નવાઝ શરીફ, પુત્રી અને જમાઈ વિરૂદ્ધ આરોપ ઘડાયા

શરીફને વડાપ્રધાન તરીકે ગેરલાયક ઠરાવાયા પછી એનએબીએ એકાઉન્ટીબિલિટી કોર્ટમાં કેસ દાખલ કર્યા હતા

sharif

ગુરૂવાર પાકિસ્તાનની ભ્રષ્ટાચાર વિરોધી કોર્ટે પાકિસ્તાનના બરતરફ કરાયેલા વડાપ્રધાન નવાઝ શરીફ, તેમની પુત્રી અને જમાઇને નેશનલ એકાઉન્ટીબિલિટી બ્યૂરો(એનએબી) દ્વારા દાખલ કરાયેલા કેસમાં દોષિત ઠેરવ્યા છે.

પાકિસ્તાનના અગ્રણી અખબારના જણાવ્યા અનુસાર ઇસ્લામાબાદની એકાઉન્ટીબિલિટી કોર્ટે ૬૭ વર્ષીય શરીફ, તેમની દીકરી મરયમ નવાઝ અને તેના પતિ નિવૃત્ત કેપ્ટન મોહંમદ સફદરને લંડનના પ્રોપર્ટી કેસમાં દોષિત ઠેરવ્યા છે. જો કે શરીફ તેમના વકીલ ખ્વાજ હારીસ બંને પાકિસ્તનની બહાર છે.

પરિવારના ત્રણેય સભ્યોએ કોર્ટ દ્વારા મૂકાયેલા આરોપોને ફગાવી દીધા છે. સુનાવણી દરમિયાન કેપ્ટન સફદરના વકીલ અમજદ પરવેઝ દ્વારા આરોપ ઘડવાની પ્રક્રિયા સ્થગિત કરવા કરાયેલી અરજી કોર્ટે ફગાવી દીધી હતી. શરીફની કાયદાકીય ટીમના અન્ય એક વકીલ આયેશા હામીદે પણ આરોપો ઘડવાની પ્રક્રિયા મોકૂફ રાખવા અરજી કરી હતી. આ અરજીમાં જણાવવામાં આવ્યું હતું કે શરીફ દ્વારા સુપ્રીમ કોર્ટમાં એનઆઇબી દ્વારા ભ્રષ્ટાચારના અલગ અલગ કેસો દાખલ કરવા સામે કરાયેલી અપીલનો ચુકાદો ન આવે ત્યાં સુધી આરોપ ઘડવાની પ્રક્રિયા મોકૂફ રાખવામાં આવે. કોર્ટે આ અરજી પણ ફગાવી દીધી હતી.

ત્રીજી અરજી શરીફના અન્ય એક વકીલ દ્વારા કરવામાં આવી હતી. આ અરજીમાં ત્રણ કેસોને મર્જ કરવાની માગ કરવામાં આવી છે. કોર્ટે આ અરજી અંગે પોતાનો ચુકાદો અનામત રાખ્યો છે. એનએબીએ એકાઉન્ટિબિલિટી કોર્ટમાં શરીફ અને તેમના પરિવારજનો વિરુદ્ધ ભ્રષ્ટાચાર અને મની લોન્ડરિંગના ત્રણ કેસો દાખલ કર્યા છે. આ તમામ કેસો પનામા કૌભાંડને પગલે ૨૮ જુલાઇએ સુપ્રીમ કોર્ટે નવાઝ શરીફને વડાપ્રધાન તરીકે ગેરલાયક ઠરાવવામાં આવ્યા પછી દાખલ કરવામાં આવ્યા છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK