પાકિસ્તાનને કહ્યું...

તમે ઉઘાડા પડી ગયા, હવે તો ટેરર ફૅક્ટરી બંધ કરો

shushma


સુષમા સ્વરાજ મળ્યાં ટ્રમ્પની દીકરીને - ગઈ કાલે ન્યુ યૉર્કમાં ભારતનાં વિદેશપ્રધાન સુષમા સ્વરાજ અને અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પની દીકરી અને સલાહકાર ઇવાન્કા ટ્રમ્પે એવી રીતે સંવાદ કર્યો હતો જાણે બન્ને વચ્ચે આત્મીયતા હોય.

યુનાઇટેડ નેશન્સ (UN)ની માનવ અધિકાર પરિષદની બેઠક દરમ્યાન ભારતે પાડોશી દેશ પાકિસ્તાનને ‘આતંકવાદનો ચહેરો’ ગણાવ્યો હતો. ભારતે પાકિસ્તાનને આતંકવાદનાં કારખાનાં બંધ કરીને આતંકવાદીઓને સજા કરાવવા પણ જણાવ્યું હતું.

UNની માનવ અધિકાર પરિષદના ૩૬મા સત્રમાં પાકિસ્તાનના બયાનનો ભારતના વિદેશવિભાગના IFS અધિકારી ડૉ. વિષ્ણુ રેડ્ડીએ જડબાતોડ જવાબ આપ્યો હતો. વિષ્ણુ રેડ્ડીએ વૈશ્વિક મંચ પર ભારતનો અવાજ બુલંદ કરતાં જણાવ્યું હતું કે પાકિસ્તાનના વિદેશપ્રધાને જ તેમની ધરતી પરથી આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રતિબંધિત લશ્કર-એ-તય્યબા અને જૈશ-એ-મોહમ્મદ જેવાં આતંકવાદી સંગઠનોનું સંચાલન થતું હોવાનું કબૂલ્યું હતું.

વિષ્ણુ રેડ્ડીએ પાકિસ્તાનની ગુસ્તાખીઓ બાબતે જણાવ્યું હતું કે ‘આતંકવાદી હુમલા માટે સરહદપારથી મળતા પીઠબળના નક્કર પુરાવા પાકિસ્તાનને સોંપવામાં આવ્યા છે.

જમ્મુ-કાશ્મીર ભારતનો અતૂટ હિસ્સો છે અને હંમેશાં રહેશે. પાકિસ્તાને જમ્મુ-કાશ્મીર બાબતે આપેલું બયાન તર્કહીન અને તથ્યોની દૃષ્ટિએ ખોટું છે. એ બયાન ગેરમાર્ગે દોરનારું છે.’

નૉર્થ કોરિયાનાં અણુશસ્ત્રો માટે પાકિસ્તાન જવાબદાર

ભારતે પાકિસ્તાનની દિશામાં ઇશારો કરતાં નૉર્થ કોરિયાના પરમાણુ શસ્ત્રોના આદાનપ્રદાનના સંબંધોની તપાસ કરવા અને એ માટે જવાબદાર સામે પગલાં લેવાની માગણી કરી હતી. નૉર્થ કોરિયાએ ગયા શુક્રવારે જપાન પરથી પ્રશાંત મહાસાગરમાં મિડલ રેન્જ બૅલિસ્ટિક મિસાઇલ છોડ્યા પછી વિદેશપ્રધાન સુષમા સ્વરાજે ઉપરોક્ત તપાસની માગણી કરી હતી. UNની મહાસભાના સત્રની સમાંતરે અમેરિકાના વિદેશપ્રધાન રેક્સ ટિલરસન અને જપાનના વિદેશપ્રધાન તારો કોનો સાથે મંત્રણા બાદ આ ટિપ્પણી કરી હતી.

શરીફની હકાલપટ્ટીમાં અમારો હાથ નથી : પાકિસ્તાન આર્મી


નવાઝ શરીફને વડા પ્રધાનપદેથી હટાવવામાં લશ્કરનો હાથ હોવાની ચર્ચાઓને આધારહીન ગણાવતાં પાકિસ્તાનના પાવરફુલ આર્મી ચીફ જનરલ કમર જાવેદે જણાવ્યું હતું કે હું લોકશાહીનો કટ્ટર સમર્થક છું. લશ્કરી વડા મથક જનરલ હેડક્વૉર્ટર્સની મુલાકાતે ગયેલા નૅશનલ ઍસેમ્બ્લી અને સેનેટની સંરક્ષણ સમિતિઓના સભ્યોના પ્રશ્નોના ઉત્તર આપતાં કમર બાજવાએ ઉપરોક્ત બાબત જણાવી હતી.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK